SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪૮) યોગદષ્ટિસમુચ્ચય થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. (૫) પાંચમું પદ-એક્ષપદ છે.-જે અનુપચરિત વ્યવહારથી કમનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હેય, પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. (૬) છઠ્ઠ પદ-તે મોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તે તેની નિવૃતિ કઈ કાળે સંભવે નહી; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન સંયમાદિ મેક્ષ પદના ઉપાય છે.” – (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૪૦૬ (૪૯૩) આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ છે ભક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધમ. ષટૂ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ એહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાતિએ એહ.”–શ્રી આત્મસિદ્ધિ. “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણ; આતમ તત્વ કયું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમ તત્વ જાણ્યા વિણ નિમલ, ચિત્તસમાધિ નવિ લહિયે મુ”–શ્રી આનંદઘનજી. વળી આ આત્મતત્વ સંબંધી દર્શનની તે તત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પર્યાચના કરે છે: (૧) કેઈ આત્મતત્વને અબંધ માને છે, પણ આ આત્મા કિયા કરતે દેખાય છે, તે તે ક્રિયાનું ફળ કેણુ ભગવશે? (૨) જડ-ચેતન ષદૃર્શન આ બન્ને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ બન્ને સરખા છે એમ મીમાંસા કેઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર નામનું દૂષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. (૩) આત્મદર્શનમાં લીન એવો કોઈ કહે છે કે “આત્મતત્ત્વ નિત્ય જ છે, પણ તેમાં તે કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ દોષ, અને નહિં કરેલા કર્મના આગમનરૂ૫ અકૃતાગમ દોષ આવે છે, તે મતિહીનને દેખાતા નથી. “કઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતે દસે; ક્રિયાતણું ફલ કહે કુણુ ભગવે ? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy