SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ કાંત દષ્ટિઃ થર્ષદ મીમાંસા, દશનામીમાંસા (૫૪૭) વિવેચન વળી નિત્ય મીમાંસાના ભાવથી આ દષ્ટિમાં મેહ હોતો નથી. એથી કરીને તત્વના સમાવેશરૂપ કારણ થકી નિશ્ચય એને સદાય હિતેાદય જ હોય છે. તત્ત્વ મીમાંસા આ દષ્ટિમાં સ્થિતિ કરત સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ સમર્થ તત્વચિંતક-તત્વમીમાંસક હોય છે. એટલે નિરંતર સવિચારરૂપ મીમાંસાના-સૂમ તત્ત્વપષણના હેવાપણાને લીધે અત્રે કેઈપણ મોહને સંભવ હોતો નથી. કારણકે જે તત્ત્વ સમજે છે, તે મેહ પામત નથી. અને સમ્યગ્દષ્ટિને દર્શનમહ તે કારનો ક્ષય થઈ ચૂક છે, તથા યોગમાર્ગમાં આગળ વધતાં એને ચારિત્રમેહની પણ ઉત્તરોત્તર ક્ષીણતા થતી જાય છે, એટલે સર્વથા મેહનો અભાવ હોય છે. સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રકારે તત્વને સૂમ વિચાર કરે છે. જેમ કે શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્ગદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –(૧) પહેલું પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પપદ મીમાંસા અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય-સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. (૨) બીજું પદ-આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સગો અનુભવ ચોગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન-સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસરગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હાય નહિ. (૩) ત્રીજુ' પદ-આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ચોગ્ય વિશેષ સંબંધ સહિત ) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. (૪) ચોથું પદ આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ; હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy