SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કતા દષ્ટિ ભગતત્વ ભવાબ્ધિ ન તરે, વિષય મૃગજa (૫૩૯) ભગતત્વને ભવાબ્ધિનું, લંઘન તે ન જ થાય; મૃગજલ દઢાવેશ છે, તે માર્ગે કુણ જાય? ૧૬૭ અર્થ-પણ જેને મન ભેગ એ તત્વ છે, એવાને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. જેને મૃગજલમાં દઢ આવેશ છે, એ કેણ અહીં તે માગે –કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે ત્યાં–જાય? વિવેચન “સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડેલ...ધન ધન ગતરવને રે એ ભય નવિ ટળે” –શ્રી જે. દ. સક્ઝાય. પણ ભેગને જે તત્વરૂપ-પરમાર્થરૂપ માને છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેવા પ્રકારના વિપર્યાસને લીધે, માયાજલમાં જેને દઢ અભિનિવેશ છે એવો કોણ અહીં-જ્યાં માયામાં જલબુદ્ધિ છે એવા તે માર્ગે જાય? ભેગ જેને મન તત્વરૂપ છે, પરમાર્થરૂપ લાગે છે, સાચા ભાસે છે, એ ભોગતત્વ પુરુષ કદી ભવસમુદ્ર ઓળંગી શકતું નથી. કારણ કે તેવી મિથ્યાભાસરૂપ બુદ્ધિને લીધે તે તેના ઉલ્લંઘનના ઉપાયમાં પ્રવર્તતું નથી. અને તેનું કારણ પણ ભેગતત્વ એમ છે કે જેને માયાજલમાં દૃઢ આવેશ-ગાઢ અભિનિવેશ હોય, ભવાબ્ધિનતરે તે તે માગે કેવી રીતે જાય? વિપસને લીધે તેને સાચું જાણત હોય તે તેને ઉલ્લઘી જવાની હામ કેમ ભીડે? એટલે રખેને હું ડૂબી જઈશ એમ ડરતે રહી, ડામાડોળ બની, તે માયાજલને ઓળંગી જવાનો પુરુષાર્થ કરતું નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતે નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતું નથી, તેને નિઃસાર અસત્ય જાણી તેની સેંસર નિર્ભયપણે પસાર થઈ જતો નથી, પણ તેમાં જ નિમગ્ન બની ડૂબી જાય છે, ગુંચી જાય છે, પચ્યો રહે છે. અત્રે વિષયને જે મૃગજલની-ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે અત્યંત યુક્ત છે. કારણ કે ગ્રીષ્મમાં દૂર દૂર ક્ષિતિજમાં-જ્યાં પૃથ્વી ને આકાશ મળતા દેખાય છે ત્યાં દષ્ટિમર્યાદાના છેડે જલને આભાસ થાય છે, તેને મૃગવિષય મૃગજલ જલ કહે છે. તે જલ કઈ વસ્તુતઃ છે જ નહિં, પણ દષ્ટિવિભ્રમથી વિપર્યાસ (Illusion of vision) તેને આભાસ માત્ર થાય છે. એવા તે મૃગજલને સાચું જ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy