SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩૮) યોગદષ્ટિસમુચ્ચય થયેલી હોય છે, એટલે પૂર્વ કર્મવશાત્ કવચિત વિષય ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભોગના ગુણદોષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “એવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહિં ભવહેત; નવિ ગુણ દેષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત..ધન.” –શ્રી યો.સક્ઝાય -૭ આમ જે ભેગાસાગરમાં ભોગી ડૂબી મરે છે, તેને સમર્થ યોગી શીવ્ર તરી જાય છે ! જે ભોગથી બીજાના ભોગ મરે છે, તે ભોગ પણ આવા ઉત્તમ ભેગીને ગબાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે “આ કાંતા દષ્ટિમાં કમક્ષિપણાથી ભોગશક્તિ નિર્મલ હોય છે, તે નિરંતર સ્વરસથી પ્રવર્તતી એવી બલીયસી ધર્મશક્તિને હણતી નથી –દીપને જે વાયરે બૂઝાવી નાંખે છે, તે પ્રજવલિત એવા દાવાનલને બૂઝાવી શકો નથી, પણ ઉલટે તેને સહાયતા કરે છે, તેમ અત્રે ભોગવ્યા વિના છૂટકે જ નથી એવા કર્મને ક્ષય થતું હોવાથી બળવાન ધર્મશક્તિને ભોગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિબળપણાને લીધે તેને વિરોધ કરતી નથી. હાથીને મગતરું શું કરી શકે ? મહામલ્લને નિર્બલ બાલક શું કરી શકે? જે કે સ્થિર દષ્ટિમાં પણ જ્ઞાનની તાકાત એટલી બધી હોય છે કે તેને ભોગે કાંઈ કરી શકે એમ નથી, તો પણ ત્યારે હજુ કંઈક અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરંતુ આ કાંતા દષ્ટિમાં તે ધારણ જ્ઞાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ બળવાનપણું થયું હોય છે, કે તે ભોગો પણુ ભાવસાધુ પણ લેશ પણ પ્રમાદ ઉપજાવી શક્તા નથી ! અર્થાત્ ભોગ મળે પણ તેવો વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતો નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એ તે બળવાન સામર્થ્ય સંપન્ન હોય છે. આવો અપ્રમત્ત ગૃહસ્થ યોગી પણ ભાવસાધુ જ છે. અને આમ હવાથી અત્રસ્થિત અસંગ જ્ઞાની ગીપુરુષ નિર્વિને નિબંધ પણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ કરતે આગળ વધે જ છે. “તે એ દષ્ટિ રે ભવસાગર તરે, લહે મુનિ સુયશ સંગ.”—. સઝાય. भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलधनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥१६७॥ વૃત્તિ-મોરવચ સુભગતત્વને તે, ભેગપરમાર્થને તો, અર્થાત ભેગ જેને મન પરમાર્થ છે એવાને, પુનઃ–પુનઃ, 7 મોરકુન-ભોદધિનું બંધન નથી, ભવસાગર ઉલ્લંઘા નથી,–તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને એ જ કહે છે-માયોદવેશ:-માયાજલમાં જેને દઢ આવે છે એવો –તેવા પ્રકારના વિપસને લીધે, જેને મૃગજલમાં દઢ અભિનિવેશ છે એ, તેન ચાવી : પથા- કેણુ અહીં તે પંથે-માર્ગે જય, કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે. x “धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् ।। ત્તિ રીપvણો વાયુર્ઘટાં વાનરમ ”—યશવકૃત દ્વા. દ્વા. ૨૪-૧૫
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy