SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ કાંત દષ્ટિ : આવા જ્ઞાની અપવાદરૂપ,-બીજાનું ગજું નથી. (૫૩૫) સોહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તે દુષ્કર દુષ્કર ને દહલી છે. ચેખા ઓરડામાં ડાઘ ન લાગે એ દેખીતું છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણ ડાઘ ન લાગવા દે, એ કાંઈ જેવા તેવા પુરુષાર્થ કૌશલ્યનું કામ નથી. પણ પુનઃ કહેવાનું કે આવા અપવાદરૂપ પરમ યોગીઓ તે કઈક વિરલા જ હોય છે. આનું જવલંત ઉદાહરણ વર્તમાનમાં પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિછતાં છતાં પૂર્વ પ્રારબ્ધદયથી પરાણે સંસારઉપાધિ મળે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચનામૃતમાં ડોકિયું કરતાં કઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દર્શાનીઓમાં પણ જનક વિદેહી-શ્રી કૃષ્ણ આદિના દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુર્ઘટ કાર્ય તે કોઈ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત ગારૂઢ પુરુષો જ કરી શકે. બાકી બીજા સામાન્ય પ્રાકૃત જને, કે સામાન્ય કોટિના યેગીજને કે ગપ્રારંભક આરોહક બીજાનું ગજુ' સાધકે, તેનું જે આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તો નથી તેનું તે અધઃપતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સંસારપ્રસંગમાં રહી કેવળ અસંગ રહેવાનો અખતરો સામાન્ય પ્રાકૃત જનો અજમાવવા જાય તો તે પ્રાયે નિષ્ફળ થવાને જ સજાયેલે છે, એટલું જ નહિં પણ તેને ઉલટો મહાઅનર્થકારક થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. હાલમાં સ્વચ્છંદ મતિકલ્પનાએ અધ્યાત્મશાસ્ત્ર વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત ગની દાંભિક વાતો કરનારા અને ખોટો ફાંકે રાખનારા ઘણા જને દષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવો ક્ષણવાર જે પિતાનો દંભ અને ફાંકે છડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તે તેઓને આ ઉપરથી ઘણે ધડો લેવાનું પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દૃષ્ટિ જેટલી ઊંચી પરિપકવ ગદશાને પામેલા જ્ઞાનાક્ષેપકવંત ગીવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યોગ્યતાવિહીન જન કેમ કરી શકે? જેને હજુ એકડો પણ આવડતું નથી એ બાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારંગત પંડિતને કેમ પહોંચી શકે ? મોટા માણસના જેડામાં જેમ ન્હાનાને પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્યો ન જ કરી શકે, અને મેગ્યતા વિના કરવા જાય તે ઉલટું અહિતકારક જ થઈ પડે. શ્રી નરસિંહ મહેતાને કહેવું પડયું છે કે – અમારૂં ગાયું ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે; જે સમજીને ગાશે, તે હેલાં વૈકુંઠ જશે.” માટે સાંકડી કેડી–એકપદીમાંથી તે કઈ વિરલ મનુષ્ય જ જઈ શકે છે ને રાજમાર્ગો
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy