SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૨૬) દષ્ટિસમુચ્ચય એના પ્રાણરૂપ જ હોય છે, જીવનરૂપ જ થઈ પડે છે, એવો અસ્થિ-મજજા પર્યત અવિહડપાકો ધર્મરંગ તેમને લાગ્યો હોય છે. આવા ધર્મમૂર્તિ યોગીન્દ્રનું જવલંત ઉદાહરણ આ રહ્યું “ધમ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે. ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેને નિહાર (?) છે, ધર્મ જ જેને વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ?” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૭. (૧૩૦) આમ આ યોગી પુરુષ ધર્મ-ધારણામાં આ પરમ દઢ ધીર હોય છે, તે તેની અત્યાર સુધીની દીર્ઘ ગસાધનાનું ફળ છે. કારણ કે આપણે પૂર્વે આગલી દૃષ્ટિએમાં પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસક્રમમાં જોયું તેમ, તેણે પ્રથમ તો મૈત્રી દીર્ઘ ચોગ. આદિ ભાવનાઓ વડે ચિત્તપરિકમથી-ચિત્તસુધારણાથી પોતાના અંત:સાધનાનું ફળ કરણને વાસિત કર્યું; પછી યમ-નિયમને સારી પેઠે અભ્યાસ કર્યો; આસનને જય કર્યો-દેહાધ્યાસ છોડી આત્મભાવમાં આસન જમાવ્યું; પ્રાણુવિક્ષેપને પરિહર્યો-આત્મભાવની સ્થિરતારૂપ ભાવ પ્રાણાયામ સાથે; ઇંદ્રિયગ્રામને વિષયોમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરી કાયાને ત્રાજુ કરી–સીધી કરી; રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ ઢંઢોને જય કર્યો, સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં અત્યંત પ્રવેશ કર્યો; અને નાભિચક્ર-નાસાગ્ર આદિ દેશમાં ચિત્તને બંધ કર્યો,-વિષયાન્તર પરિહારથી અર્થાત્ બીજે બધે વિષય છેડી દઈ ચિત્તના સ્થિરીકરણરૂપ ધારણ કરી.–આવે ધારણામાં સુસ્થિત-સમ્યફપણે વ્યવસ્થિત મહાયોગી શ્રીમદ્ પુરુષ જગજનને પ્રિય કેમ ન હોય ? તથા ધર્મમાં એકાગ્રમના કેમ ન હોય ?જ એ જ કહે છે– श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥१६४॥ | કૃત્તિ -શ્રત -શ્રતધર્મમાં, આગમમાં, મન નિયં-મન નિત્ય હોય છે,–તેની ભાવનાની ઉ૫પત્તિને લીધે. -કાય જ, મચ-આ અધિકૃત દુટિવંતની, અન્યૂર્તિ -અન્ય ચેખિતમાં, સામાન્ય એવા બીજા કાર્યમાં, અતz-આ જ કારણથી, આક્ષેપ જ્ઞાનાન્ન હેતુભૂત એવા સમ્યગુ આક્ષેપક જ્ઞાનલકી, મોળr:ભેગે, ઈદ્રિષાર્થ સંબંધે, મતવઃ-સંસારહેતુઓ, નથી હોતા. x“देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः। प्रियो भवति भूतानां धर्फकाग्रमनास्तथा ॥" – આધાર માટે જુઓ) શ્રી દ્વા. દ્વા. ૨૪-૯.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy