SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કતા દષ્ટિ: આદર્શ નિયથચર્યા, ધમમાં એકાગ્ર મન (૫૨૫) એટલે જ આ દષ્ટિવાળા પરમ ભાવિતાત્મા યોગીપુરુષનું સમસ્ત આચરણ-ચારિત્ર નિરતિચાર, શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિયોગપ્રધાન અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. (જુઓ પૃ. ૭૨, તથા પૃ. ૨૫, શ્રીમદ્ રાજચંદ્રજીનું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ કાવ્ય.) તે અણગાર ભગવતે ઇસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિત, પારિકાપનિકા સમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, મન, વચનગુપ્ત, કયગુપ્ત, ગુપ્ત, ગુખેંદ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, અકોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત, અનાશ્રવ, અગ્રથ, છિન્નશ્રોત, નિપલેપ, કશ્યપાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુપ્તદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શૌડીર, વૃષભ જેવા સ્થિર, સિંહ જેવા દુઘર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્યુલેશ્યાવંત, સૂર્ય જેવા દીપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શ વિષહ, સુહુત હુતાશન જેવા તેજથી જ્વલંત હોય છે. તે ભગવતેને કયાંય પણ પ્રતિબંધ હેતે નથી. અને આવી સમ્યફ આચારવિશુદ્ધિને લીધે આ શુદ્ધોપગમય નિગ્રંથ શ્રમણ આપોઆપ જનતાને પ્રિય થઈ પડે છે. આ સ્વયંભૂ (spontaneous) પ્રીતિ સંપાદન કરવા માટે તેને કાંઈ બોલવું પડતું નથી, કે બીજે કઈ કૃત્રિમ પ્રયાસ કરે પડતો નથી. માત્ર આ નિગ્રંથ મહાત્માનું સહજ સ્વભાવે સિદ્ધ એવું શુદ્ધ આત્માનુચરણરૂપ પવિત્ર ચારિત્ર જ જાણે લોકોને પોકારીને બેધ આપી આકર્ષે છે! સેંકડો વાચાની વાણી જે બોધી નથી શકતી, તે એક જ્ઞાની મુનિનું મૌન બેધે છે પુસ્તક-પંડિતના વાગજાલરૂપ હજારે ઉપદેશ કે વાચસ્પતિઓના લાખે વ્યાખ્યાને જે બાધ નથી આપી શકતા, તેનાથી અનંતગણ સમર્થ બોધ એક સાચા સપુરુષનું શુદ્ધ સહજાત્મસ્વરૂપમય નિર્મલ આત્મચારિત્ર મૂક વાણીથી આપે છે! અને તેથી તેના પ્રત્યે કેને નૈસર્ગિક પ્રેમ પ્રવાહ પ્રવહે છે. ધર્મમાં એકાગ્ર મનઅને આવા શુદ્ધ આચારસંપન્ન, ધર્મમૂર્તિ, પરમાર્થના અવતાર સમા આ સમ્યગુદષ્ટિ યોગીપુરુષનું ચિત્ત સદાય ધર્મમાં એકાગ્ર જ હોય, એમાં પૂછવું જ શું ? ધર્મ તે રે ગદા ગામણ જાપા મrāતો રૂરિયામિયા માતાનિયા ઈ (જુઓ નિગ્રંથચર્યાના આ પરમ સુંદર હદય ગમ વર્ણન માટે શ્રી સૂત્રકૃતાંગ, કિં. શ્રુ રૂં. સૂત્ર ૭૦)
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy