SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિ : તારા સમ પ્રકાશ-સુમબાધાદિ, ધારણા (૫૧૫) સૂક્ષ્મ બાધ યોગ ને તેના મમ્દરૂપ રહસ્યને સમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વથી સભ્યપણે જાણે છે. તેની શ્રુત-અનુભવની દેશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસ્વરૂપને અવભાસ થાય છે. સ્વ-પર ભાવને પરમ વિવેક કરવારૂપ સૂક્ષ્મ ખાધ અત્રે અધિક બળવત્તર હેાય છે, અત્યંત સ્થિર હાય છે. હું દેહાદ્ધિથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવુ· પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દૃઢ ભાવનાવાળું હાય છે. એટલે તે સમ્યગ્દષ્ટિ પુરુષ ભાવે છે કે-ચૈતન્ય* શક્તિમાં જેના સČસ્વ સાર વ્યાપ્ત છે એવા આ આત્મા આટલેા જ છે, એનાથી અતિરિક્ત (જુદા) આ સર્વેય ભાવા પૌલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વર્ણામિાન્ પુદ્ગલ જ નાચે છે-અન્ય નહિ; અને આ જીવ તા રાગાદિ પુદ્દગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂત્તિરૂપ છે.’-એવી દૃઢ આત્મભાવનાને લીધે ચૈતન્યથી રિક્ત-ખાલી એવું બધુંય એકદમ છેાડી ઇ, અત્યંત સ્ફુટ એવા ચિતશક્તિમાત્ર આત્માને અવગાહીને તેએ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.' આવા સૂક્ષ્મ મેધ હોવાથી સમ્યગ્દૃષ્ટિને કયારનીચે મિથ્યાત્વજન્ય શ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યક્ત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. પર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવના મેાટામાં મેાટો રાગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને તે। આ આત્મબ્રાંતિરૂપ મહારોગ સર્વથા દૂર થયા છે, એટલે તેએ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઇ, સ્વરૂપૈકનિષ્ઠ બની પરમ આત્મશાંતિ અનુભવે છે. આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હેાવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સ્વરૂપવિશ્રાંતિમય પરમ શાંતિ મળી હેાવાથી, આ જ્ઞાની સમ્યગ્દૃષ્ટિ સત્પુરુષ પરભાવમાંથી આત્માને પાછા ખેચી લે છે-પ્રત્યાહત કરે છે. એટલે તે પ્રત્યાહાર પરપરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી— મેહમૂચ્છિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે. * "चिच्छक्तिव्याप्त सर्वस्वसारा जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी ॥ अस्मिन्ननादीनि महत्यविवेकनाटये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकार विरुद्ध शुद्ध - चैतन्यधातुमयमूर्त्तिरयं तु जीवः ॥ सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तम्, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिपात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात्, कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥” શ્રી અમૃતચંદ્રાચાર્ય છકૃત —શ્રી સમયસાર કલશ.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy