SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦૮) ગદષ્ટિસમુચ્ચય આશ્ચર્ય ઘટના છે. કારણ કે તે શુદ્ધ આત્મસ્વરૂપને દષ્ટા-જ્ઞાતા હેઈ, પુદ્ગલની બાજુમાં સપડાતું નથી, અને આ બધું રૂપ-રસ-ગંધ-પર્શ –શબ્દમય પુદ્ગલને તમાસે છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, માત્ર દૃષ્ટારૂપે–સાક્ષીભાવે તે તમાસો જોયા કરે છે, અને મફતમાં આનંદ માણે છે ! કારણ કે જે ચિદાનંદઘનના સુયશને વિલાસી છે, તે પર વસ્તુની આશા કેમ રાખે? અંશે હોય ઈહ અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, તે કિમ પરને આશી રે? તે ગુણ”, દ, સઝા.૧-૬ જગતને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ”શ્રીમદ્ રાજચંદ્રજી. UR યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણ આ પાંચમી દષ્ટિમાં વળી અલૌલ્યાદિ બીજા ગુણો જે અન્ય યોગાચાર્યોએ પણ કહ્યા છે, તે પણ ઘટે છે, તે આ પ્રકારે –(૧) અલેલુપતા-સમ્યગદષ્ટિ પુરુષને વિષય વાસના નષ્ટ હોય છે, અથવા અતિ મંદ હોય છે, મેળી પડી ચોગપ્રવૃત્તિના ગયેલી હોય છે, એટલે તેને વિષયલેલુપતા સંભવતી નથી. સમ્યગપ્રથમ ચિહન દૃષ્ટિ જીવ વિષય માટે ઝાંવાં નાખતું નથી કે તે માટે તલપાપડ થત જ નથી. પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ભોગ પણ તે અનાસક્તપણે અમૂચ્છિતપણે ભોગવે છે. (૨) આરોગ્ય-ગસાધનના પ્રભાવથી સમ્યગદષ્ટિને આરોગ્ય વર્તે છે. મન-વચન-કાયાના ગની શુદ્ધિથી તથા વિષય અલેલુપતાથી રોગ હોય તે નાબુદ થાય છે ને ન થતું નથી. આરોગ્ય સાંપડે છે. (૩) અનિપ્પરપણુ–સમ્યગદષ્ટિના મનપરિણામ અત્યંત કોમળ થઈ જાય છે, દયા-અનુકંપાથી આ ભીના બને છે. એટલે તેનામાં કઈ પણ પ્રકારનું નિષ્ફરપણું હોતું નથી, પણ કુસુમ સમું કમળપણું, મૃદુપણું ને દયાદ્રપણું જ હોય છે. દેવચંદ્રજીએ ગાયું છે તેમ “ભાવ દયા પરિણામને એહ જ છે વ્યવહાર.” (૪) શુભગધ-યેગી પુરુષને યોગસિદ્ધિના પ્રભાવથી શરીરને પરિમલ પણ સુગંધી–સુવાસિત બની જાય છે, કાંતિ પ્રસન્નતા આદિ પણ વધે છે. (૫) અપ મૂત્ર-પુરીષ–યેગસાધનાથી શરીરમાં કોઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી શરીરના મલ સુકાઈ જઈ મલમૂત્ર પણ થડા થાય છે, લઘુનીતિ–વડીનીતિ અલ્પ બને છે. ઈત્યાદિ ગપ્રવૃત્તિના પ્રથમ ચિહ્ન છે, પ્રથમ વાનકીરૂપ છે. આ બધાં લક્ષણે યોગસાધનાના પ્રારંભમાં જણાય છે. “અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અ૯૫ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ... ધન ધન શાસન શ્રી જિનવરતણુ!” શ્રી એ. સ. -૧
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy