SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિષ્ટિ: “રદી૫ક અતિ દી૫તા હે લાલ (૪૫૫) થતી નથી, છતાં હજુ કંઈક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, ને વચ્ચે વચ્ચે ઝાંખું ઝાંખું દેખે છે, તેમ સાતિચાર દષ્ટિવાળાને દષ્ટિરોગ મટવા આવ્યો છે, એટલે તેને તેના ઉકોપ આદિની અસર માલુમ પડતી નથી, દષ્ટિરાગ પણ દેખાતું નથી, અને તજજન્ય પીડા પણ થતી નથી, છતાં હજુ કંઈ અતિચારરૂપ વિકારને લીધે દર્શનમાં ક્ષપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિર દૃષ્ટિમાં દર્શનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા,-અનિત્યતા નીપજે છે. છતાં આ ‘સ્થિરા” દૃષ્ટિ તે એના નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતી જ હોય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્વોક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારંભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિર આદિ છેલ્લી ચાર દષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિર દષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં-નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિવરવામાં આવ્યું છે તે ઉપરથી સ્પષ્ટ થઈ જશે. આ દૃષ્ટિમાં થતું દર્શન, નેત્રરોગ દૂર થતાં ઉપજતા દશન જેવું છે. જેમ આંખને રોગ મટી જતાં–આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે, તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મેહસંતાનથી ઉપજેલે દેહ-આત્માની ઐક્ય. દષ્ટિગ નષ્ટ બુદ્ધિરૂપ દષ્ટિરોગ દૂર થતાં ને દર્શનમોહને પડદો હટી જતાં, તક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યગ્ર દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગદષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એવો આત્મા છું. અન્ય કંઈ પણ પરમાણું માત્ર પણ હારું નથી.” (જુએ પૃ. ૬૮ ) . આ દશન–બોધને રત્નદીપકની ઉપમા બરાબર બંધ બેસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ રત્નદીપક પ્રકાશ પ્રકાશે છે, મોહ અંધકાર વિલય પામે છે, “મિટે તે મોહ અતિ દીપતે અંધાર. (૨) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હોતી નથી ને હે લાલ ચિત્રામણ ચળતું નથી, તેમ સમ્યગદર્શન રત્ન જ્યારે “અનુભવ -તેજે ઝળહળે છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, “ધૂમ કષાય ન રેખ” અને ચારિત્રરૂપ ચિત્રામણ ચળતું નથી. “ચરણ ચિત્રામણ નવિ ચળે છે લાલ.” (૩) રત્નદીપ બીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, “ પાત્ર કરે નહિં હેઠ,” તેમ આ સમ્યગદર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધોગતિને પામતું નથી. (૪) રત્નદીપ તે કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગદર્શન રત્નનું તેજ તે સૂયતેજથી છૂપાતું નથી. (૫) રત્નદીપનું
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy