SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૪). યોગદરિચયુરાય આશાતનામાં સર્વ સંતની આશાતના છે, ને એક સંતની પૂજામાં સર્વ સંતની પૂજના છે. અહીં જ નિદર્શન (દષ્ટાંત) કહે છે– निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥१४०॥ ચંદ્ર તણે પ્રતિક્ષેપ ને, ભેદ કલ્પના જેમ, હોય અસંગત અંધના, છદ્મસ્થના આ તેમ, ૧૪૦ અર્થ :- જેમ ચંદ્રને પ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ (કલ્પના) આંધળાઓને અસંગત-અયુક્ત છે, તેમજ અવને-છદ્રસ્થાને આ સર્વજ્ઞપ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ અસંગત-અસંયુક્ત છે. વિવેચન જેમ ચક્ષુવિકલ એવા આંધળાઓને ચંદ્રને પ્રતિક્ષેપ કરે, નિષેધ કર, તે નીતિથી અસંગત છે–અયુક્ત છે, અને ચંદ્રના ભેદની પરિકલ્પના કરવી તે પણ અયુક્ત છે; તેમજ છદ્મસ્થાને સર્વજ્ઞને પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદની પરિકલ્પના સર્વજ્ઞપ્રતિક્ષેપ કરવી અસંગત છે—અયુક્ત છે. અંધકારને દૂર કરનારા નિશાનાથ-ચંદ્ર અયુક્ત અધનું દૂર આકાશમાં રહ્યો સતે ચાંદની રેલાવી સમસ્ત જગતમાં પ્રકાશ દષ્ટાંત રેલાવે છે; છતાં ચક્ષુવિકલ આંધળા તેને દેખી શક્તા નથી. ચંદ્ર પ્રગટ છે, છતાં તે આ અંધજને “ચંદ્ર છેજ નહિં” એમ કહી વાંધો ઉઠાવે, તેને પ્રતિક્ષેપ કરે, તે તે બીલકુલ બેહૂદું છે, અણઘટતું છે, નીતિથી અસંગત છે. કારણ કે તેઓ પોતે જ દેખતા નથી, તે આ નથી એમ કેમ કહી શકે તેમ હાંધકારને હરનારા સર્વજ્ઞ-ચંદ્ર જ્ઞાન-ત્રના વિસ્તારી સમસ્ત વિશ્વ વસ્તુને પ્રકાશિત કરે છે, છતાં દૃષ્ટિવિકલ છવા તેને દેખી શકતા નથી; સર્વજ્ઞ પ્રગટ છે, છતાં જે આ અવદષ્ટિ છદ્મસ્થ, “સર્વજ્ઞ જ નથી” એમ કહી પ્રતિવાદ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે સર્વથા અયુક્ત છે, સન્યાયથી અસંગત છે, કારણ કે પોતે જ જે દેખતા નથી, તે આ નથી એમ કહેવાની ધૃષ્ટતા કેમ કરી શકે વારુ? તૃત્તિ-નિશાનાથપ્રતિઃ -ચંદ્રને પ્રતિક્ષેપ, ચાયનામ-જેમ અંધેરે, ચક્ષુવિને, અલંકારઃઅસંગત છે. નીતિથી અસંગત છે. રાજાઝ-અને તેના બે પરિકલ્પ, ચંદ્રના બે પરિકલ્પવક્રપણું, ચેરપણું વગેરે, તથૈવ-તેમજ, બાદશા-અવગુ દષ્ટિવાળાઓને, એટલે કે છાસ્થાને, બર્થઆ, સર્વ પ્રતિક્ષેપ, અને તેના ભેદને પરિક૫ અસંગત-અફક્ત છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy