SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૦) યોગદષ્ટિસમુરાય અને “નય’ શબ્દને પરમાર્થ પણ એ જ સૂચવે છે, કારણ કે “ની” ધાતુ ઉપરથી નય એટલે વસ્તુસ્વરૂપ અંશ પ્રત્યે દેરી જાય , અથવા “નાના સ્વભાવમાંથી વ્યાવૃત્ત કરી એક સ્વભાવમાં વસ્તુને દોરી જાય-પહોંચાડે તે નય;” અથવા “પ્રકૃત વસ્તુના અંશનું ગ્રહણ કરતે પણ તેના ઈતર-બીજા અંશને પ્રતિક્ષેપ– વિધ નહિં કરતે અધ્યવસાયવિશેષ તે નય. ” જે ઈતર અંશને અપલાપ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે નય નહિં, પણ દુર્નય+ અથવા નયાભાસ બને છે અથવા નય એટલે ન્યાય. નયરૂપ ન્યાયપદ્ધતિથી નિષ્પક્ષપાતપણે અનંતધર્માત્મક વસ્તુસ્વરૂપના અંશોનું અનુક્રમે પરીક્ષણતેલન થઈ શકે છે. અને “ઉપદેશ છે તે નન્ય છે,’ ‘વસો સો નામ', અર્થાત્ નયજન્ય ઉપદેશમાં નય પદને ઉપચાર થાય છે. કારણ કે ઉપદેશ પણ અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણથી થઈ શકે છે. એટલે ઉપદેશ છે તે પણ નય છે, અપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈલી’ રૂપ છે, માટે તે તે ત્રષિદેશનાને પણ નયસાપેક્ષ કહી તે યથાર્થ છે. આવી સાપેક્ષ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી–પરમાર્થથી સર્વજ્ઞદેશના જ છે, કારણ કે પરમ પ્રમાણભૂત સર્વજ્ઞવાણી જ પ્રત્યેક વસ્તુને-કેઈ નય ન દુભાય એમ-અનંત નય અપેક્ષાએ પરીક્ષે છે. સર્વ વાણીમાં નયવિહીન એવું કોઈ સૂત્ર રષિદેશનાનું કે અર્થ નથી,x પણ શ્રેતાને આશ્રીને નિયવિશારદ નય કહે-પ્રકાશે. ભૂલ સર્વજ્ઞદેશના એટલે પરમાર્થથી તે તે નય અપેક્ષાએ શ્રોતાવિશેષને આશ્રીને કરવામાં આવેલી સર્વ ઋષિદેશનાઓનું મૂલ ઉદ્ભવસ્થાન સર્વજ્ઞવાણી જ છે, એમ સ્વયંસિદ્ધ થાય છે. જેમ અનેક નદીઓનું મૂલ પ્રભવસ્થાન પર્વત છે, તેમ વિવિધ દેશના-સરિતાઓનું મૂલ જન્મસ્થાન સર્વજ્ઞવચન છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ સર્વજ્ઞવાણીને પરમ ભક્તિભાવાંજલિ અર્પતું ટકોત્કીર્ણ વચનામૃત છે કે અહે! તે સત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ ! અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! + “नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन्स्वभावे वस्तु नयति प्राप्नोतीति नयः।" "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः ।" –શ્રી યશવિજ્યજીકૃત નરહસ્ય. + “જે ન્તwówwwજુવાતે ચુસ્તતા દુર્નયાઃ” –શ્રી હરિભદ્રસુરિત પંચાશત. x “नथि नएहि विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि । । ગાયજ્ઞ ૩ લોયા ના નવવિલા કૂવા ” શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક સૂત્ર
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy