SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શાસયોગ (૨૩) આમ પ્રભુની આજ્ઞાને જ પ્રધાન માની, તેને શિરસાવંઘ ગણી માથે ચઢાવવી, એ જ ગ્ય છે, એમ આ આજ્ઞાપ્રધાની પુરુષ માને છે. અને આ આજ્ઞાપ્રધાન શ્રદ્ધા પણ કાંઈ જેવી તેવી વસ્તુ નથી, તે “સર્વસંપકરી’–સર્વ અર્થને સિદ્ધ કરનારી છે. તેમાં સ્વછંદને નાશ થાય છે, પરમ પુરુષનું પ્રબલ અવલંબન પ્રાપ્ત થાય છે, ઈત્યાદિ અનેક લાભ હોય છે. તેમજ તેમાં કાંઈ પરીક્ષાને અભાવ હોય છે એમ નથી, ગૌણપણે તે પણ યથાશક્તિ તેમાં હોય છે. જો કે પરીક્ષા પ્રધાનીની શ્રદ્ધા બળવત્તર હોય છે, પણ તેવી તથારૂપ પરીક્ષાનું સામર્થ્ય કાંઈ બધાયનું હેતું નથી. વિરલા સમર્થ ક્ષયે પશમવંત પુરુષે જ તે કરી શકે છે, અને તેઓ પણ આજ્ઞાનું અવલંબન છેડી દેતા નથી, ગૌણપણે તે માન્ય રાખી તે પ્રસિદ્ધ કરવા મથે છે એટલું જ. આ ગમે તે પ્રકારે પણ શાસ્ત્રીને સમ્યક તત્વપ્રતીતિવાળી (સંપ્રત્યયાત્મક) શ્રદ્ધા અવશ્ય હોય છે જ. અને આ હેવી પરમ આવશ્યક છે. કારણ કે જ્યાં સુધી તેવી શ્રદ્ધા ચાંટે નહિં, સાચી આસ્થા ઉપજે નહિં, આત્મામાં ન ભૂંસાય એવી “છાપ પડે નહિં, ત્યાં સુધી બધુંય જાણવું–કરવું “છાર પર લિપણ” જેવું થઈ પડે છે. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહ કિમ રહે? કિમ રહે? શુદ્ધ શ્રદ્ધા ન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણો તેહ જાણે. ધાર તલવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા.” –શ્રી આનંદઘનજી અને આ શ્રદ્ધા પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે“શ્રદ્ધા પરમ દુર્લભ છે. મનુષ્યપણું, કૃતિ, શ્રદ્ધા અને સંયમમાં વિર્ય—એ ચાર વાનાં પ્રાણીએને ઉત્તરોત્તર પરમ દુર્લભ છે.” સદ્ધાં પરમહુર્જા !” " चत्तारि परमंगाणि दुल्लहाणिह जंतुणे । માણુનત્ત ગુરૂ દ્ધા સંયમમિ વીરચં” –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આમાં શાસ્ત્રોગી પુરુષને ઐતિ અને શ્રદ્ધા તે પ્રાપ્ત થઈ ચૂક્યા છે, એ અત્રે “તીવ્ર મૃતબેધવાળ” અને “શ્રાદ્ધ” એ બે વિશેષણથી બતાવી દીધું. હવે સંયમમાં તેનું વીયઆત્મસામર્થ્ય કેવું ફુરે છે, તે બતાવવા માટે કહ્યું કે– યથાશક્તિ અપ્રમાદી–અને એ શ્રદ્ધાળુ હોવાથી જ આ શાસ્ત્રોગી અપ્રમાદી હોય છે. અસ્થિમજજાપર્યત હાડોહાડ વ્યાપી ગયેલી સાચી વજલેપ શ્રદ્ધા અપ્રમાદ હોય, તે પછી તે પ્રમાણે અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉમંગથી, અપ્રમાદથી એ તથારૂપ ક્રિયામાં પ્રવર્તે, એમાં શું નવાઈ ? કારણ કે–
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy