SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ४३ રૂપ હેઈ યથાર્થ ફલદાયિની નથી, તેમ ભક્તિ-ક્રિયા વગરનું જ્ઞાન પણ યથાર્થ ફલદાયિ થતું નથી. આમ આ ત્રણે યોગને સમન્વય છે. ૩. જ્ઞાન અને કર્મચાગ અને આ ઉપરથી “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે,” “જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ એ મહારહસ્યપૂર્ણ સૂત્ર પણ ચરિતાર્થ બને છે. અર્થાત્ જ્ઞાન એટલે મુખ્યપણે ભાવકૃતજ્ઞાન-શુદ્ધ આત્મજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવકિયા-ભાવચારિત્ર-આત્મચારિત્ર એ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. * જ્ઞાન અને ક્રિયા એ બને એક રથના બે ચક્ર જેવા છે; એમાંનું એક પણ ચક્ર ન હોય તે ધર્મ રથ ચાલે જ નહિં. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે ને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. દાવાનલ લાગ્યો હોય ત્યાં દેખતાં છતાં પાંગળો નષ્ટ થાય ને દોડતાં છતાં આંધળે નષ્ટ થાય; પણ પાંગળાને ખાંધે બેસાડી આંધળે જે તેના સૂચન મુજબ ચાલે, બને સહકાર કરી સમન્વય સાધે તે બન્ને બચી જાય. તેમ ભવ-દાવાનલમાંથી બચવા માટે સાધકે જ્ઞાન અને તદનુસારી ક્રિયા એ બનેને યથાયોગ્ય સમન્વય સાધવો જોઈએ. અત્રે જ્ઞાનનું સ્થાન પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂકયું તે એમ સૂચવે છે કે કિયા જ્ઞાનને અનુકૂલઅનુસરતી તાત્વિક સમજણવાળી હોવી જોઈએ, અને એટલા માટે જ ક્રિયાનું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે. પહેલું જ્ઞાન અને પછી દયા “પઢ ના તો વયા” એ મહાસૂત્રનું રહસ્ય પણ એ જ છે. દ્રવ્ય કૃતજ્ઞાન અને દ્રવ્યકિયાને પણ અત્રે એનું યથાયોગ્ય સ્થાન છે જ. કારણ કે જે દ્રવ્ય શ્રુતજ્ઞાન અને દ્રવ્ય કિયા ભાવની ઉત્પત્તિનું કારણ થાય તે પણ પરંપરાએ મેક્ષના કારણરૂપ થઈ પડે છે, પણ જે તથારૂપ ભાવનું કારણ ન થાય તે જ્ઞાન-કિયા તે મેક્ષપ્રત્યયી ફળ પર નિષ્ફળ જ છે. શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકશાસ્ત્રમાં દ્રવ્ય શબ્દના બે અર્થ પ્રદર્શિત કર્યા છે તે પરથી આ જ પરમાર્થ ફલિત થાય છે : (૧) એક તે દ્રવ્ય એટલે અપ્રધાન, તથારૂપ ભાવવિહીન. જેમકે-આચાર્યમાં હોવા ગ્ય શાસ્ત્રોક્ત ગુણથી રહિત હોય તે દ્રવ્યાચાર્ય કહેવાય, તેમજ ક્રિયાની બાબતમાં જોઈએ તે જે ક્રિયા યંત્રવત્ કિયાજડપણે, અનુપગપણે, કંઈ પણ ભાવકુરણારૂપ અંતભેદ વિના કરવામાં આવે છે, તે પણ અપ્રધાન દ્રવ્યનું ઉદાહરણ છે. (૨) દ્રવ્યને બીજો અર્થ ભાવજનન યેગ્યપણું છે, જે દ્રવ્ય ભાવનું કારણ થાય છે, જે દ્રવ્યથી ભાવ પ્રગટે છે, તે દ્રવ્યનો પ્રધાન એ બીજો પ્રકાર છે. ભાવને ઉત્પન્ન કરનારું એવું આ પ્રધાન દ્રવ્ય પ્રશસ્ત હેઈ અત્ર મેક્ષમાર્ગમાં પ્રસ્તુત છે. એટલા માટે જ પ્રધાનરૂપ દ્રવ્ય સ્તવન – x “फलं ज्ञानक्रियायोगे सर्वमेवोपपद्यते । તો જ તદુમવા માગૅન નાખ્યા છે” –શાસ્ત્રવાર્તાસમુચ્ચય.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy