SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. સદ્ગુરુભક્તિ અને શ્રુતભક્તિ એ ગમાર્ગ પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ-આરાધ્ય દેવ આદર્શ સ્થાને હોઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે, સદ્દગુરુ, મોક્ષમાર્ગરૂપ સન્માર્ગના પરમ સાધક સાધુચરિત પુરુષ સાક્ષાત જીવંત મૂર્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણાબેલ આપે છે અને તથારૂપ સદ્દગુરુના વિરહે અથવા તેમની આજ્ઞાએ સતુશાસ્ત્ર પણ પરમ આલંબનરૂપ બની આત્માથી અધિકારી સુપાત્ર જીવને પરમ ઉપકારી થાય છે. જીગની નિમલ ચિત્તભૂમિમાં રોપાયેલા આ ગબીજ સંવેગ-વૈરાગ્ય જલથી અભિસિંચિત થઈ, અનુક્રમે વિકાસ પામી અનુપમ મેક્ષફલ આપે છે. નહિં તે “મૂરું રાત્તિ ઝૂરો શા મૂળ ન હોય તે શાખા કયાંથી હોય ? બીજ વિના ઝાડ કેમ થાય? કારણ કે કોઈ પણ મકાન પાયા વિના ચણાય નહિં, પ્રથમ ભૂમિકા બંધાયા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિં, આ નિયમ છે. તેમ ગરૂપ મહા પ્રાસાદનું ચણતર પણ તેને આ મિત્રાદષ્ટિરૂપ પાયો ગબીજથી પૂરાયા વિના થાય નહિં, તેની આ “અભય અદ્વેષ અખેદ’વાળી સેવન કારણ પહેલી ભૂમિકા વિના ઉપલી ભૂમિકા બંધાય નહિ. જો આ ગરૂપ ભવ્ય પ્રાસાદ બાંધે હોય, તે સકલ જગત્ પ્રત્યે જ્યાં અનુપમ મૈત્રી વર્તે છે એવી મિત્રાદષ્ટિરૂપ તેનો મજબૂત પાયો નાંખવે જઈએ, અને તેમાં આ સભક્તિમય વેગબીજનું પૂરણ કરી વજલેપ દઢ પીઠિકાબંધ બાંધવે જોઈએ; તે જ પછી તેનું સાનુબંધ ચણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિ તે આકાશમાં અદ્ધર નિરાધાર-નિરવલંબ મકાન કેમ ઊભું થાય ? માટે અહે ! ભવ્યજનો ! મેક્ષના કામી એવા મુમુક્ષુઓ ! તમે પ્રથમ આ ગપ્રાસાદની ભક્તિરૂપ દઢ ભૂમિકા બાંધે, કે જેથી કરીને અનુબંધથી તે યોગરૂપ મહા દિવ્ય પ્રાસાનું સામે પાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તુસ્વરૂપની સિદ્ધિરૂપ “વાસ્તુ' કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરો ! -એમ જાણે આ ગબીજનું ઉદ્ધ ન કરતે આ શાસ્ત્રકર્તા મહર્ષિને દિગ્ય ધ્વનિ મુમુક્ષુ એને સપ્રેમ આહાન કરી રહ્યો છે ! આમ ભક્તિયોગ એ સર્વ યુગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ એ ત્રણે વાસ્તવિક રીતે વિરુદ્ધ કે વિભિન્ન નથી પણ એક જ ગના ત્રણ પાસા (Facets) છે, અને પરસ્પર ગાઢ સંબદ્ધ હોઈ એક બીજાના પૂરક અને સમર્થક છે; કારણ કે તાત્વિક સમજણપૂરક પરંતત્વની ભક્તિ તે ભક્તિયોગ, પર તત્વની ભક્તિપૂર્વક તાત્વિક સમજણથી મોક્ષ સાધક ધર્મક્રિયા-નિજ સ્વરૂપની સાધક એવી આત્મપરિણતિ મય અધ્યાત્મ કિયા તે કર્મવેગ, અને પરંતત્વને પરમ નિધાન જેમ ભક્તિથી હાયમાં ધારણ કરી તથારૂપ અધ્યાત્મક્રિયા યુક્ત પણે જ્ઞાનની-અનુભવયોગની અન્ય ઉપાસના તે જ્ઞાન. જ્ઞાન અર્થાત્ તાત્વિક સમજવું વગરની ભક્તિ-ક્રિયા જેમ અનુનષ્ઠાન
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy