SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ગદષ્ટિસમુચ્ચય ભીખ માંગતે ફરે છે ! વિષયતૃષ્ણ છીપાવવા માટે મૃગતૃષ્ણ પાછળ દોડે છે ! પણ પિતામાં જ રહેલી આત્માની અનંત અદ્ધિને તે ઉલંઘી જાય છે! “ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટપાત્ર; વિષયબુમુક્ષુ ભીખ માંગત, ભમે દિવસ ને રાત્ર.”—મનંદન (ડૉ. ભગવાનદાસ), તે દીન હોય છે. તે સદાય અકલ્યાણદશી, હંમેશાં ભૂંડું જ દેખનાર (Pessimistic) હોય છે. તે દીન, ગરીબડા, રાંક જેવો થઈ સદા અકલ્યાણ દેખે છે, બૂરૂં જ જુએ છે, નિરાશાવાદી જ હોય છે. હાય! આ મહારા આ દીન-મત્સવંત ઠીબડામાં રહેલું વિષય કદન્ન ચાલ્યું જશે તો? કેઈ ઉપાડી જશે તો? કઈ પડાવી લેશે તો? એમ ઇંદ્ર જેવા પુરુષ પ્રત્યે પણ સદા આશંકા રાખતે હોઈ તે બાપડ-બિચારો સર્વત્ર અકલ્યાણ-અમંગલ દેખતે ફરે છે; સર્વત્ર ભયદશી હોઈ, ભયાકુલ રહી, નિરંતર ફફડાટમાં રહ્યા કરે છે, અને હાથે કરીને દીન, લાચાર બિચારો, બાપડો, રાંક થઈને ફરે છે! કારણ કે કલ્યાણમૂત્તિ એવા સહજાન્મસ્વરૂપને તેને લક્ષ નથી. વળી આ ભવાભિનંદી જીવ મત્સરવંત-અદેખે હોય છે. એટલે તે પરની ગુણસંપત્તિ પ્રત્યે દ્વેષવાળો હોય છે. પારકાનું ભલું દેખી કે પારકાને ગુણ દેખી તેને મનમાં બળતરા થાય છે, આગ ઊઠે છે, પરસુખે તે દુઃખી થાય છે. કારણ કે તેને મન તુચ્છ સાંસારિક વિષયનું માહાભ્ય ભાસ્યું છે, તે સાંસારિક વિષયથી રીઝે છે; ને પિતાને પ્રાપ્ત ન થયેલા, પણ બીજાને પ્રાપ્ત એવા વિષયાદિ સુખ દેખી, અથવા પરના પ્રશસ્ત શુભ ગુણ દેખી, તેને મનમાં ઈર્ષ્યા ઉપજે છે કે-આ લઈ ગયે ને હું રહી ગયો. આવો પુણ્યષી ને ગુણષી તે હોય છે. તે ભયવાનું હોય છે. તે સદા ભયાકુલ રહ્યા કરે છે. આ લેક પરલેક સંબંધી ભય, વેદના ભય, અશરણુભય, અગુપ્તિભય, મૃત્યુભય, આદિ ભય તેને નિરંતર સતાવ્યા કરે છે, ડરાવ્યા કરે છે. હાય ! આ મહારું લૂંટાઈ જશે તે ! હાય ! ભયાન- મને વેદના આવી પડશે તે! હાય ! મહારું મૃત્યુ આવી પડશે તો! શઠ-અજ્ઞ ઈત્યાદિ પ્રકારે તે સદાય ભયથી ફફડતા રહે છે; કારણ કે પરમ નિર્ભય એવા શાશ્વત આત્મસ્વરૂપનું તેને ભાન નથી. તે શઠ એટલે માયાવી, કપટી હોય છે. જગતને છેતરવાને, જગતની આંખમાં ધૂળ નાંખવાને તે પ્રયાસ કરે છે. તેની મન-વચન-કાયાની એકતા હોતી નથી, મનમાં કાંઈ, વચનમાં કાંઈ અને વાર્તાનમાં કાંઈ-એમ તેના ત્રણે રોગની વંચતા હોય છે. તે પિતે દુર્ગણી છતાં સદ્દગુણ દેખાવાને ડેળ કરે છે, દંભ કરે છે ! તેની ચેષ્ટા દાંભિક
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy