SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ દીમદષ્ટિઃ ભવાભિનદીના લક્ષણ (૨૫) લુક લોભી દીન મત્સરી, શઠ તેમજ ભયવંત; ભવાભિનંદી અ ને, આરંભ અફળવંત. ૭૬. અર્થ –શુદ્ર, લેભી, દીન, મત્સરવત, ભયવાળે, શઠ, અજ્ઞાની એવો ભવાભિનંદી નિષ્ફલ આરંભથી સંયુક્ત હોય છે. વિવેચન સંસારમાં રાચનારે- રપએ રહેનાર ભવાભિનંદી જીવ કેવો હોય ? તેના મુખ્ય લક્ષણ અહીં સૂચવ્યા છે – તે શુદ્ર એટલે કે કૃપણ, પામર, તુચ્છ હોય છે, કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુ માનનારે હેઈ, તેના આદર્શો ને વિચારણાઓ પણ તુચ્છ, પામર, કંજૂસ જેવા અનુદાર ને છીછરા હોય છે, એટલે તે પોતે પણ તેવો પામર, ક્ષુદ્ર-લોભી તુચ્છ, ક્ષુદ્રવૃત્તિવાળ હોય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણિક સાંસારિક લાભથી તે મલકાઈ જાય છે, હર્ષાવેશમાં આવી કાકીડાની જેમ નાચવા કૂદવા મંડી જઈ પિતાની પામરતાનું પ્રદર્શન (Vanity fair) કરે છે! અને રખેને તે ચાલ્ય જશે એમ જાણી તેને કૃપણની જેમ સાચવી રાખવા મથે છે! પણ આત્માની અનંત ગુણસંપત્તિનું તેને ભાન પણ નથી ! તે લાભારતિ–લોભી હોય છે. તે સદાય લાભમાં રતિ-પ્રીતિવાળો હોય છે, એટલે કે મને લાભ સદાય મળ્યા કરે એવો તે લેભી-લાલચુ હોય છે. પાંચ મળે તે પચીશ, પચીશ મળે તે સ, સે મળે તો હજાર, હજાર મળે તો લાખ, લાખ મળે તે કોડ, ક્રોડ મળે તે અબજ, -એમ ઉત્તરોત્તર તેને લેભનું પ્રમાણ વધતું જાય છે. “દીનતાઈ હોય ત્યારે તે પટેલાઈ ઈચ્છે છે, પટેલાઈ મળે એટલે તે શેઠાઈ ઈચ્છે છે, શેઠાઈ મળે એટલે મંત્રિતાઈ ઈચ્છે છે, મંત્રિતાઈ મળે એટલે નૃપતાઈ (રાજાપણું) ઈચછે છે, નૃપતાઈ મળે એટલે દેવતાઈ ઈચ્છે છે, દેવતાઈ મળે એટલે ઈંદ્રતાઈ ઈચ્છે છે.” એમ તેના લેભને ભ નથી. જેમ લાભ વધે તેમ લેભ વધતું જાય છે. અને આવો લેભી-લાલચુ હોવાથી તે યાચાશીલ એટલે કે યાચના કરવાના સ્વભાવવાળે, માગણવૃત્તિવાળે ભીખારી હોય છે, કારણ કે સાંસારિક વિષયની ભૂખથી પીડાતે હેઈ, તે ભૂખ ભાંગવાને માટે-વિષય બુમુક્ષાને ટાળવાને માટે તે “નિપુણ્યક રંક' કરમાં ઘટપાત્ર લઈને દુ:ખીએ, (એટલે કે બીજાનું ભલું દેખીને દુ:ખી થનાર), મયવાન–ભયવાન , નિત્ય ભીત, સદી ડરનાર, કા:- શઠ, માયાવી, કપટી, મg:-અજ્ઞાની, મૂર્ખ, અજામિનની ભવાભિનંદી, સંસાર બહુમાની, સંસારને બહુ માનનારો, ચાર-એવા હોય તે, નિષ્કામાતા-નિષ્ફલ આરંભથી સંગત–સંયુક્ત હોય. સર્વત્ર અતવાભિનિવેશને લીધે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy