SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એવું કૌશલયુક્ત ગુપ્તપણુ-સંરક્ષણ કરવું, યતના-જાળવણી કરવી કે જેથી ઉપયોગસ્વરૂપ આત્મા સ્વરૂપને વિષે સ્થિર થાય, “સ્વરૂપગુપ્ત” થાય. હવે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તે મન-વચન-કાયાના રોગની કંઈ ને કંઈ પ્રવૃત્તિ થવાની જ. ત્યારે તે કેમ કરવી કે જેથી કરીને આત્મસ્થિરતાને બાધ ન આવે ? તે કે મન-વચન-કાયાના ગની પ્રવૃત્તિ કરવી પડે તે એવી સમ્યફ કરવી કે જેથી આત્માનું સ્વરૂપને વિષે સંયમન રહે. એવા એકાંત આત્મસંયમના હેતુથી જ મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ કરવી, અને તે પણ નિજ સ્વરૂપને નિરંતર લક્ષ રાખીને તથા આપ્ત પુરુષની આજ્ઞાને આધીનપણે જ,- આત્મસ્વરૂપ લક્ષ ચૂકીને કે સ્વચ્છેદે નહિં જ. આવી જે સંયમહેતુક મન-વચન-કાયાની સમ્યફ પ્રવૃત્તિ તેને “સમિતિ” એવું યથાર્થ નામ આપ્યું છે. એટલે કે યતનાથી ચાલવું, યતનાથી બોલવું, યતનાથી ઈચ્છવું, યતનાથી લેવું-મૂકવું, ચેતનાથી ઉત્સર્ગ કરે, તે ઇસમિતિ આદિ પાંચ સમિતિ પ્રસિદ્ધ છે. અને આવી જે સમ્યફ પ્રવૃત્તિ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાય અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય. “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વ દેહ પર્યત જે; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો...અપૂર્વ સંયમના હેતુથી યોગ પ્રવર્તાના, સ્વરૂપ લક્ષે જિઆજ્ઞા આધીન રે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. ....અપૂર્વ અવસર એ કયારે આવશે ?” –શ્રીમદ્ રાજચંદ્રજી. અને પરમાર્થથી વિચારીએ તે આત્માનું સ્વરૂપ વિષે સંવરથી સંવૃત થવું-ગુપ્ત થવું તે જ ગુપ્તિ, આત્માનું સ્વરૂપને વિષે વિચારવું તે ઈર્ષા સમિતિ, દેહાદિથી નિન એ હું આત્મા છું એ નિરંતર દષ્ટિસન્મુખ રાખી સાપેક્ષ પરમાર્થ સત સત્ય વચન ઉચ્ચારવું તે ભાષાસમિતિ, આત્મસ્વભાવ સિવાય અન્ય વસ્તુ ન ઈચ્છવી તે એષણા સમિતિ, સ્વભાવનું આદાન-ગ્રહણ કરવું અને વિભાવ-પરભાવને ત્યાગ કરવો તે આદાનનિક્ષેપ સમિતિ, અને આમ આત્માને સર્વથા શુદ્ધ સ્વભાવમાં પરિસ્થાપન કરી શુદ્ધ સ્વભાવસ્થિત આત્મવસ્તુને ઉત્સગ કરવ–આત્મસિદ્ધિ કરવી તે પારિષ્ઠાપનિકા અથવા ઉત્સગ સમિતિ. આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ મળીને “અષ્ટ પ્રવચન માતા કહેવાય છે, અને તે સમસ્ત ધર્મવ્યાપારમાં સાધારણ-વ્યાપક છે, એટલે શ્રી યશોવિજયજીએ કરેલ વ્યાખ્યા પ્રમાણે “સમાંતે ગુજરાધાળ ધર્મક વાપરવું યોગર્વ' એ ભેગનું ઉક્ત લક્ષણ સમ્યફ છે. * "त्या गाद ने बहेर्मूढः करोत्यध्यात्ममात्मवेत् । નાવ હેદરાને ન રહill નિg૩.મનામું -સમાધિશતક.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy