SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિઃ તપસ્વીનું વધતું જતું તેજ (૧૮૩) કરવામાં આવે, પોતાની શક્તિની મર્યાદા-ગજું ખ્યાલમાં રાખીને જ જ્ઞાનપૂર્વક કરવામાં આવે, તે જ તે કલ્યાણકારી થાય છે. બાકી ગજા ઉપરવટ થઈને યથાશક્તિ તપ મમતની ખાતર અથવા દેખાદેખીથી મહિના મહિનાના ઉપવાસ ખેંચ વામાં આવે, અથવા મનમાં માયાને રંગ રાખી અજ્ઞાનપણે માસખમણ વગેરે તપશ્ચર્યા કરવામાં આવે, તે પણ જન્મમરણ દુ:ખ ટળતું નથી. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે-અજ્ઞાનીઝ ક્રોડે વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતા નથી, તે જ્ઞાની એક શ્વાસે શ્વાસ માત્રમાં ક્ષીણ કરે છે. કેવલ કાયકલેશરૂપ તપ તે બાલ તપ છે, અજ્ઞાન તપ છે, માટે તપ જ્ઞાનપૂર્વક હોય તે જ કલ્યાણ થાય છે. કષ્ટ કરે સંયમ ધરે, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિં દુઃખને છે.”—સવાસો ગાથાનું સ્તવન દુર્બલ નગ્ન ને માસ ઉપવાસી, પણ જે માયા રંગ રે; તેપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજુ અંગ રે”—સા. 2. ગા. સ્ત. ખરેખરૂં મુખ્ય તપ તે આત્યંતર તપ છે. સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, વ્યુત્સર્ગ, વિનય, ને ધ્યાન એ અંતરંગ તપના છ પ્રકાર છે. તેના વળી અનેક ઉત્તર ભેદ છે. આ તપથી અંતરાત્માની શુદ્ધિ થતી જાય છે, કર્મમલ ગળાતો જાય છે, નિર્જરતે જાય છે. જેમ અગ્નિમાં તપાવવાથી સેનાનો મેલ ગળાઈ જઈ તે ચેખું થતું જાય છે, તેમ જ્ઞાનપૂર્વક તપથી આત્માનો અંદરને મેલ ગળાતે જઈ આત્મા ચેક બને છે. તપથી કલેશાદિ અશુચિના ક્ષયથી કાય-ઇન્દ્રિયની સિદ્ધિ થાય છે. “નિદ્રસિદ્ધિાશુક્રિયાન તપાઃ ” (પા. . ૨-૪૩). અને જેમ જેમ આ જ્ઞાનપૂર્વક તપનું અંતસ્તેજ વધતું જાય છે, તેમ તેમ આત્મા રવિ’ની જેમ પ્રતાપી તેજથી ઝળહળતો જાય છે. તે સાધીને તે “સેમ’ (ચંદ્ર જે સૌમ્ય-શીતલ) બને છે. એટલે તે મહાન “મંગલ” પંક્તિ પામે છે. તપસ્વીનું એટલે પછી તે “બુધ જનોના પ્રણામનું પાત્ર-“અત્ ” થાય છે, ને વધતું તેજ નિગ્રંથ જ્ઞાતા સિદ્ધિદાતા “ગુરુ” બને છે, અથવા તે પરિપૂર્ણ આત્મ વીર્યથી વિરાજતે “શુક” થાય છે, અને ત્યાં ત્રિગ-મન વચન કાયાના રોગ કેવળ મંદ (શનિ) થાય છે, ને પછી સ્વરૂપસિદ્ધિમાં વિચરી તે વિરામ પામે છે ! આ આ તપનો અપૂર્વ મહિમા છે. આ જ ભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં પિતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યો છે – x “अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् ।। અન્ત જ્ઞાનતાપુજતા નૈવ સંત –શ્રી યશોવિજયજીકૃત શ્રી અધ્યાત્મસાર
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy