SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ગદષ્ટિસમુચ્ચય માત્રા વધતી જાય છે. જેમ જેમ પંચ ઇંદ્રિયના વિષયમાંથી વિરામ પામતે જઈ પરતૃષ્ણાથી પરિતપ્ત થયેલ આત્મા પરતૃષ્ણા છોડતા જાય છે, તેમ તેમ તે આત્માથી પરિતૃપ્ત થઈ સંતેષજ આત્મશાંતિ અનુભવતા જાય છે. એટલે જ આ દૃષ્ટિવાળો મુમુક્ષુ જોગીજન જેમ બને તેમ ઇદ્રિયેની વિષયતૃષ્ણામાંથી * પાછો હઠી, આત્માધીન એવું સંતેષસુખ મેળવવા ઈરછે છે. “મુજ જ્ઞાયકતા પરરસી રે લાલ૦ પર તૃષ્ણાએ તખ્તરે; તે સમતા રસ અનુભવે રે લાલ૦ સુમતિ સેવન વ્યાપ્તરે.”—શ્રી દેવચંદ્રજી ૩. તપ-કર્મના ક્ષય અર્થે, નિર્જરા અર્થે જે તપવામાં આવે, તે તપ* છે. અથવા જે તપ-તેજવડે આત્માનું સ્વરૂપમાં પ્રતપવું અત્યંત પ્રતાપવંત હોવું, નિજ સ્વરૂપતેજે ઝળહળવું, તે “તપ” કહેવાય છે. જેમ આમ્ર-ફણસ વગેરે ફળ ગરમી વગેરેથી જલ્દી પાકે છે, તેમ કર્મ પણ તપ-અગ્નિના તાપથી શીધ્ર પાકીને નિજરે છે. આ તપના અનેક પ્રકાર છે, પણ તેમાં મુખ્ય બાર ભેદ છે,–ઉપવાસ, ઊણોદરી વગેરે છ બાહ્ય તપ છે, અને પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાય વગેરે છે અત્યંતર તપ છે. બાહ્ય તપ, અત્યંતર તપને ઉપકારી થાય છે, અનુકૂળતા કરી આપે છે, સહાયકારી કારણરૂપ થાય છે. કારણ કે જ્યારે ઉપવાસાદિ હોય છે, ત્યારે ઘણી બાહ્ય પંચાત મટી જાય છે, મન સ્વસ્થ રહે છે, પ્રમાદ થતો નથી, અને સ્વાધ્યાય-ભક્તિ આદિમાં પ્રવર્તાવાની અનુકૂળતા-અનુકૂળ તક મળે છે. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષયકષાયને ત્યાગ કરવો જોઈએ, ઉંઘવું–પાના રમવા વગેરે પ્રમાદ ન હોવો જોઈએ, આત્યંતર તપની વૃદ્ધિ ભણું નિરંતર લક્ષ રાખ જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ-પાસે વાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, તે જ તે ખરેખર “ઉપવાસ” કહી શકાય. નહિં તે લાંઘણું જ છે ! " कषायविषयाहारत्यागो यत्र विधीयते । ઉપવાસઃ સ વિશે જે સ્ટાનવં વિતુ: || 2 – શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ, ચત્ર: tધઃ શ્રષાવાળાં ત્રાણાને ગિનધ્ધ જી. જ્ઞાતદર્થ તત્તપ: સુદ્ધમાણે તુ જીરૂનમ ? –શ્રી અધ્યાત્મસાર, આમ બાહ્ય તપ, આત્યંતર તપને પુષ્ટિ આપે છે, તેના સાધનની નિરાકુલતા કરી આપે છે, તેથી તે કર્તાવ્યું છે જ,–પરંતુ કિયાજડપણે નહિં; પણ સમજણપૂર્વક-જ્ઞાન* “ચા સંતે રાત્રે #નિવ સર્વશઃ ફુદ્રિવાળાંદ્રિયર્થમ્યસ્તસ્ત્ર પ્રજ્ઞા પ્રતિષ્ટિતા –શ્રી ગીતા. * “પૂરું કર્મક્ષયાર્થ યાતે તત્ ત૫: ઋતY / ” “અરે વત્તાનાર : II – શ્રી અમૃતચંદ્રાચાર્યજી,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy