SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાષ્ટિ : બહુ ભાવમલ ક્ષીણુતા (૧૪૫) હોય તે પૂછવું જ શુ? અત્રે ભક્તિ ઉપર શાસ્ત્રકાર ભગવાને સૌથી વિશેષ ભાર મૂક્યો છે, કારણ કે પ્રારંભકને–શરૂઆત કરનારને માર્ગસન્મુખ કરવાને એ જ ભક્તિને શ્રેષ્ઠ ઉપાય છે. પ્રભુભક્તિ, સદ્ગુરુભક્તિ, ને મૃતભક્તિ એ યોગમાર્ગ મહિમા પામવાના મુખ્ય સાધન છે. કારણ કે પૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રભુ આદશ સ્થાને હાઈ, જીવને ઈષ્ટ લક્ષ્યનું નિરંતર ભાન કરાવે છે. સગુરુ, સન્માર્ગના પરમ સાધક સાધુપુરુષ સાક્ષાત્ જીવંતમૂર્તિ પ્રત્યક્ષ જીવતા જાગતા જોગી હેઈ, જીવને પરમ અવલંબનરૂપ થઈ પડી પ્રેરણબલ આપે છે. અને તેમના વિરહે અથવા તેમની આજ્ઞાએ સતશાસ્ત્ર પણ પરમ આલંબનરૂપ બની પરમ ઉપકારી થાય છે. એમ આ ગબીજનું ઉપાદાન-ગ્રહણ જેવા પ્રકારે ઉપજે છે, તેવા પ્રકારે કહી બતાવવા માટે કહે છે – एतद्भावमले क्षीणे प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो महत्कार्य न यत्क्चचित् । ३० ॥ ભાવમલ બહુ ક્ષીણ થયે, નરને આ ઉપજત; કાર્ય મહત ન કરે કદી, અવ્યક્ત ચેતનવંત, ૩૦ અર્થ-આ ગબીજ ગ્રહણ, ઘણો ઘણે ભાવમલ ક્ષીણ થઈ ગયે, મનુષ્યને ઉપજે છે, કારણ કે અવ્યક્ત ચેતનવાળો હોય, તે કદી પણ મહતું કાર્ય કરે નહિ. વિવેચન ઉપરમાં જે ગબીજ-શુદ્ધ દેવ-ગુરુની ભક્તિ વગેરે કહી દેખાડ્યા, તેનું ગ્રહણ ક્યારે થાય, તે અહીં બતાવ્યું છે જ્યારે આત્માને ભાવભલ, અદરને મેલ ઘણે ઘણો ક્ષીણ થયે હોય, છેવાઈ ગયું હોય ત્યારે આ યોગબીજનું ગ્રહણ-ચિત્ત બહુ ભાવમલ ભૂમિમાં પણ થાય છે,–નહિં કે થડે ક્ષીણ થયો હોય ત્યારે. તે તે પુદ્ગલક્ષીણુતા કમ વગેરે સાથે સંબંધની ગ્યતા તે સહજ એ “ભાવમલ’ કહેવાય છે. જીવની આ કર્મસંબંધ-ગ્યતા અનાદિ ને સ્વાભાવિક જ છે, અને કૃત્તિ:-uતત્—આ, હમણું જ કહ્યું તે યોગબીજનું ગ્રહણ, માલમછે-તે તે પુગલાદિના સંબંધની મતારૂપ લક્ષણવાળા ભાવમલ, ક્ષીણે-ક્ષીણ થયે; તે ચેડા નહિં પરંતુ, કમૂર્ત-પુષ્કળ, ઘણા પુગલપરાવર્તન .. આક્ષેપક એવો. કાન્તિ–ઉપજે છે, પ્રાદુર્ભાવ-પ્રગટપણું પામે છે, નૃા-નરેને, પુરુષોને, પ્રાયે એઓ અધિકારી છે, એટલા માટે નરનું ગ્રહણ છે, નહિં તે આ ચારે ગતિમાં હોય છે. ઘણે ભાવમલ ક્ષીણ થયે. –નહિં કે અલ્પ, એટલા માટે કહ્યું જાયચજૈતન્ય:-ચંતન્ય અવ્યક્ત છે એ હિતાહિત વિવેકશૂન્ય બાવા કરે, ૪-નહિં, મન અર્ચ–મહત કાર્ય, અર્થાનુષ્ઠાન આદિ મોટું કામ, ચ7 વિજ્ઞ-કારણ કે કવચિત; પરંતુ વ્યક્ત ચૈતન્યવાળા જ કરે છે,-કે જ્યારે આને (ઘણું ભાવમલને) ક્ષય અભિમત છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy