SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય “તુજ દરિસણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે; સુહૂમ નિમેદ ભવે વચ્ચે, પુદ્ગલ પરિઅટ્ટ અનંત* રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે”—શ્રી દેવચંદ્રજી “એમ અનેક થલ જાણીએ....સખી! દેખણ દે ! ચતુર ન ચઢિયે હાથ રે. સખી.”–શ્રી આનંદઘનજી આમ પુદ્ગલાવત્ત કરતાં કરતાં તથાભવ્યત્વના પાકથી કંઈ જીવને ગણત્રીમાં આવે તેમ કેટલાક બાકી રહે છે, અને તે કેટલાકમાં પણ જે છેલ્લે પરાવર્તા–ફરે છે, તે ચરમ પુદગલાવ કહેવાય છે. અને આ છેલ્લા પરાવર્તનું કારણ પણ તથાભવ્યત્વને પરિપાક, તેવા તેવા પ્રકારની ભવ્યપરિણતિને પરિપાક છે, એટલે કે જ્યારે જીવમાં તથા પ્રકારની ભવ્યતા પાકે, તેવા પ્રકારની યેગ્યતા-પાત્રતા પરિપકવ થાય, ત્યારે મિથ્યાત્વરૂપ વિષની કડવાશ દૂર થાય અને કંઈક માધુર્યની મીઠાશની સિદ્ધિ સાંપડે. કહ્યું છે કે – " योग्यता चेह विज्ञेया बीजसिद्धयाद्यपेक्षया । અાત્મનઃ સજ્ઞા ત્રિા તથમવ્યમયતઃ !”—શ્રી ગબિન્દુ, ૨૭૮ અર્થ–બીજસિદ્ધિ વગેરેની અપેક્ષાએ આત્માની જે સહજ એવી નાના પ્રકારની ગ્યતા, તે તથાભવ્યત્વ કહેવાય છે. જીવન તેવા તેવા પ્રકારની ગ્યતા તેનું નામ તથાભવ્યત્વ. આમ તેવી યોગ્યતાના-તથાભવ્યતાના પાકથી જ્યારે છેલ્લો પુદ્ગલપરાવર્ત વત્ત તે હોય, ત્યારે જિન પ્રત્યે આ સંશુદ્ધ ચિત્ત આદિ પ્રાપ્ત થાય, એ નિયમ છે. તે સિવાયના બીજા સમયે, તેની પૂર્વે કે તેની પાછળ, આ સંશુદ્ધ ચિત્તાદિ ન હોય. કારણ કે તેની પૂર્વે ક્લિષ્ટ આશય હોય છે, અને તેની પાછળમાં વધારે વિશુદ્ધ આશય હોય છે, એમ કેગના જાણકારોનું કથન છે. યથાયોગ્ય યોગ્યતા–પાત્રતા વિના કેઈ કાર્ય બનવું સંભવતું નથી. એટલે જ્યાં લગી જીવમાં તેવા પ્રકારની તથારૂપ યોગ્યતા-પાત્રતા ન આવી હોય, ત્યાંલગી જીવને ગુણની પ્રાપ્તિ થવી શક્ય નથી. પ્રભુભક્તિ વગેરે ઉત્તમ ગબીજની પ્રાપ્તિ થવી, એ કાંઈ જેવી તેવી કે નાનીસૂની વાત નથી, પણ જીવના મોટા ભાગ્યની વાત છે. એ ભાગ્યદય તે જીવને જ્યારે છેલ્લો ભવ–ફેરે હોય, ત્યારે સાંપડે છે, કારણ કે ત્યારે જીવની તથા પ્રકારની ભવ્યતા-યેગ્યતા પરિપકવ થાય છે, એટલે મિથ્યાત્વરૂપ ઝેરની કડવાશનું પ્રમાણ ઓછું થાય છે, અને પરિણામની કંઈક મીઠાશ નીપજે છે, જેથી કરીને પ્રભુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ કુરે છે. * " अनादिरेष संसारो नानागतिसमाश्रयः। પુત્ાાનાં પરાવર્તા બત્રાનમ્નાસ્તથા જતાઃ |–શ્રી ગબિન્દુ, ૭૪.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy