SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ અરસાવત્તતથાભવ્યત્વપાક (૧૧૫) જ્યારે આ હોય છે, તેને સમય કથવા માટે કહે છે – चरमे पुद्गलावर्ते तथाभव्यत्वपाकतः । संशुद्धमेतनियमानान्यदापीति तद्विदः ॥२४॥ ચરમાવર્ત વિષે થયે, તથાભવ્યતા પાક; સંશુદ્ધ એહ–ને અન્યદા, તજની એ વાક, ૨૪ અર્થ:–તથાભવ્યત્વના પાક થકી, છેલ્લા પુદ્ગલાવત્તમાં, આ (કુશલ ચિત્તાદિ) નિયમથી સંશુદ્ધ હોય છે,–નહિ કે અન્ય વખતે પણ,-એમ તેના જાણકારો કહે છે. વિવેચન ઉપરમાં જે જિન પ્રત્યે સંશુદ્ધ કુશલ ચિત્ત વગેરે ગબીજ કહ્યું, તે ક્યારે નીપજે છે, તેને સમય અહી બતાવ્યો છે. એ સંશુદ્ધ ચિત્ત આદિ ચરમ-છેલ્લા પુદ્ગલપરાવર્તામાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે – જ્યારે જીવથી ગ્રહણ-ત્યાગવડે, લેવા-મૂકવાવડે કરીને, લેકમાં રહેલા સમસ્ત પુદ્ગલે એક વાર સ્પર્શાઈ ચૂકે છે, ભગવાઈ જાય છે, ત્યારે એક પુદગલપરાવરૂ થયું કહેવાય છે. પુદ્ગલપરાવર્ત એટલે પુગલને ફેર–ચકા (Revolution of Pudgala cycle). આમ એક પુદ્ગલપરાવર્તામાં અનંત દુઃખથી ભરેલા એવા અસંખ્ય જન્મમરણ થઈ ચૂકે છે, અને આ અનાદિ સંસારમાં જુદી જુદી ગતિમાં પરિભ્રમણ કરતાં, ચકભ્રમણ ન્યાયે, આ જીવે એવા અનંત પુગલપરાવત્ત વ્યતીત કર્યા છે. કહ્યું છે કે – જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ વૃત્તિ – પુદ્રઢાવે–ચરમ એટલે છેલ્લા પુદ્ગલાવત્ત માં. તેવા પ્રકારે તેના તેના પ્રહણ-ત્યાગથી પદગલાવતો (પુદગલના ફેરા) હોય છે. અને “uતે વાના સંકેતથામચલ્લાસિતાઃ વાસ્થનિરિકચાઇનિઝ _આ અનાદિ સંસારમાં તથાભવ્યતવથી આક્ષિપ્ત થયેલા આ પુદગલાવતો કાઈને કેટલાક હોય છે,” એવા વચનના પ્રામાણ્યથી. ચરમ પદમાં ચરમાવર્તાનું નામ ઘટે છે. અત્રે પણ કારણું કહ્યું –તથા મથવાત – તથાભવ્યત્વના પાકથી. એટલે તેમાંથી મિથ્યાત્વરૂપ કટુતાની નિવૃત્તિથી (કડવાશ દૂર થતાં) જરાક માધુર્યની સિદ્ધિ થાય છે તેથી કરીને, સંદ્ધનેતા-સંશુદ્ધ એવું આ,-જિને પ્રત્યે કુશલ ચિત્ત આદિક-હોય છે. રિભાત-નિયમથી તથા પ્રકારે કમેન તથાભવ્યવપાકના ભાવે કરીને;–અન્ય સમયે સંશુદ્ધની જેમ, અત્રે , અસંશની અનપંપત્તિને લીધે. (એટલે કે બીજે વખતે જેમ સંશુદ્ધ ન ઘટે, તેમ અહીં ચરમાવર્તામાં અસંશદ્ધ ન ઘટે; સંશદ્ધ જ ઘટે.) એટલા માટે જ કહ્યું-નાન્ય વિનહિ કે અન્ય કાળે પણ-પૂર્વ કે પછી પણ નહિં. કારણ કે પૂર્વ કિલષ્ટ આશયને અને પછી વિશુદ્ધતર આશયને યોગ હોય છે. રૂત્તિ તતિ -એમ તેના જ્ઞાતાઓ તજજ્ઞો કહે છે, યોગવેત્તાઓ કહે છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy