SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રા દષ્ટિ : અહિંસાની મીમાંસા (૧૦૫) જૈન દર્શનમાં પણ આ અહિંસાદિનો ઘણે સૂક્ષમ તાવિક વિવેક કરવામાં આવ્યો છે, અને તેની આ વ્યાખ્યા કરી છે –(૧) પ્રમત્ત યેગથી પ્રાણનું વ્યપરોપણ (હરવું) તે હિંસા. (૨) અસત્ કથન તે અમૃત-અસત્ય, અસત્ એટલે સભાવજન દર્શનાનુ- પ્રતિષેધ, અર્થાન્તર અને ગ. ૪. સદ્દભાવપ્રતિષેધ એટલે સદ્ભૂતસાર વ્યાખ્યા નિવ, સત્ વસ્તુ છુપાવવી–ળવવી તે; અથવા અભૂતઉભાવન, અસભૂત વસ્તુનું ઉદ્ભાવન કરવું. અર્થાત્ સત્ ”ને અસત્ કહેવું અસત્ ને સત્ કહેવું તે સદ્ભાવ પ્રતિષેધ. વ. એકને બદલે બીજી વસ્તુ કહેવી તે અર્થાન્તર. ૪. ગહ એટલે હિંસા, પારુષ્ય (કઠોરતા), પશુન્ય આદિથી યુક્ત વચન ભલે સત્ય હોય છતાં ગહિંત-નિંદ્ય હોઈ અસત્ય જ છે. (૩) અદત્તાદાન તે સ્તેય, અર્થાત ચેરીની બુદ્ધિથી પારકી અણદીધેલી તૃણદિ વસ્તુનું પણ આદાન-ગ્રહણ કરવું તે તેય. (૪) મૈથુન તે અબ્રહ્મચર્ય. (૫) મૂચ્છ (મમત્વબુદ્ધિ) તે પરિગ્રહ, ચેતન કે અચેતન એવા બાહ્ય-અત્યંતર દ્રવ્યોમાં મૂચ્છ તે પરિગ્રહ. “મૂછ પરિપ્રદુઃ”. આવા આ હિંસા, અમૃત, સ્તેય, અબ્રહ્મ ને પરિગ્રહમાંથી મન-વચન-કાયાથી વિરતિ તે વ્રત. “દિક્ષાગૃતતૈયાત્રHપરિકો વિરત્તિચૈતન” (ત. સૂ.) આ વિરતિ ( વિમવું તે) દેશથી હોય કે સર્વથી હોય; દેશવિરતિ તે અણુવ્રત અને સર્વવિરતિ તે મહાવ્રત. આ એકેક વ્રતની સ્થિરતા અથે પાંચ પાંચ ભાવના કહી છે. આ અહિંસાદિ વ્રત ધરનારે પુરુષ મનથી, વચનથી કે કાયાથી હિંસાદિ કરે નહિં, કરાવે નહિં કે અનુમોદે નહિં; અને તે નિઃશલ્ય હોય. “નિરાલ્યો ગ્રતી” (ત. સૂ), અર્થાત્ માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્યથી રહિત હોય, નિર્દભી, નિષ્કામી અને સમકિતી હોય. (અને એટલા માટે જ આ વ્રતને સમ્યકત્વમૂલ કહ્યા છે, એના મૂલ આધારભૂત (Basis) સમ્યકત્વ હોય તે જ એનું ખરેખરું વ્રતપણું ઘટે છે.) આ એકેક વ્યાખ્યા કેવી પરમ અર્થગંભીર છે, તેના ઉદાહરણરૂપે અહિંસાની વ્યાખ્યાની મીમાંસા કરીએઃ “ઘમત્તયોના કાળચરોપm fહંસા ! –શ્રી તત્ત્વાર્થસૂત્ર પ્રમત્ત યોગથી પ્રાણનું વ્યપરોપણ-હરવું તે હિસા. એમ તેની સર્વગ્રાહી વિશાલ વ્યાખ્યા છે. પ્રમત્ત=રાગ, દ્વેષ, કષાયાદિ પ્રમાદથી યુક્ત, ગ=મન, વચન, કાયાના વ્યાપાર, પ્રાણ દ્રવ્યપ્રાણ કે ભાવપ્રાણ,–પિતાના કે પરના. પાંચ ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, અહિંસાની મનબલ, વચનબલ, કાયબલ ને આયુ એ દશ દ્રવ્યપ્રાણ છે. જ્ઞાન, દર્શન મીમાંસા આદિ આત્મગુણ તે ભાવપ્રાણ છે. એટલે પ્રમાદ વશે કરીને મન-વચન કાયાના વેગથી, પિતાના કે પરના દ્રવ્યપ્રાણનું કે ભાવપ્રાણનું હરવું, તેનું નામ હિંસા છે. દ્રવ્યપ્રાણુનું હરવું તે દ્રવ્ય હિંસા ને ભાવપ્રાણુનું હરવું તે ભાવહિંસા છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy