SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદૃષ્ટિનુ” સામાન્ય કથન : ચેગના આઠ ગુણુ (૮૭) અથવા ખીજી રીતે અધ્યાત્મ પરિભાષામાં આ દોષ ઘટાવીએ તે-(૧) આત્મતત્ત્વની સાધનામાં જીવની દૃઢતા ન રહે–ખેદ ઉપજે, (૨) તે સાધનામાં ઉદ્વેગ-અણુગમા આવે, (૩) એટલે ચિત્તવિક્ષેપ પામી પરવસ્તુમાં-પરભાવમાં દોડયા કરે, ઉધામા નાખે, (૪) અને આત્મભાવમાંથી ઉઠી જાય ( ઉત્થાન ), (૫) એટલે પછી ભ્રાંતિ-વિપર્યાસ પામી ચારે કાર પરભાવમાં ભમ્યા કરે, (૬) ને એમ કરતાં તેમાં આનંદ પામે-રમણતા અનુભવે (અન્યમુદ્), (૭) એટલે રાગ-દ્વેષ-મેહરૂપ ત્રિદેષ-સન્નિપાત (રાગ) લાગુ પડે, (૮) અને પરવસ્તુમાં– પરભાવમાં આસ`ગે-આસક્તિ ઉપજે, ઇત્યાદિ પ્રકારે આની યથામતિ ઘટના કરી શકાય છે અને આ દોષ દૂર થવાનેા ક્રમ પણ પરસ્પર સંકળાયેા છે, તે આ પ્રમાણે — (૧) ધર્મક્રિયામાં પ્રથમ તા મનની દૃઢતા રહે, ખેદ ન થાય, (ર) તે ઉદ્વેગ–અણુ ગમે ન ઉપજે, વેઠરૂપ ન લાગે; (૩) એટલે વિક્ષેપ ન ઉપજે, (૪) અને ચિત્ત તેમાંથી ઊઠી ન જાય; (૫) એટલે ચારે કેર ભમે નહિ, (૬) અને અન્ય સ્થળે આનંદને પ્રસંગ અને નહિં; (૭) એટલે પછી ક્રિયાને રોગ લાગુ પડે નહિં, (૮) અને અમુક સ્થળે આસક્તિ-માસ ગા પશુ ઉપજે નહિ . -~; આઠ ગુણનું સ્વરૂપ — ૧. અદ્વેષ—દ્વેષ ન હેાવા તે અદ્વેષ, સત્ તત્ત્વ પ્રત્યે દ્વેષ-મત્સરના અભાવ એ પ્રથમ ગુણ છે, સન્માર્ગ શ્રેણીનું પ્રથમ પગથિયુ છે, પ્રથમ ભૂમિકા છે. સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. દ્વેષ અરાચક ભાવ.”—અવધૂત શ્રી આન ધનજી "" " આમ સત્ ' પ્રત્યે અરુચિભાવ–અણગમા તે દ્વેષ, અને તેવી અરુચિને-અણુગમાને અભાવ તે અદ્વેષ. આ નકારાત્મક (Negative) પણ ગુણ છે. તે ઉપજે તા પછી— ૨. જિજ્ઞાસા-સત્ તત્ત્વને જાણવાની અંતરંગ ઇચ્છા, ઉત્ક’ઢા, તાલાવેલી, તમન્ના ઉપજે એટલે પછી ૩. શુશ્રૂષા—તત્ત્વને સાંભળવાની ઉત્કટ ઇચ્છા પ્રગટે, એટલે પછી ૪. શ્રવણ—સત્તત્ત્વને સાંભળવાનું અને. એટલે પછી— ૫. બાધતત્ત્વને ખેાધ-જ્ઞાન થાય, ઉપદેશ લાગે-ચાંટે, પ્રતિબેધ પામે-બૂઝે. એટલે પછી— ૬. મીમાંસા—થયેલા તત્ત્વમેાધનુ' મીમાંસન-સૂમ વિચારણા-ચિંતન-ઊડાપેાહ થાય. હેય, ઉપાદેય આદિને સૂક્ષ્મ વિવેક પ્રગટે. એટલે પછી— ૭. પ્રતિપત્તિ—આદેય તત્ત્વનું અવગાઢ ગ્રહણુ–અંગીકરણ થાય, અતરાત્માથી તત્ત્વ વિનિશ્ચયરૂપ માન્યપણું થાય, અનુભવન થાય. એટલે પછી—
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy