SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ અવિનાશી ચૈતન્ય સ્વરૂપ “આત્મા” નામની વસ્તુ છે, અને તેને તેનાથી અન્ય (તદન્ય) એવી જડ વસ્તુના સાગથી જ આ ભવપરિભ્રમણ દુઃખ સાંપડયું છે. તે કર્મનામક અન્ય વસ્તુના સગને વિયેગ થાય તે જ આ આત્મા પરિભ્રમણ દુ:ખથી છૂટે; દુખધામ કર્મપારતંગ્યરૂપ બંધથી મુક્ત થઈ સુખધામ આત્મસ્વાતંત્ર્યરૂપ મુક્તિ પામે. કનકો પલવત પડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય...પદ્મપ્રભ.” શ્રી આનંદઘનજી. અત્રે સહજ પ્રશ્ન થ સંભવે છે કે આત્મા ચેતન છે અને કર્મ જડ છે, ચેતનના પરિણામ ચેતન હોય અને જડના પરિણામ જડ હોય. આમ આ બન્ને વસ્તુ ભિન્ન છે, તે પછી આ બેને સંયોગ–બંધ કેમ ઘટે? અને તે બંધની વ્યવસ્થા કેવા પ્રકારે ? તેનું સમાધાન એ છે કે-કર્મસંબંધને અનુકૂળ એવી આત્માની પરિણતિરૂપ કર્મસંબંધચોગ્યતાથી જ તેવા પ્રકારે બંધ ઘટે છે, તેવા પ્રકારની યોગ્યતા સિવાય ઘટતો નથી. આત્માની આ કમસંબંધ ગ્યતાને “માલ”-ભાવમલ* કહે છે. આત્માના શુદ્ધ સ્વભાવનું મલન–વિષ્કભન કરે છે, મલિનપણું કરે છે, એટલા માટે જ આ “માલ” કહેવાય છે. “મઢનાર્ મ ર ” આ મલ આત્માને સ્વભાવભૂત હોઈ અનાદિ છે, એટલે તજજન્ય કર્મબંધ પણ અનાદિ છે,-અતીતકાલની ક્ષણ અપરા૫ર ક્રમે પ્રવાહાપેક્ષાએ અનાદિ છે તેમ. (જુઓ ગબિન્દુ). અને આ પરથી બંધની તાવિક વ્યવસ્થા પણ અવિકલપણે ઘટે છે, કારણ કે પરભાવ પ્રત્યે આત્માની રુચિયુક્ત પરિણતિ-રમણતા એ જ ભાવમલનું સ્વરૂપ છે. આમ આ - ભાવમલ આત્માના પરિણામરૂપ હોઈ ભાવકમ છે. એટલે આત્મા આ બંધની તાવિક ભાવકને પરિણામ-પરિણામી ભાવે કર્તા છે. આ ચેતનરૂપ ભાવકર્મના વ્યવસ્થા નિમિત્તે જડ એવું પુદ્ગલ દ્રવ્ય જીવવીયની કુરણું ગ્રહણ કરી સ્વયં જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. શ્રી આત્મસિદ્ધિમાં કહ્યા પ્રમાણે “ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની કુરણા, ગ્રહણ કરે * (૧) આ આત્માને જન અને વેદાંતી “પુરુષ' નામે ઓળખે છે, બૌદ્ધ તેને “જ્ઞાન” કહે છે, અને સાંખ્ય “ક્ષેત્રવિદ્' કહે છે. (૨) તદન્ય-તે આમાથી અન્ય એવી વસ્તુને જૈન “કમ'' કહે છે, બૌદ્ધ અને વેદાંતી “અવિદ્યા' કહે છે, અને સાંખ્ય “પ્રકૃતિ' કહે છે. (૩) અને તેના સંગને જેને “બંધ” નામ આપ્યું છે, બૌદ્ધ અને વેદાંતીએ “ભ્રાંતિ” નામ આપ્યું છે, અને સાંખે “પ્રવૃત્તિ” નામ આપ્યું છે. (૪) આ કર્મસંબંધ યોગ્યતારૂપ ભાવમલને સાંખ્યો “દિક્ષા’–પ્રકૃતિવિકરાને દેખવાની ઈચ્છા કહે છે, શો “ભવબીજ' કહે છે, વેદાંતીઓ ભ્રાંતિરૂપ “અવિદ્યા' કહે છે, સૌમતે અનાદિ ક્લેશરૂપ “વાસના કહે છે. આમ દર્શનભેદે પરિભાષારૂપ નામભેદ છતાં વસ્તુ મેદ નથી. આ સર્વ દશનસંમત વસ્તુતત્વ છે. “ આત્મા તન્યથાસંeft તદ્રિયોra: I a gવ મુ ઘણી જ વસ્ત્રામાડ્યાચોરzથા . (જુઓ શ્રી હરિભદ્રસૂરિકૃત ગબિન્દુ)
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy