SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮] શ્રી આનંદઘન વીશી પુગળો ભરેલાં છે, તેને પરિણમા એટલે પ્રત્યેક વર્ગણારૂપે દરેક પુગળ–પરમાણુ પરિણુમાવે ત્યારે દ્રવ્યથી બાદર પુદ્ગીપરાવર્ત થાય છે. એ જ પુગળ-પરમાણુને પ્રથમ દારિક વણારૂપે ભેગવે, ત્યાર પછી અનુક્રમે વૈકિય વણારૂપે ભોગવે, યાવતુ મનોવર્ગણ રૂપે ભગવે, તેમાં એક પરમાણુને ઔદારિક તરીકે ભગવ્યા પછી વચ્ચે કિયાદિરૂપે ગમેતેટલી વાર ભોગવે તે ન ગણાય. એવી રીતે અનુક્રમે સાત વર્ગણારૂપે સર્વ પુગળ ભગવાય ત્યારે દ્રવ્યથી સૂમ પુદગીપરાવર્ત થાય. કાકાશના અસંખ્ય પ્રદેશ છે. પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શવામાં આવે ત્યારે ક્ષેત્રથી બાદર પુદગળ પરાવત થાય અને કાકાશના પ્રત્યેક પ્રદેશને અનુકમે એક પછી એકને મરણથી સ્પશે ત્યારે ક્ષેત્રથી સૂમ પુદગળપરાવત થાય આ ક્ષેત્રથી સૂક્રમ પુદ્ગળ પરાવર્તામાં કોઈ પણ એક પ્રદેશે મરણ થયા પછી તેના અનંતર પ્રદેશે મરણ થાય તે જ પ્રદેશ ગણવે; બાકી અન્ય પ્રદેશોએ વચ્ચે વખતમાં ગમે તેટલાં મરણ થાય તે ગણવામાં નહિ. ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વે સમયે આડાઅવળા મરણથી સ્પશે ત્યારે કાળથી બાદર પુગળપરાવર્ત થાય, અને ઉપર બતાવેલી રીત પ્રમાણે કાળચકના સમયને મરણ વડે અનુક્રમે સ્પશે ત્યારે કાળથી સૂર્મ પુદગળપરાવર્ત થાય. આ પછવાડેની ગણતરીમાં ઉત્સર્પિણીમાં પ્રથમ સમયે કાળ કર્યા પછી તેની પછીના બીજા સમયે બીજી કઈ પણ ઉત્સપિણીમાં કાળ કરે તે જ ગણતરીમાં આવે; બાકીના વચ્ચેના મરણ સમયે ગણાતા નથી. કષાયથી અધ્યવસાય થાય અને તેને લઈને કર્મ બંધ થાય. કષાય મંદ, મંદતર, તીવ્ર, તીવ્રતર હોય તે પ્રમાણે કર્મબંધ બહ તરતમતા થાય છે. કષાયની મંદતા-તીવ્રતાનાં અસંખ્ય સ્થાને હોય છે, એટલે અનુબંધસ્થાન અસંખ્ય છે. વાસના વિવિધ પ્રકારની છે અને તેટલાં અનુબંધસ્થાન થાય છે, એટલે અનુબંધસ્થાન અસંખ્ય છે. એ સર્વ અનુબંધસ્થાનક આગળ-પાછળ મરણ વડે ફરસીને પૂરાં કરે ત્યારે ભાવથી બાદર પુપિરાવત થાય. અને પ્રથમ અલ્પ કષાયદયના અધ્યવસાયે મરણ પામે, ત્યાર પછીના અનંતર રહેલા અધ્યવસાયસ્થાનને મરણ પ્રાપ્ત કરે તેને જ ગણવાને, બાકીનાં બીજા અધ્યવસાયસ્થાને ગણવાં નહિ. એ રીતે અનુકમે સર્વ અધ્યવસાયસ્થાનોને મરણથી સ્પશે ત્યારે ભાવથી સૂક્ષ્મ પુદગળપરાવત થાય. આવાં અંનત પુગળપરાવર્તે પ્રાણીએ કર્યા છે. સંસારમાં એણે એટલાં પુગળપરાવર્તો કર્યા છે કે એને ગણતરીએ તે પાર આવે તેમ નથી. આવી રીતે અથડાતાં-કુટાતાં પ્રાણી સંસારમાં રખડતે આવ્યા છે. એણે પાર વગરનાં અનંત પુદ્ગળપરાવર્તે અત્યાર સુધીમાં કરી નાખ્યાં છે. શાસ્ત્રકાર તે ત્યાં સુધી કહી છે કે ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અંગે બાદર પરાવર્તો બતાવ્યાં છે, તે તે માત્ર સમજવા ખાતર જણાવ્યાં છે, બાકી પ્રાણીઓ જે અનંત પુગળપરાવર્તો કર્યા એમ જણાવ્યું તે તે સૂક્ષ્મ સમજવાં. હવે જરા વિચાર કરીએ. દશ કડાકોડી સાગરોપમને કાળ જાય ત્યારે એક ઉત્સર્પિણી થાય. તેના એક પ્રથમ સમયે મરણ થાય ત્યાર પછી બીજી ઉત્સર્પિણીમાં બીજે જ સમયે
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy