SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] શ્રી આનંદઘનચાવીશી તેથી, સાપેક્ષ દૃષ્ટિએ, સં યાગનું ઉપયાગીપણું સ્વીકારાયેલું છે. સાધ્યનુ સ્પષ્ટપણું નિણી ત હાય તા તઘોગ્ય વાતાવરણ કે ભૂમિકા જમાવવાને અંગે યાગની ઉપયાગતા છે; એમાં વિરોધ કે વિસંગતપણું... હોઈ શકે નહિ. એ ચાવી જે સમજી જાય તે ક્રિયામાના મતભેદ્રથી ગભરાઈ જાય નહિ કે મતભેદને કારણે વિતડામાં પડી જાય નહિ. આપણે ભૂમિકાશુદ્ધિનાં યેગીરાજે બતાવેલાં સેવનકારરૂપે ખાસ આવશ્યક ગણાતાં ત્રણે વિશેષણા વિચારીએ : અભય : સાત પ્રકારના ભય ખતાવવામાં આવ્યા છે. પ્રથમ તેમના પરિચય કરીએ, પછી તે શું છે તે સમજવા પ્રયત્ન કરીએ - 6 ૧. ‘ઇહલેાકભય * : દુષ્ટ મનુષ્યના તરફથી અથવા બળવાન મનુષ્ય તરફથી અડચણુ, ત્રાસ થશે એવી કલ્પના કે વિચારણા. અથવા અગાઉથી થતી ચિંતાની આગાહી કે ધુજારો. ૨. • પલાકભય 1 : મરણ પછી કયાં જવાનું થશે, કઈ ગતિમાં આંટા મારવા પડશે, ત્યાં પરમાધામીના કેવા ત્રાસે થશે, અથવા ઢોર, કીડા, વનસ્પતિ કે પાણીમાં કેવા હાલ થશે તેના ડર. આદાનભય · ઘર-દુકાનમાં ચારી થઇ જવાની બીક, એક ગામથી બીજે ગામ જતાં લૂંટારાની બીક. પોતાનાં નાણાં કયાં હોય તેના ભાવ બેસી જવાની આગાહીથી થતી થરથરાટી. , 3. 6 ૪. અકસ્માતભય • : કોઈના તરફથી ન થાય તે એકાએક થતા ભય. વીજળી પડવાથી કે મોટરથી, એરપ્લેનથી કે રેલવેના ડબે આડો પડવાથી પીડા થવાના ભય લાગ્યા કરે તે. • આજીવિકાલય · : ભાવ વધતા જાય છે, જીવનકલહુ આકરા થતા જાય છે, નાકરી ચાલી જશે, વેપારધ ́ધા તૂટી પડશે, બૈરીછોકરાં ટળવળશે, આવી ચિંતા ચાલુ રહ્યા કરે તે. ૫. ܕ ૬. ‘ મૃત્યુભય * : કયારે મૃત્યુ થશે તેની ચિ'તા, મરણુ પછી ઘરબાર, બાળક-પત્નીનું શું થશે, આ વસાવેલી રિયાસત મૂકી ચાલ્યા જવું પડશે, એવી ચિંતા. મ`ઢવાડમાં થતાં આત્ત ધ્યાન, પરલેાકભય અને મૃત્યુભય તદ્દન જુદા છે. અને માનસ દૃષ્ટિએ ખરાખર અલગ રાખવા યાગ્ય અને રાખી શકાય તેવા છે. ૭. · અપયશભય * : આ કામ કરવાથી કે અમુક લાઈન લેવાથી દુનિયામાં કલ ક લાગશે, સગાંસ્નેહીમાં માનહાનિ થશે, નાતજાતમાં પોતે હલકો પડશે અથવા રાજદરબારમાં પેાતાનુ' સ્થાન જશે આવી ચિતા થયા કરે તે. " આવા પ્રકારના ભયેાથી મુક્ત થઇ જવું, ભય લાગે નહુિ તેવું માનસ કેળવવું અને પેાતાના અંતરાત્માને યાગ્ય લાગે તે કાર્ય આત્મદૃષ્ટિએ કરવાની વૃત્તિ કેળવવી, એ · અભય ભૂમિકા ’ કહેવાય છે. ભય રાખવાથી પ્રાણી પૂરા જોસથી કામ કરી શકતા નથી અને શ’કાશીલ આત્મા વિનાશ પામે છે. પણ જ્યારે પ્રાણી અભયતા કેળવે છે ત્યારે એનામાં એક પ્રકારનુ આંતરિક ખળ આવે છે અને નીડરપણે કા સાધના કરે છે,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy