SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: શ્રી સંભવનાથ સ્તવન [૭૧ ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીએ રે, દોષ અબોધ લિખાવ. સંભવત્ર ૨ અથ – પિતાના વિચારોનું અસ્થિરપણું તે ભય; હકીકત પર અરુચિ કે છૂણ થાય તે શ્રેષ; અને સેવા કરવાને વ્યવસાય કરતાં થાક લાગે તે ખેદ–આ ત્રણે (ભય, દ્વેષ અને ખેદ) અજ્ઞાનનું પરિણામ છે એમ સમજવું (અથવા તું એમ જણ). અબેધનું પરિણામ જાહેર કરે છે. (૨) ટબો—તેને અર્થ કહે છે જે પરિણામની ચપળતા–ત્રિગે મનગની અસ્થિરતા – તે ભય કહીએ-૧. ધર્મકરણ વિષેની બાબતમાં રુચિભાવ નડુિ તે દ્વેષ–૨. જે ધર્મકરણી કરતાં શ્રમ પામીએ-થાકીએ–શજવેઠની પરે (જેવું) થાય તે ખેદ કહીએ-૩. એ દોષને શું જાણે? અબોધ–અજ્ઞાનપણું જણાવે. સંભવદેવ પ્રત્યે ચિત્ત ધરી સેવીએ. (૨). વિવેચન–ભૂમિકા સંમાર્જનમાં ત્રણ બાબતે કહી છે. અભય, અદ્વેષ અને અખે. જો આપણે આત્મદર્શન કરવું હોય, જે આપણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું હોય, જે આ સંસારના ઇંદ્રને છેડો લાવવો હોય, જે પૌગલિક ભાવના સંબંધ સાથે આપણને ખરે કંટાળો આવ્યો હોય. તે સ્વભાવપ્રાપ્તિનો માર્ગ પ્રગતિ કરવા માટે પ્રથમ તદ્યોગ્ય ભૂમિકા તૈયાર કરવી ઘટે. એ ભૂમિકા તૈયાર કરવા માટે અત્ર ત્રણ વિશેષણો વાપર્યા છે એટલે તેવી ભૂમિકા બનાવવી જોઈએ. ઉપર જણાવ્યું તેમ, પૂર્વસેવનના અનેક માર્ગો બતાવ્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ ભૂમિકા તૈયાર કરવાને અંગે દેવગુરૂપૂજન, સદાચાર, તપ અને મેક્ષ–અષનું આસેવન શ્રી ગબિંદુ ગ્રંથમાં બતાવ્યું છે. શ્રીમાન હેમચંદ્રાચાર્યે તેને માર્ગાનુસારીના ૩૨ ગુણો પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે અને યોગીરાજ આનંદઘને ત્રણ વિશેષણથી વિશિષ્ટ ભૂમિકા બનાવવાની હકીક્ત કહી છે. આપણે આ ત્રણ વિશેષણને ભાવ સમજવા પ્રયત્ન કરીએ. પૂર્વભૂમિકા સેવનકારણરૂપે લેવાથી તેના અનેક રસ્તાઓ બતાવવામાં આવે તે, જુદા જુદા દષ્ટિબિન્દને લઈને હોય છે, અને શાસ્ત્રકાર મહારાજા કહે છે કે યોગ તે અસંખ્ય છે. જે યોગ દ્વારા પિતાના આત્માને વિસ્તાર થાય તે હેગ તેને માટે ઉપયોગી ગણાય. પાઠાંતર–ર–પ્રથમ અને ત્રીજા પદમાં મૂકી દીધા છે. આ દરેક ગાથાને લાગુ પડે છે. પ્રવૃત્તિ-પ્રવતે લિખાવ લખાવ, લખાવિ. (૨) શબ્દાર્થ–ભય બીક, ડર, ચંચળતા=અધીરાપણું. ક્ષણિકપણું ડગમગાટ, અસ્થિરપણું. પરિણામની=મનની (જૈન), વિચારની. ષ =ઈર્ષા, વૈર, તિરસ્કાર. (સામાન્ય અર્થ); અહીં અર્થ યોગીઓ સાથે જ આપ્યો છે તે અરોચક ભાવ=વસ્તુ ન ગમવી તે, વસ્તુ તરફ ધૃણા થાય તે (એ જીવ-જીવને લાગે). ખેદ=શક, સંતાપ, દિલગીરી; અહીં આગળ અથ આવ્યા છે તે થાકસહિતપણું. પ્રવૃત્તિ વ્યવસાય. ઉદ્યોગ, હિલચાલ, મચ્યા રહેવું તે. થાકીએ=વિસામો લઈએ, કામ કર્યાને લઈને શિથિલ થઈએ. દષ=ોડ ખાંપણ, ખામી. અબોધ અજ્ઞાન, સમજણની ગેરહાજરી. લિખાવ સમજાય, જણાવે. (નામ હોય તે હિંદીમાં તેને અર્થ લક્ષણ, ચિહ્ન અથવા પિછાણ થાય છે. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy