SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [૩૯ ડહાપણ એનામાં આવી ગયું છે એ એને દમામ દેખાય. એના મને વિકારે, એની સ્વાર્થધતા, એની મુત્સદીગીરી, એના કાવાદાવા અને ભાવા-અભાવ જોયાં હોય તે તુરત જણાઈ આવે છે કે એની શેઠાઈમાં સાર નથી, નમ્રતામાં કસ નથી, આદરમાં અંતરંગ નથી; અને માત્ર એક જ ચીજ દેખાય છે કે એ હેતુ વગર, લાંબી વિચારણા વગર, પાછળથી ધક્કો આવે તેમ, તેની ગાડી ચલાવે રાખે છે, અને ગાડી અટકે એટલે એ અહીંથી ચાલતી પકડી બીજે ઘેર જાય છે. પાંચ-પચીસ કે સો વર્ષ માટે આટઆટલી જમાવટ કરવી અને હાશ કરી ઠરી ઠામ થવાયન થવાય ત્યાં તે ચાલતી પકડવી અને છતાં એવા ટૂક વખતના રહેઠાણ પર મેહ કરવો, અને એવી નેકરી પર વારી જવું, એ તે ભૂલા પડેલા માણસનાં ફાંફાં જ છે. અને આવાં ફાંફાં મારે સંસાર આખે હેતુ વગર કુટયે જ જાય છે. અને આપને વીતરાગમાર્ગ ઉપલકિયા નજરે જોઈએ તે ત્યાં પણ જગત જાણે ભૂલું પડી ગયું હોય તેમ જ દેખાય છે. બાહ્ય નજરે આપના પંથમાં પણ શું દેખવામાં આવે ? એ તે જેનારની જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. ચર્મચક્ષુએ જોતાં આપ કેમ સ્નાન કરતા હતા, કેવી ગાડીમાં બેસતા હતા, પરણ્યા ત્યારે આપે કેવાં વસ્ત્ર પહેર્યા હતાં, આવી આવી વાત જ નજરે પડે. દીક્ષા કે કેવળજ્ઞાન થયા પછી આપ આહાર લેતા હતા કે નહિ, વસ્ત્ર રાખતા કે નગ્ન રહેતા–આવું આવું ચર્મચક્ષુથી દેખાય અને એ વિચારણા કે દર્શનમાં તે સંસાર ભૂલે પડી જાય. વસ્તુનું હાર્દ સમજવામાં ન આવે, એમાં ઊંડા ઊતરવાની આવડત ન હોય, તે ઉપલકિયા દર્શનમાં કંઈ વળે નહિ, અને આપ અજિતગુણના ધામ કેમ બન્યા તેને ખુલાસો બેસે નહિ. એટલે, મને એમ લાગે છે કે, આપના પંથનું અવલકન તે દિવ્ય નજરે જ કરવું ઘટે. આપને પંથે જાણવા માટે લાંબી નજરવાળી, રહસ્ય સમજનારી ચક્ષુઓ જોઈએ. નહિ તે બાહ્ય પ્રવર્તન પરથી કેટલીયે વાત ન સમજાય તેવી લાગે તેમ છે. આ સાધુધર્મ સમજવા માટે દેહ–આત્માને સંબંધ, સ્વપર ભાવ, કમને સંબંધ વગેરે અનેક વાત જાણવી જોઈએ. સ્યાદ્વાદની રચનામાં રહેલ ભેદ પામવો જોઈએ અને આખા ચકપરિભ્રમણની ગોઠવણ સમજવી જોઈએ; બાહ્યાત્મભાવ, અંતરાત્મસ્વરૂપ અને તમે પિતે પરમાત્મા થયા તેનો આખો માર્ગ સમજે જોઈએ અને તેને માટે આત્માના ભવાંતરેના ભેદે પકડવા જોઈએ. એને માટે મારાં સ્થળ ચક્ષુ પૂરતાં ન ગણાય; એને માટે અલૌકિક નજર અને ઊંડો અભ્યાસ જરૂરી થઈ પડે. આ સર્વ ભૂલા પડેલા સંસારી જીવના આંટાફેરા પાછળ કોઈ ધારણ છે કે અકસ્માત માત્ર જ છે, આવી અનેક હકીકત તે અલૌકિક નજરે સમજી શકાય એમ કરવામાં આવે તે ચેતનને આખા વિકાસમાર્ગ જોઈ શકાય. બાકી, ચર્મચક્ષુથી જોતાં તે, અત્યારના અનેક પંથે અને દર્શને જાણે ગોથાં ખાઈ રહ્યાં હોય એમ લાગે છે. આપને માર્ગ સમજવા માટે અને બીજાઓ કેવી રીતે માર્ગ ભૂલ્યા છે, એને સાચે નિર્ણય કરવા માટે માત્ર ચર્મચક્ષુ પૂરાં કારગત નીવડે એમ મને લાગતું નથી. તેટલા માટે ચેતન કહે છે કે, જે નજરે માર્ગ જેવો જોઈએ તે દિવ્ય નયન છે, એમ તું વિચાર.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy