SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] શ્રી આન‘ઘન-ચાવીશી અ` મારી સ્થૂળ ( ચામડાની—ચાલુ ) નજરે તમારા માગતાં આખા સ'સાર ભૂલે પડી ગયા હાય એમ લાગે છે; અથવાં આખા સ`સાર ભૂલ ખાઈ ગયેા હાય એમ દેખાય છે. જે નજરે કરીને તમારો માર્ગ જોવા જોઇએ, તે તે દ્વિવ્ય નયન જોઇએ, એમ તું ધાર. ( ચાલુ નજરથી જોતાં સંસાર આડા ઊતરી ગયા એમ જણાય છે, પણ વધારે ઉચ્ચ નજરે જોર્ટ એ સ'ખ'ધી વિચાર કરવાની જરૂર જણાય છે. ) (૨) ટમે—ચરમ ચક્ષુએ કરી વીતરાગભાવ માગ જોઈએ છીએ, સકલ સ'સારી ભૂલે ભ્રમ રૂપ હોઇ સંસારમાગે છે, વીતરાગભાવપણું ન પામે, અને જેણે કરી વીતરાગમાગ જોઇએ, તે તેા નયન દ્વિવ્ય એટલે જ્ઞાનદૃષ્ટિ કરીએ, જ્ઞાનનેત્રે જોતાં વીતરાગમાગ પામીએ, જાણીએ. (ર) વિવેચન—પ્રભુના પંથને નિડાળવાના ચાર જુદા જુદા માર્ગી છે, ચાર પ્રકારના ઉપાયા છેઃ— (૧) ચમ નયણથી—સ્થૂળ નજરથી પથદર્શન કરવું. (૨) પુરુષપરપરાની નજરે થટ્ઠ'ન કરવું. (૩) આગમ-મૂળ સૂત્રો વાંચી-સાંભળી-સમજી પનિય કરવા. (૪) ત–ન્યાયની ચર્ચા કરી પથ-મા` પર નિણૅય પર આવવું. આ ચારે પ્રકારના પથ-દનના માર્ગોમાં મને શું સૂઝયુ' છે તે આપને હું કહી બતાવું. અને પછી મારું સ્થાન કયાં આવશે અને આ આશાવાદી ચેતન છેવટે કયાં જશે, તેની વાત પણ મારી નજરે મને બેઠી છે તે, આપની પાસે કહી બતાવું છું. આપ તે સાંભળી લેશે. (ચેતનરાજ પોતે ભગવાનને આ સ` હકીકત કહે છે તે આપણે ઉપર જોઇ ગયા છીએ.) આપણી સ્થૂળ આંખે સૉંસારને જોતાં જાણે આખા સ'સાર ભૂલેા પડી ગયા હાય એમ લાગે છે. યૂથભ્રષ્ટ થયેલ હરિણી કે રસ્તા ભૂલેલ માણસ જે ફાંફાં મારે છે, તે તે આપણે જોયેલાં છે; એ જ પ્રકારે સ'સારી જીવ કોઈ જાતના ઉદ્દેશ વગર પુદ્ગલમાં રાચે છે, નાટક કરે છે અને અહીંથી ત્યાં અને ત્યાંથી પણે—એમ અફળાયા કરે છે. એ બાળક હોય ત્યારે પરાધીન હોય છે, જુવાન થાય ત્યારે કામદેવ કે ધનદેવને આધીન હોય છે અને ઘરડો થાય ત્યારે તદ્દન પરાધીન થઈ જાય છે. એના હાલવા-ચાલવામાં, ખેલવા-બેસવામાં ધન એકઠું કરવામાં કે ભીખ માગવામાં કાંઈ વ્યવસ્થા લાગશે નહિ, ધન કમાવા ખાતર એ કાંઈક કાળાંધેાળાં કરે અને આખરે દોરાના ધાગા પણ અહી મૂકી જાય છે. એ જ પ્રમાણે એ આળસમાં પડ્યો રહે, તે તેમાં પણ કામધધા વગરનો, અને જાણે જીવનમાં કાંઇ સત્ત્વ જ ન હોય તેમ ભૂલેા પડી બેસી ગયેલા દેખાય છે. એ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, એ એક ખાડામાંથી ખીજામાં પડે, એ ચારે તરફે અથડાય–કુટાય, છતાં એ સ'સારને ચાટયે જતા જાય. એને સ્ત્રી લાત મારે અને એ સ્ત્રીને પગે પડતા જાય; એને શેઠ પાઈનેા કરી નાખે, તા પણ એ શેઠનાં વખાણ કર્યા કરે; અને એ કૂથલી કરવા બેસે તે જાણે આખી દુનિયાનું
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy