SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] શ્રી આનથન-ચાવીશી લેનાર તેા આપનારને શુભ ક`બંધનું નિમિત્ત થાય છે, પણ લેનાર જરા હલકો ગણાય છે. પણ પ્રભુ પાસેથી દાન લેનાર તેા સુખી થાય છે, અને તેને પરિણામે પ્રભુમાં દાનવીરતા પ્રશસ્ય છે. આ ત્રણ પ્રકારની વીરતામાંથી પ્રથમ પ્રકાર થયા. (૫) રાગાદિક અરિ મૂલ થકી ઉખેડીઆ રે, લહી સંયમ-રણરંગ રોપી રે; આપી રે જિણે આપ કલા નિરાવરણની રે. ૬ અર્થ—યુદ્ધવીરતા વીર પ્રભુએ બતાવી : રાગદ્વેષ વગેરેને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા. દીક્ષા લઈ, રણભૂમિ-યુદ્ધક્ષેત્ર સ્થાપન કરી જેમણે આવરણરહિતતાની પોતાની કળા સ્થાપી (૬) ટબા—હવે યુદ્ધવીરતા કહે છેઃ એ દ્રવ્યથી પરિષદુસહનથી, ભાવથી રાગદ્વેષાદિક અરિ મૂળથી ઉખેડી નાખ્યા—મૂળથી કાઢવા, સંયમરૂપી ર'ગભૂમિકા આપીને વૈરી નિકંદન કર્યાં, જે ભગવાને પોતાની નિરાવરણી કલા આપી એટલે નિ`ળ કરી. (૬) વિવેચન~~આ ગાથામાં પ્રભુ મહાવીરની યુદ્ધવીરતા વર્ણવી તેમને નમન કરે છે, રાગદ્વેષ જેવા મોટા શત્રુઓને જેમણે મૂળથી ઉખેડી નાખ્યા અને જેમણે સયમ લઈને પોતાના પતિવીય વડે વિનોદમાત્રમાં પોતાની જાતને શાભાવી. મેાહનીય ક`માં રાગ અને દ્વેષ સર્વાંથી મોટા દુશ્મન છે. તે બન્નેને અનુક્રમે રાગ-કેશરી અને દ્વેષ ગજેન્દ્રનાં નામ આપવામાં આવ્યાં છે. આ બન્નેની સાથે લડી વિજય મેળવી વીર ભગવાને યુદ્ધવીરતાનું લાક્ષણિક દૃષ્ટાંત આપ્યું છે અને જીતવા યાગ્ય મોટા દુશ્મનો સાથે આમ લડત કરી યુદ્ધવીરતા આમ બતાવાય એમ જણાવ્યું છે. આમ તદ્ન શાંત પણ રાગદ્વેષ સાથે લડવામાં તેએ જરા પણ પાછા પડયા નહિ, અને તેમણે પોતાની જાત પર અસાધારણ સંયમ રાખ્યો, ઇંદ્રિયાને વશ કરી, તેના વિષયાને વશ કર્યા અને નિરાવરણતાને શેાભાવી. જ્યાં જ્ઞાન-દર્શનને આવરણ કરનાર ક` ન હોય, પછી લડવામાં પ્રભુ પાછા કેમ હઠે? પછી તે તેમણે પરિષહેાને જીત્યા, કષાયા પર વિજય મેળવ્યા અને અંતે યાગે પર વિજય મેળવ્યા. આવા લડવામાં પણ બહાદુર વીર અંતે નિરાવરણ થઈ મેાક્ષ પહોંચી ગયા. આ નિરાવરણુતાની કળા-વધારે નિર્માળ કરવાનું કામ-ખૂબ યુદ્ધવીરતા માંગે છે, તે પણ વીર ભગવાને દાખવી. એવા સંયમબહાદુર આંતર શત્રુ પર વિજય મેળવનાર વીરને માટે હું જે કહું તે ઓછું છે. વીરને હું યાદ કરું છું, ભજું છું, નમું છું. (૬) = શબ્દા —રાગાદિક – રાગ, પ્રેમ, આકર્ષણ, આ મારું છે તેવી ભાવના. અરિ = દુશ્મન, શત્રુ સામી બાજુ. મૂલથકી = તેના પાયામાંથી, તદ્દન. ઉખેડીઆ કાઢવા, દૂર કર્યા, તાણીને ફેંકી દીધા. લહી = પ્રાપ્ત કરી, સ્વીકારી. સંયમ = અંકુશ, ત્યાગભાવ, તે રૂપ ભૂમિ. રણરંગ = રણભૂમિ, રાપી = વાવી, એઈ. આપી = નિમ ળ કરી, આપ ચાવ્યા, ગિલ્ડ કરી. જિણે = જેણે. આપ કળા = આત્મકળા, પોતાની કળા. નિરાવરણ = આવરણરહિતતા. (૬) =
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy