SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪-૩ : શ્રી મહાવીર્ જિન સ્તવન [ ૪૯૧ અત્ર ગાથામાં બતાવે છે; તેનું વન હવે પછીની ગાથામાં આવશે. એ ત્રણ પ્રકારની વીરતા તે દાનવીરતા, યુદ્ધવીરતા અને તપાવીરતા. એ ત્રણે પ્રકારની વીરતા તે હે ભવ્ય જીવા! ભાવથી તે અભિનવ એટલે જુદા જુદા નવીન પ્રકારની હેાવાથી દ્રવ્યથી અને ભાવથી સ્વીકારો. આ ત્રણ પ્રકારની વીરતાનું વર્ણન આગળ આવવાનું છે તેથી અત્ર તે નહિ જણાવીએ, કારણ તે પર વન કરવાથી પુનરાવર્તન દોષ થાય. વીરરસના આ દાન, યુદ્ધ અને તપાવીરતા એ સ્થાયી રસે છે, તેથી ભગવતે તેને આદરવા ભાખ્યું છે. તે ત્રણેને તમે આદરો એટલે અહી આ આડકતરો ઉપદેશ છે. દ્રવ્ય અને ભાવ એ નિક્ષેપા છે. એના પર વિવેચન પ્રશમરતિ’ ગ્રંથમાં કરેલું છે, ત્યાંથી જોવું. દ્રવ્યથી અને ભાવથી એટલે વસ્તુ તરીકે અને સમજીને, ભગવાને બતાવી છે તેને, તમારે ભગવાન જેવા થવું હાય તા, હૃદયપૂર્ણાંક સ્વીકારો. એમાં ભગવાનનું સાધ્ય સિદ્ધ થયું છે અને તમારું થઇ શકે તેમ છે. (૪) હાટક કાડ દેઈ દારિદ્ર નસાડી રે, ભાવે અભયનું દાન દેઈ રે; કંઈ રે લેઈ ને સુખીઆ થયા રે. પ અ—કરોડો સોનામહેારનું દાન દઈને ગરીબાઈને ભગાડી મૂકી; અને ભાવપૂર્વક હૃદયથી અભયનું દાન આપ્યું. જરા પણ ખીક ન થાય, તેવું તેમના તરફનું દાન મેળવીને લેનારા અનેક લેાક સુખી થયા, પેાતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યા. (૫) ટો—જગત્રયને વિષે દારિદ્રનું નામ નસાડ્યું એ દ્રવ્યથી દાનવીરતા અને ભાવથી દાનવીરતા તો સ` જગજીવનને સાધુપણાને વિષે એવું દાન લઈને કેઇક-અનેક પ્રાણી સુખીઆ થયા. (૫) વિવેચન—આ ગાથામાં દાનવીરતા બતાવે છે. દ્રવ્યથી સ્થૂળ રીતે સેનાનું દાન કર્યુ· અને ભાવથી દીક્ષા લીધા પછી અભયદાન કર્યું, સર્વ જીવેાને નિર્ભય કર્યા. આ એ પ્રકારના દાનથી તેમણે દાનવીરતા બતાવી, તે ત્રણ પ્રકારની વીરતાના પ્રથમ પ્રકાર છે. તેઓએ દરરોજ એક ક્રોડ ને સાઠ લાખ સેાનામહેાર-સાનાનું દાન કરી દારિદ્રને ભગાડી મૂકયુ. અને એ પ્રમાણે દ્રવ્યથી દાન કર્યું. અને ભાવથી દીક્ષા લીધા પછી સર્વ જીવને અભયદાન કર્યું. પ્રભુ પાસે જે દાન મેળવે તે ભવ્ય પ્રાણી જ હાય અને તે ભવમાં પણ સુખી થાય. આ પ્રકારની દાનવીરતા ચેાથી ગાથામાં કહેલ તેમ દ્રવ્યથી અને ભાવથી કરી; અને પરિણામે દાન લેનારા સુખી થયા. સામાન્ય રીતે દાન લેનારના હાથ નીચે હોય છે અને દાન આપનારને લાભ થાય છે; દાન શબ્દા—હાટક = સાનું, સુવણ`. કોડિ = કોટિ. કરોડ, લાખના સોગણા. ઈ = દાન આપી. દારિદ્ર = ગરીબાઈ, ભિખારીવેડા. નસાડી = દૂર કર્યું', ભગાડયું. ભાવે = ભાવથી, પ્રેમપૂર્ણાંક, હૃદયપૂર્વ`ક. અભય = કોઈ ને બીક ન લાગે, સ` ભય વગરના થાએ. દાન = આપવું તે. દેઈ = આપી, આલી કેઈ રે = કેટલાય. લેઈ તે = મેળવીને, પ્રાપ્ત કરીને. સુખીઆ = સુખી (દ્રવ્યથી અને ભાવથી.) થયા = હુઆ, બન્યા. (૫)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy