SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી અજિતનાથ સ્તવન [મા દર્શનના ચાર ઉપાચા; વત માને ચારે ઉપાચેાની વિરલતા; ભવિષ્યમાં પથદર્શનની આશા] સબંધ—પ્રથમ સ્તવનમાં શુદ્ધ ચેતનાએ પોતાના આદર્શ પતિ તરીકે ઋષભદેવના સ્વીકાર કર્યાં. એણે જોયું કે આ દુનિયામાં જે સંબંધ પ્રીતિરૂપે થાય છે, તે ઉપાધિ સહિત હોવાને કારણે અંતે ઘટી જાય છે, તૂટી જાય છે, વીસરાળ થઇ જાય છે, અને પાન્ડાને તે અનંત કાળ સુધી ચાલે તેવી પ્રીતિ કરવી છે, એટલે એણે એવી પ્રીતિના પાત્ર શ્રી વીતરાગદેવને આનંદ સ્વરૂપે સ્વીકાર્યા. આ રીતે પ્રેમપાત્રના આદશ નક્કી કર્યાં. અને છેવટે નિણ ય કરી લીધા કે કપટ રહિત વિશુદ્ધ ભાવે આપણા આત્મા-પોતે જાતે પ્રસન્ન થાય, સર્વ પ્રકારના દંભને છેડી વીતરાગભાવ સાથે એકતા સાધે ત્યારે તે આનંદસ્વરૂપ બને. સદરહુ નિર્ણયને અંગે એણે સાંસારિક પ્રીતિની અવાસ્તવિકતા વિચારી લીધી અને જે પ્રીતિના વહેલે કે મેડે અંત આવે, તેને ખરી પ્રીતિનું નામ આપવું એ પણ યોગ્ય નથી એમ મનમાં નક્કી કરી નાખ્યું. એણે સતીનું કાભક્ષણ કે ભગવાનની લીલા જેવી ઉચ્ચ પ્રકારની ત્યાગવૃત્તિની પશુ ગૌણતા બતાવી દીધી અને યોગીની નજરે ચિત્તપ્રસન્નતાને ઉચ્ચ સ્થાને મૂકી. પૃથક્કરણ—શુદ્ધ ચેતનાએ આંતર વૃત્તિને આટલું આગળ પડતું સ્થાન આપ્યું, ત્યારે વ્યવહારમાં રાચી રહેલા છતાં આંતર વૃત્તિથી વિકાસ કરવાની ઇચ્છાવાળા ચેતનરાજ આ આખી વિચારણામાં ભાગ લઈ રહ્યો હતો. એને આ આખી વિચારણા અતિ ઉન્નત સ્થાનીય પણ અભિનવ લાગી. એને ઋષભદેવમાં રસ પડયો, વીતરાગભાવમાં આનંદ દેખાયા, ચેતનાની વિચારણામાં સુગ્રાહ્ય ભાવ લાગ્યા. એટલે એને વર્તમાન પરિસ્થિતિમાં વીતરાગભાવને આખા મા કેવી રીતે ચાલે છે અને પેાતાનું સ્થાન એમાં કયાં છે એ શેાધવાનું મન થયું. એટલે એણે અવલોકન કરવા માંડ્યું. આ પથના અલેકનમાં અને તેને અંગે પેાતાના સ્થાનની શેાધમાં અને તેના નિષ્ણુયમાં આ બીજું સ્તવન રચવામાં આવ્યું જણાય છે. એ વ્યવહારમાં વતા આત્મલક્ષી ચેતનરાજના મુખમાં મૂકયુ છે. આખા સ્તવનનું નીચે પ્રમાણે પૃથક્કરણ થઈ શકે: ૬. આત્મવિકાસમાં ચેતનનું વમાન સ્થાન. ૩. માદનના ચાર પ્રકારના ઉષાયેા અને વતે કાળે એ ચારે ઉષાયેાની વિરલતા. ૧. અને યાગ્ય કાળે પથદર્શનની આશા. આ ત્રણે વિભાગે પરસ્પર સાલંબન છે અને છતાં ચેતનને ખૂબ લાભકારી છે; મહાન સત્યાને સ્પષ્ટ કરે છે અને વાસ્તવિકને છેડી દીધા વગર અને જાતે નિરાશ થયા વગર એને સુયેાગ્ય માગે રાખે છે તે આપણે જોઇશું. પ્રથમ સ્તવન શુદ્ધ ચેતનાના મુખમાં સૂયું છે; આ ખીજું સ્તવન વિકાસમાગે ચઢવાની તીવ્ર ઇચ્છાવાળા, વીતરાગમાવને સ્વીકારવાને રસ્તે ચઢેલ વહેવારુ અંતરાત્માના મુખમાં મૂક્યુ છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy