SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] શ્રી આનંદઘન-ચોવીશી હાર છે. રસ નવ છેઃ શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંતરસ. એ નવ રસરૂપી મતીને હાર મારા ગળાને શોભાવે છે. શાંતરસનું સત્વ ગણવા તેને નવમે રસ ગણવામાં આવ્યું છે. તે સંબંધી અલંકારશાસ્ત્રના અભ્યાસ અનુસાર એક લેખ લખવાની ઇચ્છા છે. તે નવ રસરૂપી ખેતીને હાર મારા ગળાને શોભાવે છે. આ અર્થ કરવામાં એવા ધારણ કરનાર, પિષણ કરનાર અને તારનાર તેમ જ કંઠને શભાવનાર મોતીના હાર તુલ્ય એ યુગ છે અને તેવા પ્રકારની ગઠીક્ષા લેવાને નિર્ણય કરીને રાજીમતીએ એ અર્થ જ કર્યો છે. એમાં મદીક્ષા અને રામતીની એક્તા છે અને તે એક જ અર્થ મને શક્ય લાગે છે. મન વચન કાયાથી એ યુગને સ્વીકાર રાજીમતીએ કર્યો એટલે મનથી બીજે વિચાર કરે નહિ, વચનથી બીજું બોલવું નહિ અને કાયાથી બીજી ક્રિયા કરવી નહિ. આ ત્રણ ગથી પ્રાણી કિયા કરે છે, પણ એ ત્રણે યોગને કાબૂમાં રાખી જ્યારે પ્રાણી દીક્ષા ગ્રહણ કરી પ્રભુને પગલે ચાલવાનો નિર્ણય કરે છે ત્યારે આવે નિર્ણય કરવા અને સાંસારિક લાલસા મૂકી દેવી એ રામતી માટે સહજમાન થાય છે, અને તે માટે તેનું નામ સોળ સતી સ્ત્રીઓ પૈકી એક ગણાય છે. ધારણ, પિષણ, તારનાર અને હાર શબ્દને ભાવ વિચારો અને તે યોગને લાગે છે એવો અર્થ કરે. આ ગાથાને એ જ ભાવ રાજીમતીને સતીત્વ અપાવે છે. - આ ગાથાને અર્થ લખ્યા પછી જ્ઞાનવિમળસૂરિ લખે છે કે ધારણે જ્ઞાનદશાએ, પિષણો ભક્તિદશાએ અને તારણે વૈરાગ્યદશાએ તથા ધારણ અને પિષણે વચનગોચરે અને તારણે નાનાદિકે. અને નવ રસનાં ઉપર જણાવ્યાં છે તે નામે આપી નેમનાથને નવરસમક્તાહાર ગણાવ્યા છે તે ભાવ વિચારવા યોગ્ય છે. નવીન કઈ અર્થ કર્યો નથી. જ્ઞાનવિમળસૂરિના હાથમાં આનંદઘનજીનાં આ ૨૨ સ્તવન આવ્યાં છે તે પર અર્થ લખ્યું છે તે અત્ર પણ સામેલ રાખે છે અને અર્થ લખતી વખતે તે જે છે. (૧૬). કારણ રૂપી પ્રભુ ભજ્યા રે, ગણ્યા ન કાજ–અકાજ; મન, કૃપા કરી મુજ દીજીએ રે, ‘આનંદઘન’પદ રાજ. મન, ૧૭ અર્થ–ઉપાદાન કારણરૂપ પ્રભુ-સ્વામીને મેં સેવ્યું છે, અને તેમ કરવામાં કાર્ય કે અકાર્યને ગમ્યું નથી. દયા કરીને મને આપ આનંદના સમૂહનું રાજ (મુક્તિ) આપો. (૧૭) | પાઠાંતર–“રૂપી” સ્થાને પ્રત લખનાર “રૂપિ” લખે છે. “મુજ” સ્થાને પ્રતમાં “પ્રભુ” પાઠ છે. જિએ સ્થાને “દીજિઉ” પાઠ પ્રતમાં લખેલ છે. “પદ રાજ’ સ્થાને પ્રતમાં “પદરા” પાઠ છે. (૧૭) શબ્દાર્થ –કારણરૂપ = નિમિત્ત થયેલા, જે હેતુને લઈને કોઈ કામ થાય છે તે નિમિત્તભૂત. પ્રભુ ભગવાન. તેમનાથ. ભજ્ય = સેવ્યા, આરાધ્યો, અનુસરી. ગણ્યો = પરડ્યો, ટે. કાજ = કાર્ય કરવા જેવું કામ. અકાજ = અકાર્ય, ન કરવા જેવું કામ છોડી દેવા જેવું કામ. કૃપા = મહેરબાની, દયા. મુજ = મને. દીજીએ = દેજે, આપજે. આનંદધન = જ્યાં આન દ નિરવધિ-સમૂહરૂપે છે. રાજ = રાજ્ય, અવિચળપણ. આનંદઘનપદરાજ = મોક્ષ, એ ખરું નિરવધિ રાજ્ય છે. (૧૭)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy