SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬] શ્રી આનંદઘન-ચાવીશી એળ ભમરીપણાનું એકાગ્ર ચિત્તે થોડા દિવસ ધ્યાન કરતાં ભમરી થઈ જાય છે તેમ નિર્વિકારી જિનદેવનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં પ્રાણી જન્મ-મરણ અને તેને અંગે થતાં અસંખ્ય દુઃખ નિવારીને પોતે જ જિન થઈ જાય છે. આ સર્વ એકાગ્ર ધ્યાનનું પરિણામ છે. એ ભગવાનને-જિનદેવને ધર્મધ્યાન અને શુકલધ્યાનથી એકાગ્ર ચિત્તે સેવવા. એ ધર્મશુકલ ધ્યાનના ઘણા ભેદો અને વિકલ્પ છે, તે માટે “જૈન દષ્ટિએ યુગમાં અવતરણ કર્યા છે, તેથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી. ત્યાંથી અથવા હેમચંદ્રાચાર્યના ગશાસ્ત્ર’થી તેને જાણ લેવા. એ જૈનદર્શનને અતિ ઉપયોગી વિષય છે અને ખાસ લક્ષ્યપૂર્વક વિચારવા યોગ્ય છે. અને તેની મહત્તા સમજાય પછી અમલમાં મૂકવા યોગ્ય છે. સત્તર દિવસના ચાલુ ધ્યાનથી એળ પણ ભમરી બને છે તેવી જ રીતે જિનવરનું ચાલુ એકાગ્ર ધ્યાન કરવાથી પ્રાણી પોતે જિન થઈ જાય છે એ વાત વિચારીને સમજવા યોગ્ય છે. પણ દુઃખની વાત એક છે કે જિનદેવ ડંખ કેવી રીતે અને ક્યારે મારે તે આપણે જાણતા નથી. પણ જિન થવાને આ સીધે અને સહેલે માર્ગ છે એ સમજી રાખી જિનદેવના કષાય અને મહત્યાગને અનુસરી જિન થવાના એકાંત ધ્યાનની રીતિને પ્રાણીઓ અનુસરવું જોઈએ. ઘણે વખતે આવું સર્વદેશીય દર્શન મળ્યું છે, તે તકનો લાભ લઈ સુંદર ધ્યાન લગાવવું અને જિનવરના ડંખની રાહ જોવી. જે વગર અંતરાયે એકાગ્ર ધ્યાન લગાવવામાં આવશે તો સર્વ અંશને વિચારનાર જૈનદર્શનની પ્રાપ્તિ પ્રાણીની જિન થવાની ભાવનાને જરૂર સિદ્ધ કરશે. સમ્યકવરૂપ ચટકે લાગે તે ખરેખરું ધ્યાન છે અને તે પણ પ્રાણીઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એનાથી આ જન્મ-મરણકૃત અનેક કલેશોનો નાશ થાય છે અને તે પ્રાપ્ત કરવું એ આપણા હાથની વાત છે, એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ જૈનદર્શન કેમ પ્રાપ્ત થાય તેની થડીક વાનગી પણ બતાવે છે. (૭) ચૂરણિ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ રે; સમયપુરુષનાં અંગ કહ્યાં છે, જે છેદે તે દુરભવ રે. જરૂ. ૮ પાઠાંતર–ચૂરણિ” સ્થાને ભીમશી માણેક ચૂરણ છાપે છે; એક પ્રતમાં એ પાઠ છે. પુરષના” સ્થાને પ્રતમાં “પુરુષમાં પાઠ છે. છેદે’ સ્થાને બન્ને પ્રતમાં “છેદૈ” લખે છે. “દુરભવ” સ્થાને “દરભવે પાઠ છે. (૮) શબ્દાર્થ –ચૂરણિ = પૂર્વધરે (અર્ધમાગધીમાં) કરેલ શબ્દાથ. ભાષ્ય = અર્ધમાગધીમાં કરેલ અર્થ. સૂત્ર = ગણધરેએ રચેલ મૂળ પાઠ. નિયુક્તિ = શબ્દને છણીને તેની, વ્યુત્પત્તિ; તે પણ અર્ધમાગધીમાં હોય છે. વૃત્તિ = સંસ્કૃત ટીકાકારે કરેલ અથ; એ સંસ્કૃતમાં હોય છે. પરંપર = સંપ્રદાયથી ચાલ્યો આવતો ગુરએ શિષ્યને બતાવેલ. અનુભવ = જાતે કરેલ અનુભવ. સમય = આગમ, પિસ્તાળીશ સિદ્ધાન્તો. પુરુષ = સમયરૂપ કલ્પેલ માણસ, પુરુષાકાર. અંગ = અવયવ, શરીરના જુદા જુદા વિભાગો. છેદે = કાપી નાખે, કબૂલ ન રાખે, અસ્વીકાર કરે છે. દુરભવ = દુર્ભવી, સંસારમાં રખડનાર. (૮)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy