SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [૪૦૫ છે તે જણાવી તે જૈનદર્શનને આદર કેવી રીતે કરવો તે પણ આગલી ગાથામાં બતાવવામાં આવ્યું છે. આ સંબંધમાં ઉપરોક્ત સàઘકથા જોઈ જવી તે પ્રાસંગિક છે. સત્યના કઈ કઈ અંશે દશનેને પ્રાપ્ત થઈ જાય, પણ સર્જાશે જૈનદર્શનની વિશાળ દૃષ્ટિ તેમાં હોવાને વિકલ્પ છે. એ વિકલ્પને સિદ્ધાંત બરાબર બેસે, સમજાય ત્યારે આ વાતનું રહસ્ય સમજાય તેમ છે. (૬) જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે; ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. પ૦ ૭ અથ–તીર્થકર મહારાજમય થઈ તીર્થકરનું આરાધન કરે–સેવે તે જરૂર અંતે જિનવર થઈ જાય; દાખલા તરીકે ભમરી ઓળને ડંખે – ચટકે ભરે તે એળ આખરે, જગત જુએ છે તેમ, ભમરી થઈ જાય છે, તેમ જિનવરને ભજનાર અંતે જિનેશ્વર થઈ જાય છે. (૭) ટ –જિનસ્વરૂપ થઈ જે જિનને આરાધે, રાગદ્વેષ અળગો રહી જે ધ્યાવે તે જ નિશ્ચય જિનવર થાય; નિઃસંદેહ છે; જેમ ભંગી-ભમરી તે ઇલિકાને ચટકે દઈ ફરસે તે જ ઈલી તે ભૂંગીને દેખે. (૭) - વિવેચન–જ્યારે પ્રાણી સકળ કષાયમહને જીતનાર થઈ જિનની આરાધના કરે ત્યારે આરાધના કરતાં કરતાં પિતે જિન થઈ જાય અને સર્વ કર્મોને મૂકીને સિદ્ધ થઈ જાય. તેને માટે કુદરતને એક સરસ દાખલે આપે છે. સવાલ એ છે કે જિનને ભજવાથી જિન કેમ થવાય? કુદરતી ભમરી એળને ડંખ મારે છે. પ્રથમ તેને પોતાના દરમાં લઈ આવે, ત્યારે ઇયળ તેના મનમાં વિચાર કરે, હું પોતે જ ભમરી હોઉં તે મજા આવે. ભમરી તો ભારે ઉદ્યમી પ્રાણી છે. તે તો પોતાના સ્થાનને બંધ કરી દે છે, પણ એળ ભમરીપણાના વિચારમાં મરી જાય છે અને તે જ શરીરમાં ભમરી તરીકે ઉત્પન્ન થાય છે. સત્તરમે દિવસે ભમરી પિતાનું દર ખેલી એળને ડંખ મારે છે, ભમરીને કાંટો હોય જ છે. એળ તે જ વખતે ભમરીરૂપે એ દરમાંથી બહાર નીકળી ઊડી જાય છે. આ સર્વ એકાગ્રપણે ધ્યાન કરવાનું પરિણામ છે. તેમ જિનદેવમાં જે એકાગ્રતા કરે, એકધ્યાને, સ્થિર ચિત્તે “જિન”, “જિન” એમ કર્યા કરે અંતે રાગ દ્વેષ-કષાય મેહથી મુક્ત જિનદેવ થઈ જાય. આ સર્વ ધ્યાનની એકાગ્રતા છે. જેમ પાઠાંતર–સ્વરૂપ” પછી એક પ્રતમાં “રૂપ” પાઠ વધારે છે. “આરાધે ” ને બદલે “આરાધ” પાઠ પ્રતમાં લખે છે. “હવે સ્થાને પ્રતમાં “હોવૈ” છે. “ભૃગી ” સ્થાને પ્રતમાં “ભમરી” પાઠ છે. ઇલિકાને સ્થાને “ઇલીકા” અને “ઇલિકાને” ને સ્થાને “ઈલિકા જે ' પાઠ પ્રતમાં છે. “ચટકાવે” સ્થાને પ્રતમાં ચટકા લખેલ છે. જે સ્થાને પ્રતમાં “જે” લખેલ છે. (૭) શબ્દાર્થ-જિન = વિજય કરનાર, જીતનાર. સ્વરૂપ = જેવા થવું તે, તન્મય બની. જિન = તીર્થકર મહારાજ, જિનેશ્વરદેવ. આરાધે = સેવે, પૂજે, ભજે. સહી = ચક્કસ, જરૂર. જિનવર = પ્રભુ, ભગવાન. હોવે = થાય, બને. ભંગી = ભમરી. ઇલિકાને = ઈયળને, એળને. ચટકાવે = ડંખ મારે, ફટકાવે. ભંગી = ભમરી. જગ = દુનિયા, જગત, સંસાર. જે = દેખે, સ્વીકારે. (૭)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy