SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮] શ્રી આનંદઘન-ચોવીશી તો જૈન મતના નિશ્ચયનયની પાસે ઘણું નજીક આવે છે. આવા સાંખ્ય દશનને બે પગમાંથી એક પગ ગણવે. આ સમયપુરુષની કલ્પનાને લંબાવવામાં આવે છે. મોક્ષદશામાં અનંત વીર્ય હોય છે તે મેક્ષમાં ગયેલ પ્રાણી કદી ફેરવતા નથી, વાપરતા નથી, તેથી તે, આગમમાં કહેલ વીર્ય વાપરતા ન હોવાથી, નિરીશ્વર સાંખ્યની નજીક લગભગ પહોંચી જાય છે. અને વેગ મતવાળા પતંજલિ–ગદર્શનના આદ્ય પ્રણેતા–ચિત્તવૃત્તિના નિધિ માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિના ઉપાય હઠગના પ્રયોગથી બતાવે છે. આ ગદર્શન પણ આત્માને સત્ પદાર્થ તરીકે સ્વીકારીને ચાલે છે. તેથી સાંખ્ય અને પેગ બન્ને પગ-અવયવનું કામ કરે છે. આત્મા વગર તો કોઈ કામ થઈ શકતું નથી એવી આત્માની સત્તા-હોવાપણું આ બન્ને દર્શનકારે સ્વીકારે છે, તેથી તેઓ સમય-પુરુષના બે પગ જેવા બની રહે છે. “અખેદે એ ક્રિયાવિશેષણ છે અને તેને સંબંધ “વિવરણ” અને લ”—એમ બન્ને સાથે લઈ શકાય છે. અખેદે વિવરણ કરતાં પ્રાણીને એમ જણાય છે કે આ બને દર્શને સમયપુરુષના પગસ્થાને છે. જૈનોની વિચારધારામાં હગને રથાન નથી. તેઓ તંદુરસ્તી–તબિયતને અંગે હઠાગને સ્વીકારે છે, પણ ભલામણ તો રાજગની જ કરે છે. છતાં આ બન્ને દર્શને આત્માને સત્ તરીકે સ્વીકારતાં હોવાથી સમયપુરુષના પગસ્થાને યોગ્ય છે અને અમુક દષ્ટિએ એટલા સત્યને સ્વીકારતાં હોઈ આરાધ્ય છે. - જ્ઞાનવિમળસૂરિ ‘અખેદને “અંગ” સાથે લઈ અર્થ કરે છે તે પણ વિચારવા યોગ્ય છે. એ રીતે ‘અખેને ત્રણ જુદી જુદી રીતે સમજાવવામાં આવે છે. મને ‘લહો’ સાથે તેને લઈ લેવું તે બરાબર-ઉચિત લાગે છે. આ બને મતો આત્માને વ્યવહારથી પણ અકર્તા માને છે, ત્યાં જૈનદર્શનને અને તેમને વિરોધ થાય છે. તેમના દર્શન પ્રમાણે આત્મા નિર્ગુણી છે. જૈનદર્શન સેશ્વર સાંખ્યની પણ નજીક આવે છે અને નિરીશ્વર સાંખ્યની તો ઘણું નજીક આવે છે. વિસ્તાર માટે અને ન્યાયદષ્ટિએ એ તફાવત સમજવા માટે “પડદશનસમુચ્ચય'ની ટીકા વાંચવા ભલામણ કરવામાં આવે છે. જૈન મતને કલ્પવૃક્ષ કહેવા છતાં બીજા મતોની અવગણના ન કરવાને સુંદર રીતે ઉપદેશ આપેલ છે તે ધ્યાનમાં લેવા યોગ્ય છે અને દરેક યુગમાં ધમાલીઆ વૃત્તિની બહલતા હોવા છતાં ખાસ ઉપદેશ લેવા ગ્ય દશા સૂચવે છે અને પરમસહિષ્ણુતાને સુંદર દાખલે પૂરો પાડે છે. “સત્તા” એટલે “શક્તિ” અર્થ પણ થાય અને થવાપણું, સત્પણું, હેવાપણું (existance) એવો અર્થ પણ થાય. અહીં બને અર્થ ઘટે છે. રાજયગમાં હઠને સ્થાન નથી, તે સુંદર છે અને બધી રીતે માન્ય થાય તે મત છે. જેને હગમાં માનતા નથી. આત્માની હયાતી સ્વીકારનાર આ બન્ને મતોને જૈન મત સ્વીકારે છે. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy