SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ : શ્રી નમિનાથ જિન સ્તવન [૩૯૭ જિન સુરપાદપ પાય વખાણો, સાંખ્ય-ગ દોય ભેદ રે; આતમસત્તા વિવરણ કરતાં, હો દુગ અંગ અખેદે રે. પ૦ ૨ અથ–તીર્થકર ભગવાનરૂપ કલ્પવૃક્ષનાં મૂળિયાં અથવા પગરૂપ સાંખ્ય અને યોગ દર્શને; તેઓ આત્માની સત્તા ઉપર વિવેચન કરે છે, એમ એ બન્નેને જિનમતના બે પગરૂપ અંગ-અવયવ તરીકે વગર થાક્ય તમે ધારી લે. (૨) ટો-જિનમતરૂપ જે સુરપાદપ–કલ્પવૃક્ષ, તેહના પાય કહેતાં પાદ શાખારૂપ કહીએ, તે કેશુ? તે સાંખ્યમત અને ગમત એ ભેદે કપિલમતને ભેદે, તે માટે આત્માની સત્તા. અનેકતાનું વિવરણ તે આત્મનિષ્ઠિત માને છે. લઘુ સામાન્યપણે દુગ-બેહ દર્શન તે જિનભંગ અખેદપણે છે. (૨) વિવેચન–જૈનરૂપ જે કલ્પવૃક્ષ-ઈચ્છા પૂરનાર ઝાડ-છે તેનાં મૂળિયાં અથવા સમયપુરૂષનાં બે અંગ-પગરૂપે તે સાંખ્ય અને યોગ દર્શને છે. આત્માની સત્તાને તેઓ સ્વીકાર કરે છે, એને સત્ વસ્તુ માને છે, અને તમે તેમને ખેદ રહિત થઈને પ્રાપ્ત કરો : આ આ ગાથાને ભાવાર્થ છે. આપણે તે સમજવા યત્ન કરીએ. આ બન્ને દર્શન–સાંખ્ય અને યોગ, અનુક્રમે કપિલ અને પતંજલિનાં દર્શને-આત્માની અસ્તિતા સ્વીકારે છે. સાંખ્ય મતવાળા ચોવીશ પદાર્થને માને છે. પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કમેંદ્રિય, પાંચ ભૂત, પાંચ તન્માત્રા, મન, બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, પચીસ પદાર્થ આત્માને માને છે, પણ તેને અકર્તા ગણે છે. આત્મા તો માત્ર દ્રષ્ટા છે, તે સાક્ષીભાવે સર્વ જુએ છે. અને રાગદ્વેષ વગેરે પ્રકૃતિનાં કાર્ય છે. આત્મા કર્તા પણ નથી અને ભક્તા પણ નથી; તે તો માત્ર સાક્ષીભાવે છે. એક દૃષ્ટિએ સાંખ્ય મતની આવી સમજણ છે. જૈનના નિશ્ચયનયની અપેક્ષાએ પણ એ જ વાત આવે છે. આ દર્શન કપિલ મુનિનું દર્શન કહેવાય છે તેના આદ્ય સ્થાપક કપિલ મુનિ થઈ ગયા. આ સાંખ્ય દર્શન જૈનદર્શનના નિશ્ચયદ્રષ્ટિબિંદુની ઘણું નજીક આવે છે. જૈનદર્શન પણ નિશ્ચયનયે આત્માને કર્મને કર્તા માનતું નથી. અને નિરીશ્વર સાંખ્ય તો ઈશ્વરને પણ ઉડાવી દે છે, તે પાઠાંતર–વખાણ” સ્થાને બન્ને પ્રતમાં “વખાણું” અને “વષાણું' એમ લખેલ છે. સાંખ્ય ” સ્થાને એક પ્રતમાં “સાંખ” પાઠ છે. “ભેદે સ્થાને “યોગે ” એવો પાઠ પ્રતમાં છે. “કરતાં” સ્થાને પ્રતવાળા ર્તા” લખે છે. “લહો ” સ્થાને પ્રતમાં “લહુ’ પાઠ છે. “દુગ’ સ્થાને પ્રતમાં “દુષ' લખે છે. “અખે” સ્થાને પ્રતમાં “અભેદે” પાઠ છે તે વિચારણીય છે. (૨) શબ્દાર્થ-જિન = જેન, જૈનદર્શનાનુયાયી. સુરપાદપ = કલ્પવૃક્ષ, પાસે આવી માગણી કરવાથી ઇચ્છિત વસ્તુ આપનાર વૃક્ષ. પાય = પગે, જમણ અને ડાબા બે પગ. વખાણ = જાણો, વણો. સાંખ્ય = કપિલઅનિપ્રણીત સાંખ્યદર્શન, સેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. જોગ = યોગદશન દેય = બે, બે પગે, મૂળિયાં ભેદે = પ્રકારે, વિભાગે. આતમસત્તા = આત્માની સત્તા, શક્તિ. વિવરણ = વિવેચન, વર્ણન કરતાં = વણવતાં, સ્વીકારતાં. લહો = લે, સ્વીકારો, ધ્યાનમાં રાખે. દુગ = બનેને. અંગ = અવયવ, વિભાગ. અમે રે = જરા પણ મૂંઝાયા સિવાય, ઉઘાડી રીતે. (૨)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy