SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮] શ્રી આનંદઘન-વીશી શકે. આટલી આ વિષયની મહત્તા જાણી-વિચારી ફેસલે કરો એ મોટું મુશ્કેલ કાર્ય આપની ઉપર અંતે રહે છે. આપ આ સ્તવનના વિષયની મહત્તા વિચારી આપ પિતે કેણ છે? કેવા છે?—એ સર્વ વિચારશે અને આપને ઇચ્છિત સ્થાનકે જવું હોય તે શુદ્ધ તર્કની નજરે બરાબર વિચાર કરશે અને આનંદઘનના મંતવ્યને ખૂબ લક્ષ્યમાં લેશે. આ વિષય કાંઈ જેવો તે કે ગબડાવી દેવા જેવો નથી. એ મહત્ત્વને વિષય આપની પાસે ખૂબ વિચારણા માગે છે. આપ એ સંબંધી નીચેની હકીકત વાંચશે અને સ્વતંત્ર વિચાર કરશે. કહેવાની વાત એ છે કે આ મહત્ત્વના વિષય ઉપર આપની તર્કબુદ્ધિ પણ સાથોસાથ ચલાવશે અને અંતે નિર્ણય પર આવી જશે. ખેદની વાત છે કે આપ પિતે કેણ છે તે સંબંધમાં પણ આટલે બધે મતભેદ છે. પણ નિર્ણય તે એક જ છે. આપ તે નિર્ણયને સ્વીકારે એ આગ્રહ નથી, પણ આપ આપની બુદ્ધિશક્તિ જરૂર લગાવશે અને સ્વતંત્ર તર્કશક્તિને પૂરેપૂરે ઉપયોગ કરશે. એવા મતભેદોથી જરા પણ ગભરાઈ જવાનું નથી. આ આત્મા કેણ છે અને કેવું છે તેના સંબંધમાં જે મતભેદ પ્રવર્તે છે તે વિચારવાનું કામ આ રેલવે, ટેલીફેન અને એરપ્લેન તથા રેડીઓના યુગમાં પણ આપને જ કરવાનું છે. હવે આ સંબંધમાં વધારે સમય ચર્ચામાં ન કાઢીએ; લખવું હોય તે ઘણું લખાય. તે ન કરતાં આપણે સ્તવનર્તા સાથે હાલમાં તે ગમન કરીએ અને વિષયની મહત્તા તર્કની નજરે જાણીએ. સ્તવન (રાગ કાફી, આધા આમ પધારે પૂજ્ય-એ દેશી) મુનિસુવ્રત જિનરાજ, એક મુજ વિનતિ નિસુણો. (ટેક) આતમતત્ત્વ કર્યું જાણ્યું જગતગુરુ, એહ વિચાર મુજ કહિયે, આતમતવ જાણ્યા વિણ નિરમળ, ચિત્તસમાધિ નહિ લહિયા. મુનિ ૧ પાઠાંતર– જિનરાજ' સ્થાને “જિનરાય” પાઠ પ્રતમાં છે. એક પ્રતમાં ટેકને પાઠ નથી. “ જાણું ? સ્થાને “ જાણું” પાઠ એક પ્રતમાં છે. “કહિયે” સ્થાને બન્ને પ્રતમાં “ કહીઓ” પાઠ છે તે બરાબર લાગે છે. લહિઓ” સ્થાને એક પ્રતમાં “લહીઓ” પાઠ છે તે બરાબર છે; એક પ્રતમાં “લહિયે ” પાઠ છે. “ વિણ સ્થાને “ વિણું” પાઠ પ્રતમાં છે. “નવિ” પ્રતમાં એ પાઠ “નવી” તરીકે આપે છે. (૧) શબ્દાર્થ–મુનિસુવ્રત = તે નામના વીસમા તીર્થંકરજિનરાજ = તીર્થ પતિ, જિનદેવ. એક = માત્ર એક જ, એકથી વધારે નહિ. મુજ = મારી. વિનતિ = વિજ્ઞપ્તિ. નિસુણ = શ્રવણ કરો, કાને ધરો. આતમતત્ત્વ = આત્મા કેવો છે, તેનું રહસ્ય. કયું = કેમ, શી રીતે જાણું = આપે ધાર્યું. અવધાયું. જગદ્ગુરુ = સર્વના ગુરુ, દુનિયાના ઉપરી. એહ = એ, તે. વિચાર = નિર્ણય, સમજણપૂર્વકનું તત્વજ્ઞાન, મુજ = મને. કહિ = કહો, જણાવો. આતમતત્ત્વ = આત્મા સંબંધી હકીક્ત જાણ્યા = સમજ્યા, અવધાર્યા. વિણ = વગર. નિરમળ = મેલ વગરનું, શુદ્ધ, તે ચિત્તસમાધિનું વિશેષણ છે. ચિત્તસમાધિ = દિલની શાંતિ, મનની ઠંડક. નવિ = નહિ, ન. લહિયે = લીધી. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy