SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન આત્મતત્ત્વ સબંધ—ઘણા ખેદની વાત છે કે આપણા પેાતાના આત્મા સંબંધમાં ઘણા મતાગ્રહુ દુનિયામાં ચાલે છે અને આપણે આપણી જાત માટે પણ નિર્ણીત મત પર આવી શકયા નથી; અને દરેક દનવાળાએ પાતાનાં જુદાં જુદાં મંતવ્યોને પણ એટલાં ખેચ્યાં છે કે પોતે સાચા અને ખીજા સર્વાંને જૂઠા સમજે છે. ખુદ આત્મા સબધી આવી ગૂંચવણુવાળી સ્થિતિ એટલી બધી પ્રવર્તી રહેલ છે કે આપણને તે ખેલતાં પણ શરમ આવે અને મનમાં ખેદ થાય. આવી વિષમ સ્થિતિ છે તે સમજીને આત્માને એવી સારી રીતે આળખવા જોઇએ કે એનું મૂળ સ્વરૂપ ખરાખર લક્ષ્યમાં રહે અને આપણે તદ્રુપ થઇ એની એવી સુંદર પ્રાગતિક સ્થિતિને અનુભવ જાતે કરી આપણા જીવન પંથ સીધા, સરળ અને આપણને પોતાને લાભકારક કરી દઇએ. આત્મા કેવા છે ? કેવા હોવા જોઇએ ?–તેની તાર્કિક ચર્ચામાં પણ આટલા બધા મતફેર જોવામાં આવે છે, ત્યારે જો તેએની કથા-વાર્તાઓ, દ'તકથાએ વિચારવામાં આવે તે તે વળી વધારે ગૂ'ચવણમાં પડીએ. એટલે આનંદઘન મહારાજે તે એકલી તાર્કિક દૃષ્ટિએ અન્ય મતની માન્યતામાં કેવાં કેવાં દૂષણા આવે છે, તેની જ માત્ર ચર્ચા કરી છેવટે પોતાનું સમ્યક્ મંતવ્ય રજૂ કર્યુ છે. તેની મરજી હેાત તે તે, આખા વિષય ઘણી સરસ રીતે ચર્ચી, દતકથાની ચર્ચા ઉપાડી વિષયને વધારે મજબૂત બનાવી શકયા હાત, પણ તેએએ તે રસ્તા લીધે નથી. માત્ર ન્યાય—તની નજરે પોતાથી અન્ય મંતવ્યોમાં કયાં કયાં કૂષણે। આવે છે તે જણાવી તે સમધી પાતે પેાતાના મત બતાવ્યા છે. આત્મા જેવા અગત્યના વિષયમાં દરેક દન જુદું પડી પોતાના મતના આગ્રહ ધરાવે તે ઘણું અનિષ્ટ છે, પણ જન્મની પાછળ અને મરણ પહેલાંની સ` ખાખત એવી ગૂ'ચવાયેલી સ્થિતિમાં છે કે દરેક પ્રાણીને જેમ ફાવ્યું તેમ પોતાના નિરનિરાળા મતની સ્થાપના કરી ગયા છે. એ સર્વાં ગૂંચવણુ વચ્ચેથી સાચા રસ્તે બતાવવે તે અતિ આકરું કામ છે અને તેમાં કેઇ જાતના આવેશ વગર કામ કરવું ઘણું મુશ્કેલ છે. ખાકી, આત્માના વિષય એટલે વિશાળ છે કે એના પર અનેક પુસ્તકો લખાય. આવા અગત્યના વિષયને અંગે આનંદઘન એક સ્તવનની થેાડી ગાથાઓ રચી મહાપ્રકાશ પાડે અને પેાતાનું મંતવ્ય આદશ રૂપે રજૂ કરે તે આ સ્તવનની મહત્તા બતાવે છે. આ સ્તવનની અંદર કહેલા—ચચે'લા વિષયની મહત્તા બહુ છે અને તેને ન્યાય તેા લાભાનદજી જેવા માણસ જ આપી ૪૮
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy