SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: શ્રી મલિનાથ જિન સ્તવન [૩૬૭ કરનાર, સંયોગને વિયોગ થાય જ એ નિયમને વીસરાવનાર અને પરભવમાં દુર્ગતિ અપાવનાર આ દૂષણ પર પ્રભુએ વિજય મેળવ્યો છે. આ પ્રમાણે શક નામનું નવમું દૂષણ વિચાર્યું. દશમું દૂષણ દુર્ગછા નામનું છે. કોઈ ગંદી ચીજ કે વિષ્ટાને જોઈ એની ગંધ આવતાં મેં મચકડવું તે દુર્ગછા છે. કઈ પ્રાણીને હલકો માનવે નહિ અને અછુત ઉદ્ધાર માટે પ્રયત્ન કરે એ દુગંછાને ત્યાગ છે. આ દશમા દૂષણને પ્રભુએ ત્યાગ કર્યો છે. આદર્શ સ્થાને સ્થાપનાર આપણે એને પ્રભુને અનુસરવું એ આપણી ફરજ છે. ભય સાત છે : આલેકભય, પરેલેકભય, આદાનભય, અકસ્માતૃભય, આજીવિકાભય, મરણ ભય અને અપકીર્તિભય. આને જુદા દૂષણમાં ગણવામાં નથી આવ્યું પણ તે તજવા યોગ્ય છે. એ સર્વ નોકષા બાપડા–બિચારા છે. કષાય રૂપ હાથીની શ્રેણિ પર ચડતાં જેમ હાથી પછવાડે દૂર દૂરથી કૂતરા ભસે તેવા તેના હાલ છે. પ્રભુ તો હાથમાં દંતાળી લઈ ત્રણે વેદો ઉપર વિજય મેળવી એ સર્વને નિવારે છે. હાથી પછવાડે કૂતરાના ભસવાની કોઈ અસર થતી નથી. આ ગતિ આપે પકડી છે અને આપ મારી આદર્શ હોઈ મારે તે માગે કામ લેવા યોગ્ય છે. આ નેકષાયે નવ છે તેના પર મારે વિજય મેળવે એવો મારે આદર્શ છે. (૫) રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મોહના યોધા; વીતરાગપરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બોધા. હો મલિ૦ ૬ અર્થ_ચારિત્રમોહનીયના મોટા લડવૈયાઓ તો રાગ દ્વેષ અને અવિરતિની રીત છે, તે આપનામાં વીતરાગભાવ જામતાં બાપડા બાઘડ ભૂત જેવા થઈ ઊઠીને નાસી જ ગયા. (૬) ટો–રાગ દ્વેષ અવિરતિ પરિણામ એ સર્વ ચારિત્રમોહ નૃપતિના ધા-સુભટ છે. તે સઘળા એ વીતરાગભાવની પરિણતિ પરિણમતે હું પોતાની મેળે તે આફણહી જ ઊઠી નાઠા. અત્યંત અબોધ અજ્ઞાન છે તે. (૬) વિવેચન–રાગ એટલે મનને પસંદ પડે તેવી ચીજ પર પ્રીતિ અને ષ એટલે મનને પસંદ ન પડે તેવી ચીજ પર તિરસ્કાર વિરતિભાવને અભાવ-એ સર્વ મેહનીય કર્મ, જે રાજા પદે છે, તેના લશ્કરીએ છે. મેહનીય કર્મને રાજાનું સ્થાન અપાય છે અને તેના લડયા-લશ્કરી સ્થાને રાગ, દ્વેષ અને અવિરતિની પરિણતિને અપાય છે. રાગ એટલે પ્રીતિ અને પાઠાંતર–અવિરતિની’ સ્થાને પ્રતમાં “અવિરતિ પાઠ છે; એક પ્રતમાં “અવીરતી પાઠ છે. રાધા સ્થાને પ્રતમાં “જેધા’ પાઠ છે. “પરિણમતાં’ રથાને એક પ્રતમાં “પરિણા રમતા” પાઠ છે. (૬) . | શબ્દાર્થ–રાગ = પ્રેમ, સ્નેહ. ઠેષ = અપ્રીતિ, અપ્રેમ. અવિરતિ = ત્યાગભાવને અભાવ, વિરમવાની ગેરહાજરી. ચરણમોહ = ચારિત્રમોહનીયના. ચોધા = લડવૈયા, આગળ ચાલનારા, કાનિશાને. વીતરાગ = જેનો રાગ કપાઈ ગયો છે તે, ભગવાન, પ્રભુ. પરિણતિ = તેના જેવી હૃદયેચ્છા, વૃત્તિમાં તદ્રુપ થવું તે પરિણમતાં = પામતાં. ઊઠી = ઊભા થઈને. નાઠા = દૂર થયા, ભાગી ગયા. બધા = અકકલ વગરના, સાદી અક્કલના પણ નહિ. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy