SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : શ્રી અરનાથ જિન સ્તવન [૩૪૯ રીતે ચારિત્ર ઉપગ મૂકે તે અનેક ચર્યા કરતે દેખાય છે. તે સામાયિકમાં સ્થિત હોય તે તેમાં તથા યથાખ્યાતાદિ ચારિત્રમાં રમણ કરતા દેખાય છે. આવી રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિવિધતાથી તે જે ઉપગ મૂકે તે તેને પર્યાય દેખાય છે. છતાં તે જ વખતે, એ અલક્ષ્ય -આત્માના આ રીતે અનેક પર્યાયે થાય છે, તે ઉપરાંત એના કર્મના સંગે પણ અનેક પર્યા થાય છે તેને એકેદ્રિયથી માંડીને પંચેદ્રિયપણું મળે, તેમ જ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી આદિ ગતિ મળે વગેરે તેના અનેક પર્યાયે થાય છે. એ જ અલખ-આત્માને નિવિકલ્પભાવે જોઈએ, શાંતભાવે નીરખીએ તે સેના તરીકે તે એક જ જણાય. આત્માના જ્ઞાનાદિ ભાવે કે કર્મસંગે અનેક પર્યાયે થઈ શકે છે, પણ સર્વ સંકલ્પ-વિકલ્પ તજી દઈએ અને શાંત ભાવે એકલા આત્માને જોઈએ તે આવરણ વગરને તે એકલે જ લાગે. જેમ સેનાનાં અનેક ઘરેણાં થાય છે, પણ અંતે તે એકલું સોનું જ રહે છે, તેમ અલક્ષ્યના અનેક પર્યાયે થાય પણ તે આત્મા સર્વ વિકલ્પ છોડે તે આવરણ વગરને એક આત્મા જ દેખાય. કારણ કે એની અંતિમ દશામાં તે શુભ કર્મો પણ એને છોડી જ દે છે. કારણ કે તે પણ સેનાની બેડી છે. અને, સેનાની હોય કે ગમે તેની, બેડી તે અંતે બેડી જ છે. આત્માના સંકલ્પ જાય ત્યારે તે આવરણ વગરને એક આત્મા જ દેખાય છે અને તેના સર્વ પર્યાયે તરફ નજર પણ નથી પડતી. આ ઉપરથી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી આત્માનું આત્મત્વ જ ધ્યાવવા અને પ્રાપ્ત કરવા ગ્ય છે એ વાત પણ કરી નાખી. આ અનેક પર્યાયે અત્યારે આત્માના થઈ રહ્યા છે તે દર કરી એની અસલ સ્વાભાવિક રિથતિએ એ નિરાવરણ એક જ છે, એ સ્થિતિ સોનાના દBતે વિચારવી અને તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરે, એ જૈનધર્મનું તત્વજ્ઞાન સમજવાની એક અતિ અગત્યની ચાવી છે. આ ગાથાથી આત્માનુભવ અને પરબડી છાંયડી દાખલાપૂર્વક સમજવામાં આવ્યાં હશે. (૫) પરમારથ પંથે જે કહે, તે રંજે એક તંત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધરમ૦ ૬ પાઠાંતર–પંથ સ્થાને એક પ્રત લખનાર “પંચ” લખે છે. “ કહે ” સ્થાને પ્રત લખનાર “ કહે ” લખે છે. જે સ્થાને પ્રત લખનાર “જે ' લખે છે: “વ્યવહાર સ્થાને પ્રતમાં “વ્યવહારી' શબ્દ લખેલ છે. “રહે સ્થાને પ્રતમાં રહૈ” લખે છે. (૬) શબ્દાર્થ–પરમારથ = પરમાર્થ, નિશ્ચયનયની નજરે જોતાં. પંથ = માર્ગ, રસ્તો. જે = જે મનુષ્યો. કહે = સમજાવે, બેલે. તે = તે માણસ. જે = રીઝે, રાજી થાય, આનંદ પામે. એક = માત્ર એક વધારે નહિ. વ્યવહાર = વ્યવહારનયે, ચાલુ પરિસ્થિતિમાં. લખ = સાધ્ય, લય, દેખાય તેવા રૂપને. જે = જે માણસ. રહે = જોઈ રહે, સમજે, ટેક, જાણે. તેહના = તેના ભેદ = પર્યાય, જુદાપણું. અનંત = અંત વગરના, છેડા વગરના. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy