SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ] શ્રી આનંદઘન-ચાવીશી એ એને માટેની પર્યાયષ્ટિ છે. પર્યાયષ્ટિએ સાનું ખીજી ધાતુથી આવી રીતે જુદું પડે છે. અને સેાના ધાતુ તરીકે પર્યાયષ્ટિએ જાણીએ છીએ, બીજી ધાતુથી જુદું પાડીએ છીએ. પણ એ પર્યાયષ્ટિ મૂકી જોઇએ તે એક અને અભંગ સોનું જ છે, એના કાંઇ ભેદ પડી શકતા નથી. સેાનું ત્રણ કાળમાં સાનું જ રહે છે, તેથી સેાનામાં ભારેપણાની પીળાપણાની કે સ્નિગ્ધતા કે જુદાં જુદાં ઘરેણાંની કલ્પના કરવી તે પર્યાયષ્ટિ છે. આટલા ઉપરથી શું સમજવું તે આવતી ગાથામાં કહેશે. આ દ્રષ્ટિ અને પર્યાયષ્ટિ ખરાખર સમજવાની વ્યાખ્યા છે અને તે માટે ઉપાધ્યાય શ્રીમદ્ યજ્ઞેશવિજયજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ બનાવી આપણા ઉપર મેટો ઉપકાર કર્યા છે. એ જોવાથી દ્રવ્ય, ગુણુ અને પર્યાય સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયાને સ્પષ્ટ જુદા જુદા સમજવા તે જૈન તત્ત્વજ્ઞાન સમજવાની ચાવી છે; અને બહુ વિચારણાપૂર્વક ગઠવાયલા એ જૈન તત્ત્વજ્ઞાનના અગત્યના વિષય છે. આ દાખલાની સમજણુ આવતી ગાથામાં કરવામાં આવશે. (૪) દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિરવિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિર ંજન એક રે. ધરમ૦ ૫ અ—તે પ્રમાણે સામાન્ય ઉપયેગે, વિશેષ ઉપયાગે અને ચારિત્ર દૃષ્ટિએ અલક્ષ્ય આત્માના અનેક આવિર્ભાવ નજરમાં આવે, છે, પણ ભેદ વગરનું તેનું ધ્યાન કરવામાં તે તે જાતે પવિત્ર છે, દોષ વગરના છે અને એક જ માત્ર છે, તે આત્મા તે વખતે અભેદ્યપણે દેખાય છે. (૫) ઢો—તેમ આત્મા દર્શીન, જ્ઞાન, ચારિત્રપર્યાયે અલખ સ્વરૂપ : લખ્યું-કલ્પ્યા ન જાય એવા છે, અનેકલેન્રી છે. પર્યાય દ્રવ્યે જ્યાં રહે નિર્વિકલ્પ નિરુપાધિક રસે પીજીએ. અત્યંત સાદરે, પણ આત્મસ્વરૂપ ગવેષીએ તે વારે શુદ્ધ નિરંજન દ્રવ્યાથે` એક છે. (૫) વિવેચન—તે જ દાખલા પ્રમાણે—જેમ સોનાના અનેક તરંગ થાય છે તેમ-દનથી, જ્ઞાનથી અને ચારિત્રથી આત્માના-અલક્ષ્યના અનેક તર ંગા-પર્યાયેા થાય છે. સામાન્ય ઉપયેગે તે જાતિઓને જુએ છે, તેનામાં તે તન્મય થઇ જાય છે, અને તે તેનું દન બને છે. તેમાં તે માણસાને, જનાવર કે પક્ષીને, સુખદુઃખને સામાન્ય પ્રકારે જુએ છે. પછી જરા જ્ઞાન-ઉપયાગ થાય ત્યારે તે વધારે વિગતવાર હકીકતા જુએ છે. માણસનાં નામ, તેને ર'ગ, તેની જાતિ અને અનેક વધારે વિગતે તેના જાણવામાં આવે છે. આ સર્વ જ્ઞાનનું પરિણામ છે. તેવી જ પાઠાંતર— પીજિયે ' સ્થાને પ્રતવાળા ‘ પીછઇ' લખે છે, અ ફરતો નથી. (૫) — શબ્દા — જ્ઞાન = વિશેષ વિગતવાર જાણવું તે. દરશન = સામાન્ય જાતિનું ભાન. ચરણ = ચર્ચા, ક્રિયા –ચારિત્રની નજરે. થકી = થી. અલખ – અલક્ષ્ય, ન સમજી શકાય તેવા, આભા. સરૂપ = સ્વરૂપ, આવિર્ભાવ. અનેક = ધણા, એકથી વધારે. નિવિકલ્પ = ભેદ વગરનું. રસ = ધ્યાન. પીજિયે = પીએ, લઈ એ. શુદ્ધ = દોષ –મેલ રહિત. નિરંજન = લેપ–દોષ વગરના. એક = માત્ર એક જ છે. (૫) =
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy