SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન ચોવીશી છે. નકામી વાતો કરનારા અને ટાયેલાં કરનારા તે અનેક માણસો હોય છે, પણ મુદ્દામાં થોડી ગાથામાં આવી અગત્યની વાત સમજાવનારા બહુ થોડા હોય છે તે આપણે સ્તવનની આખરે જોઈશું. રહસ્યને આટલા ટૂંકા સ્તવનમાં સમજાવવું તે અત્યંત મુશ્કેલ કામ છે, તે આનંદઘનજીએ સફળતાથી કરી આપણું ઉપર મોટો ઉપકાર કર્યો છે તે આપણે નીચે જઇશું. આખું સ્તવન રહસ્યમય છે અને ખૂબ લક્ષ્યપૂર્વક સમજવા ગ્ય છે. તમે તેને ખૂબ લક્ષ્યપૂર્વક સમજવા યત્ન કરે એવી ભલામણ કરવામાં આવે છે. આ સ્તવન ખાસ રહસ્યભૂત હેવાથી ખાસ વિચારણા માગે છે અને ઘોળી ઘોળીને પચાવવા યોગ્ય છે. સ્તવન (રાગ પરછ માસ : અષભવંશ યણાય-એ દેશી.) (એક પ્રતમાં ઋષભનો વંશ રાયણાયરો-એ દેશી એમ લખેલ છે.) ધરમ પરમ અરનાથનો, કિમ જાણુ ભગવંત રે; પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે. ધરમ૦ ૧ અથ–ભગવાન પ્રભુ શ્રી અરનાથને ધર્મ ઉત્કૃષ્ટ છે, બહુ જ સરસ છે, તેને હે ભગવાન ! હું કયા પ્રકારે, કઈ રીતે જાણું? તે માટે આપ પિતાને ધર્મ અને પારકે ધર્મ અથવા બીજો ધર્મ મને ખુલાસાપૂર્વક જણાવે. આપ તે અણિમા–મહિમા વગેરે ગસિદ્ધિવાળા છો અને આપ પિતે મેટા ત્યાગી છે ! આપને ઉદ્દેશીને હે સાધુપુરુષ ! આપ મારા પર કૃપા કરી એ બન્ને વાત સમજાવે. (૧) ટો—આ સ્તવન પર જ્ઞાનવિમળસૂરિને ટબ ભાષાને વર્તમાન બનાવી નીચે પ્રમાણે આપે છે. એ શ્રી કુંથુ જિનના સ્તવનને વિષે મન વશ કરવું તે દુર્ગમ કહ્યું તે મન વશ કરવાને ધર્મ એક હેતુ છે, તે ધર્મસ્વરૂપે પ્રભુને-શ્રી અરનાથ જિનને–સ્તવે છે-કહે છેઃ ભવ જલને આરે–પરતરે પહોંચાવે તે શ્રી અરનાથ સ્વામીને પરમ ઉત્કૃષ્ટ ધર્મ, તેને હે ભગવન ! કેમ કરી જાણું છું? સ્વસમય–સ્યાદ્વાદ, પરસમય અપર કુદર્શન ગ્રહે કેમ સમજાવીએ તે પરમ ધર્મને, મેટા મહિમાવંત હે પ્રભુ ! અથવા સ્વસમય! (૧) પાઠાંતર—“સમય” સ્થાને એક પ્રતમાં “સમલૈ” પાઠ છે. “સમજાવીએ” સ્થાને પ્રતવાળે “સમાવઈ ' પાઠ લખે છે. (૧) શબ્દાથ ધરમ = ધમ, પ્રાણીને દુર્ગતિએ પડતાં જે ધરી રાખે તે ધર્મ. પરમ = સુંદર, સાર, સવથી સરસ અરનાથને = અરનાથ નામના અઢારમા પ્રભુ. કિમ = કેમ, કઈ રીતે, ક્યા પ્રકારે. શું પ્રકારે. જાણું = સમજી : શક, ગળે ઉતાર્ડ, ગ્રાહ્યમાં લઉં. ભગવંત = નાથ, પ્રભુ, પરમાત્મા. સ્વસમય = આપને સ્યાદ્વાદ સમય, આપે સ્વીકારેલે ધમર, પરસમય = અન્ય સ્વીકારેલે ધમ, અન્ય-પર લોકોને-પારકાને ધર્મ. સમજાવીએ = ખુલાસા. પૂર્વક વણવીએ, સંક્ષેપમાં કહીએ. મહિમાવંત = હે પ્રતાપવાન, યશવાન ! મહિમા સિદ્ધિવાળા ! મ ટે સ્વરૂપ યોગની સિદ્ધિવાળા. મહંત = મોટા સાધુ, મઠાધિકારી, માણસ ! ( સંબોધન) (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy