SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન [૩ર૭ જાણી શ્રેણિક રાજા આશ્ચર્ય પામી પ્રભુભક્તિમાં વધારે સાવધાન થયો. આવું મનનું પરિબળ છે : એક ઘડીમાં કર્મબંધન કરાવે અને બીજી ઘડીએ પ્રાણીને કેવળ કરાવે. આ મનના વિષયને વધારે ગૂંચવણવાળે જાણી એના પર આ આખું સ્તવન રચવામાં આવ્યું છે. એમાં મનની જ ચર્ચા છે અને તે બહુ અગત્યની હોવાથી આ સ્તવનમાં તેને જ ચર્ચેલ છે. આ વિષય અગત્યને હાઈ આપણે માનસિક બંધારણ બરાબર સમજવા પ્રયત્ન કરીએ. મનને આખા બંધારણ અને એને વશ કરવાની રીતિ ઉપર ખાસ ધ્યાન આપવાની વિજ્ઞપ્તિ કરી આ મહત્વના વિષયને વિચારીએ. સ્તવન | ( રાગ ગુજરી તથા રામક્લી, અંબર દેહુ મુરારિ હમાર-એ દેશી.) કુંથુજિન! મનડું કિમહી ન બાઝે, હો કુંથુજિન! મનડું, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગુ ભાજે હો. કંથ૦ ૧. અથ—અહો કુંથુનાથ ભગવાન! મારું મન કઈ રીતે પણ એકાગ્ર થઈને અમક એક વિષયમાં લાગતું નથી. જેમ જેમ એને માટે પ્રયાસ કરી હું ઉદ્યમ કરું છું, તેમ તેમ એ દૂર ખસી જાય છે, વધારે આવું થાય છે. (૧) ટો–આ સ્તવનને અર્થ કરતાં જ્ઞાનવિમળસૂરી લખે છે કે, એવું શાંતિપદ ભાવવું–તે મનઃસ્થિરતા કરવાને માટે. મન વિષમ છે, એક મન જિત્યે સર્વ જિતાય, ચાર मणमरणे दियमरण', इदियमरणे मरति कम्माइ। कम्ममरणेण मोक्खो, तम्हा य मण बसीकरण॥ એ ન્યાય છે, તે ઉપર મન જિતવાને શ્રી કુંથુનાથની સ્તુતિ કહે છે. હે કુંથુનાથ ! મનડું– ચિત્ત તે કેમ (ગમે તેટલું) કર્યા છતાં કેઈ ઉપર ન બાઝે; જેમ જેમ ઉદ્યમ કરીને રાખવા જાઉં છું, તેમ તેમ અવળું અવળું વિપરીત મુક્તિનામ ગ્રંથિ ભાજે છે. (૧) વિવેચન–હે કુંથુનાથ ભગવાન ! મારું મન એક જગ્યાએ બાઝતું જ નથી, એકાગ્ર પાઠાંતર– કિમહી ' ને સ્થાને બન્ને પ્રતમાં “કિણહી’ પાઠ છે, તેને અર્થ “કઈમાં” થાય છે. બા” સ્થાને “બાઝે” પાઠ પ્રતમાં છે, તે પ્રાચીન ગુજરાતી છે; ભીમશી માણેક “બાજે' છાપે છે. “રાખું સ્થાને અને પ્રત લખતાર “રાખું” લખે છે; “ખ” લખવાની એ પ્રાચીન રીત છે. “ભાજે' સ્થાને પ્રતવાળા ભાજે' લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે. “કુંથુ’ સ્થાને એક પ્રતમાં “કુયૂ ” શબ્દ છે તે અશુદ્ધ જણાય છે. (૧) શબ્દાર્થ-કુંથુજિન = કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકર. મનડું = મન, મનનું નાનું રૂપક. જેની દરકાર ન કરવી ઘટે તેવું નાનું મન. કિમહી = ગમે તે કઈ પણ રીતે, ગમે તેમ કરીને. બા} = લાગતું, એકાગ્ર થતું નથી. જિમ જિમ = જે પ્રકારે મહેનત કરીને, ગમે તેટલા પ્રયોગ કરીને. જનત = પ્રયત્ન, મહેનત. કરીને = લઈને. રાખું = જાળવું, વશ રાખવા પ્રયત્ન કરું. તિમ તિમ = તેમ તેમ, ઊલટાનું, સામું. અળગું = દૂર, છે. ભાજે = નાસી જાય. દૂર થાય છે. (૧)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy