SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન મન સબંધ—આવા નિરંજન નિરાકાર પ્રભુની સેવા કરી તેના જેવા થવાના પ્રાણીએ નિણ્ય કર્યા. તેને એમ થયું કે ગુણુપ્રાપ્તિના માગ સેવાને આશ્રયીને રહેલા છે. ત્યાં એના મનમાં એક સવાલ ઊભા થાય છે. તે જાણે છે, અને તેને વહેવારુ અનુભવ છે કે—મન છુ મનુષ્યાળાં હારળ' વમ્પમોચો: એટલે મનુષ્યને ક`બંધનનું અને કથી તદ્ન છૂટી જવાનું કારણ માત્ર મન જ છે. તે મનને જેમ વારે અને એક જગાએ બાંધી રાખવા પ્રયત્ન કરે તેમ તે તો છેટું અને છેટું ભાગતું જાય છે. સામાયિક કે પૂજનનેા ખાસ અભ્યાસ કરું છું ત્યારે મને માલૂમ પડે છે કે મનની સ્થિરતા કે એકાગ્રતા મેળવવી અને એને એક સ્થાન પર આંધી રાખવું ઘણું મુશ્કેલ કામ છે. તેટલા માટે તે પ્રભુ પાસે જણાવે છે કે મનને વશ રાખવું ભારે દુર્ઘટ ઘટના છે. એ પ્રસન્નચંદ્ર રાષિનું દૃષ્ટાંત જાણે છે. એ એક રાજા હતા. શત્રુ રાજાએ એને હરાવી દીધા પછી એણે મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી હતી. એ સમવસરણની નજીકમાં જ તપ તપી રહ્યા હતા. તેઓના તપના દેખાવ તા ભારે સરસ હતા, પણ શ્રેણિક રાજાના એ સેવકો વાતા કરતા હતા. તેમાંથી એકે રાજિષ શ્રી પ્રસન્નચંદ્રનાં વખાણ કર્યા; અને બીજો કહે : છોકરાને રખડાવી આવી રીતે ભટકવું તે તું સારું ધારે છે? છોકરો તો રાજાને પુત્ર હોવા છતાં ભીખ માગે છે! આવી દીક્ષાથી તે સયું...!” પછી રાજા શ્રેણિકની સવારી આવી. રાજા રાજર્ષિને નમ્યા, અને ત્યાર પછી ભગવાનના સમવસરણમાં પહોંચી ગયા. આજે ઉપદેશ પણ મન સ`બધી ચાલ્યા. એટલે શ્રેણિકે ભગવતને સવાલ કર્યો કે ‘ભગવન્! રાજર્ષિં પ્રસન્નચંદ્રને મેં વાંધા તે વખતે તે કાળ કરત તો તેમની શી ગતિ થાત ?” ભગવાન કહે કે તે વખતે કાળ કરત તો તેઓ જરૂર નરકમાં જાત.' ત્યાં તો દેવદુંદુભિ વાગ્યા. ભગવાને જણાવ્યું કે ‘પ્રસન્નચંદ્ર રાજિષને કેવળજ્ઞાન થયું, તેને આ મહિમા દેવતાએ કરી રહ્યા છે.' નરકે જવા યાગ્ય કાર્ય કરનારને આટલા થાડા વખતમાં કેવળજ્ઞાન કેમ થાય ?–એવે! સ્વભાવિક પ્રશ્ન ભગવતને રાજાએ પૂછ્યો. ભગવંત કહે : ‘જ્યારે તારા સેવકોને મુખે પુત્રની કરુણાજનક સ્થિતિની ચર્ચા પ્રસન્ન સાંભળી તે વખતે તેના મનમાં યુદ્ધ થવા માંડ્યું. શત્રુ રાજાને લડતાં લડતાં જાણે પાતે બધાં શસ્ત્રાસ્ત્રો ખાઇ બેઠો અને છેવટે માથા ઉપરનુ ખખ્ખર તેને મારવા માટે માથા પર હાથ ફેરવવા લાગ્યા ત્યારે તેને ભાન થયું કે સાધુએ જીવહિંસા તો સથા ત્યાગવી જોઇએ. કોના છોકરા અને કોણ માપ ? મારે અને પુત્રને હવે સંબધ શે ? ત્યાર પછી ધ્યાનધારાએ ચઢતાં અને મન પર કાબૂ આવતાં શુકલ ધ્યાને ચઢી ગયા અને કર્મોને ખપાવી એમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું!' નરકગામી જીવ બહુ જ થાડા વખતમાં મેક્ષ જવાના છે એટલું મનનું સામ્રાજ્ય
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy