SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: શ્રી ઋષભદેવ સ્તવન [૧૫ પરબ્રહ્મ એટલા ભગ્ન છે, એવા વિશાળ છે કે એના ખ્યાલ કરવા એ પણ માણસની બુદ્ધિથી પર છે. આ અલખને અનેક જોગી-બાવાએ જગાવે છે, અહુલેક કરે ત્યારે આ અલક્ષ્ય સ્વરૂપને ધ્વનિનું રૂપ આપે છે; આ અલક્ષ્ય સ્વરૂપ પ્રમાણે માણસની મર્યાદિત બુદ્ધિમાં પરબ્રહ્મનું સ્વરૂપ અવતરવાની અશકશ્રતા માનવામાં આવે છે; પણ એ અલખનું લક્ષ્ય સ્વરૂપ પણ હોય છે. એટલે એ અલખમાંથી લક્ષ્ય સ્વરૂપ જન્મે છે, જે મર્યાદિત બુદ્ધિશક્તિવાળા માણસાનાં મગજમાં પણ ઊતરી શકે. દાખલા તરીકે ગૂઢ અલખના કૃષ્ણ વગેરે રૂપો કલ્પાય કે હાય, તે તેનું લક્ષ્ય સ્વરૂપ છે. અલખનું લખ બ્રહ્મરૂપ સૃષ્ટિનું ઉત્પાદન કરે, અલખનું લખ વિષ્ણુરૂપ સૃષ્ટિનું સંરક્ષણ કરે, અલખનું લખ શિવ-રૌદ્ર રૂપ સૃષ્ટિના સંહાર કરે. આ લક્ષ્ય રવરૂપ જેમ ઇચ્છે તેમ સૃષ્ટિના ઉદ્ગમ, રક્ષણ અને નાશ થાય છે અને એ અલખના લખ સ્વરૂપની જયા૨ે ઇચ્છા થશે ત્યારે લખ સાથે આપણી સાચી પ્રીતિ થશે, અને ટકશે. એટલા માટે ભગવાનની ઇચ્છા બળવાન છે, ભગવાનનું લખ રૂપ આપણી આશાઓ પૂરશે, આપણામાં સાચી પ્રીતિ જન્માવશે અને એમ થશે ત્યારે આપણા દહાડો વળશે. માટે પ્રભુની પ્રીતિ મેળવવા માટે કે પરબ્રહ્માની પ્રાપ્તિ માટે તપ કરવાં કે કાષ્ઠમાં બળી મરવું એ કાંઇ જરૂરનું નથી, ઇશ્વરેચ્છા ખલીયસી–પ્રભુની ઇચ્છા બળવાન છે. એ જયારે થશે ત્યારે સર્વાં સારાં વાનાં થઇ આવશે. ભક્તની જે કાંઇ ઇચ્છા હશે તે લખ (લક્ષ્ય ) પૂરશે, કારણ કે આ સર્વ ભગવાનની લીલા છે, અલખના લખ સ્વરૂપની લીલા છે, માટે કાંઈ કરવાની જરૂર નથી જ્યારે લખ તુષ્ટમાન થશે, ત્યારે પ્રભુની પ્રીતિ મળશે અને તેમ થશે ત્યારે મનની સ` આશા ફળશે. આ લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ, લીલાની પરમ કારણભૂત માયા અને અલખલખ વચ્ચેના સંબંધ ખાસ સમજવા યોગ્ય છે. છતાં અને એવી પિરભાષામાં ગૂંચવી નાખ્યા છે કે એ જાણે વચનાતીત હાય, માણસની શક્તિની બહારના વિષય હાય અને ઊંડી અકલ્પ્ય ગૂઢતાથી આચ્છાદિત હોય, તેવી તેને ફરી માયા રચાઈ ગઇ છે. માયાને સમજવાની વાત પણ માયામાં ગૂંચવાઇ ગઇ છે; અલખના લખ સ્વરૂપને સમજવાની કે વિચારવાની વાત પણ ગેાટે ચઢી ગઇ છે; ભગવાનની લીલા જાણે બુદ્ધિને લીલામમાં મૂકી દેતી હેાય એવી પરિસ્થિતિ થઇ છે. પ્રશ્ન એ થાય છે કે અલખનિરંજન જ્યેાતિમય પરબ્રહ્મ તે રાગદ્વેષથી પર છે. એને પુદ્ગલ સાથે સંબંધ નથી. એની વિચારણામાં પુદ્ગલને સ્થાન નથી. એવા અલખ ભગવાન, સચ્ચિદાનંદ સ્વરૂપને લીલા હાય ? લીલા તેા લહેર છે, મેાજ છે, આનંદ છે. તે આવા અલખ પરબ્રહ્મ લીલા કરે? શા માટે કરે ? એવી લીલાની પ્રેરણા કોણ કરે ? આવી લીલા કરવાના હેતુ શે ? અને લીલા કરે તે આવી સૃષ્ટિ બનાવે? અતવાની વિચારણા કરે તે આવી સૃષ્ટિ કરે? લીલા કરે એમાં સમજણુ-અક્કલ તે હાય ને ? આ દુનિયામાં જે જાતની વક્રતા છે, જે વિયેાગ-શાક-કંટાળા-દુઃખ-દારિદ્ર છે, આંટાફેરા-નિરાશા-નિસાસા અને મનોવિકારો છે, જેમાં ભય, દુર્ગંછા, માયા, કપટ, અભિમાન, નિંદ્યા વગેરે અનેક ગોટાળા અને પશ્ચાત્તાપા છે, તેવી સૃષ્ટિની રચના કરવાની વિચારણા કે વ્યવસ્થા કોઇ કરે ? અને એવી રચના કરે તેને અલખની લીલા કહેવાય? લીલા કોઈ વિષયી રાજા કરે, કોઈ અક્કલ વગરના શેઠિયા કરે,
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy