SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] શ્રી આનંદઘન-વશી “ધાતુ ”ને અર્થ મેદ, માંસ, અસ્થિ (હાડકાં), રસ, રુધિર, મજજા અને વીર્યને પણ શક્ય છે, પણ તેને મેળાપ પતિરંજન સાથે ઘટી શકતું નથી. અને કવચિત્ “ધાતુ” શબ્દમાં પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશને સમાવેશ કરવામાં આવે છે, અને કોઈ વાત, પિત્ત, કફને ધાતુ ગણે છે. આમાને કોઈ ભાવ સ્થાયી પતિરંજન સાથે મેળ ખાય તેમ ગોઠવો. મને તે ધાતુને અર્થ સોના, રૂપાદિ મૂળ ધાતુ સાથે બંધબેસતે બરાબર લાગે છે. આ આખી હકીકત શુદ્ધ ચેતનાના મુખમાં મૂકી છે અને એ વિશિષ્ટ પતિ જન બતાવે છે, તે વાત અર્થવિચારણા કરતાં લક્ષ્યમાં રાખવી. (૪) કેઈ કહે લીલા રે લલક અલખ તણી રે, લખ પૂરે મન આસ; દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ-વિલાસ. ઋષભ૦ ૫ અર્થ આ તે અલખના લક્ષ્ય રૂપની લીલા–કીડા છે એમ કેટલાક કહે છે અને લક્ષ્યસ્વરૂપ મનની જે કાંઈ આશા હોય તે સર્વે સંતોષે છે, પૂરી કરે છે. પણ (આનંદઘન કહે છે કે, જે સર્વ પાપ-દોષથી રહિત હોય તેને લીલા–કીડા જ ઘટે નહિ, શેભે નહીં, સંભવે નહિ; કારણ કે લીલા તે દેની જન્મભૂમિ છે, રંગભૂમિ છે. (૫) ટ –અલખ લખી ન જાય, કળી ન જાય; જેવી ભક્તની ઇચ્છા તેની તેમ પૂરે. તેને કીસી (શેની) ખોટ છે? ઈલાવે (અલાવે–મેળવી આપે) તેના મનની આશા પૂરવે છે. એ પણ બાધક વચન છે. જે માટે દોષ રહિત પરમેસરને લીલા, જે સાંસારિક અવસ્થા કલા, તે પરમેસરને ઘટતાં નથી, નિશ્ચયે. સંસારી લીલા તે દેષના વિલાસ, તેની લડુરી છે. જે રાગે દેસ હોય તે સંસારની લીલા વાંછે આપે. ઉત્પત્તિ, સૃષ્ટિ, પાળવું ઈત્યાદિક તેના વિલાસ છે. અષભ૦ (૫). વિવેચન–હવે આ પ્રેમના વિષયને બીજી ભૂમિકા પર લઈ જાય છે. દુનિયાદારીના પ્રેમની નિરર્થકતા વિચાર્યા પછી કેટલાંક પ્રાણીઓ પ્રેમ કરવા કે પ્રેમ મેળવવા બિલકુલ પ્રયાસ કરવા ઇચ્છતા નથી, તે આખી માન્યતા સમજણ વગરની છે, એ વાત બતાવવા દ્વારા પ્રચલિત નિરક્ષિતા પણ નિરર્થક છે એ બતાવે છે. એની વિચારણામાં અલખ અને લખનું સ્વરૂપ જાણી લેવું પડે. અલખ એટલે અલક્ષ્યIncomprehensible, જે સમજી ન શકાય, જેની તુલના કે ગણતરી ન થઈ શકે તે અલખ. પાઠાંતર–કહે - કહઈ લલક અલખ – અલખ અલખ, લલઅલષ, લલકઅલક, લખ – લપ. પૂરે – પૂરઈ. મન – મનિ. આસ – આશ. રહિતને – રહિતને રે. ઘરે – ઘટઈ. (૫). શબ્દાર્થ–કઈ કેટલીક. કહે = જણાવે છે કે, લીલા = કીડા. લલક = લક્ષ્યમાં આવે તેવી. અલખતણી = અલક્ષ્મન જાણી શકાય તેવા વી. લખ = લય, જાણી શકાય તે. પૂરે = સંતે, ઘરની . મને આશા = મનડાની આશા.એ, ઈચ્છાઓ. દોષ રહિતને = પાપ વગરનાને. લીલા = કીલ. નવિ = ન. ઘટે = શોભે, સંભવે. ષવિલાસ = ઉપાધિ પાપનું રમણ–રટણ છે, સ્થાન છે. (૫)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy