SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦] શ્રી આનંદઘનચોવીશી હૃદયરૂપ આંખો જગતના ધણીને બરાબર દેખે, નજરોનજર જુએ ત્યારે એને માલુમ પડે કે એ તીર્થપતિને મહિમામોટાઈ તે મેરુ પર્વત જેટલી મહાન છે. એક લાખ જેજનને સેનાને મેરુ આ જબુદ્વીપની વચ્ચે આવેલ છે. એ જેટલે ઊંચે છે તેટલે જ મારા તીર્થપતિ શ્રી જિનેશ્વર દેવને મહિમા મોટો છે. આવી રીતે પ્રભુને ઓળખવાનું પરિણામ તેની એક વૃત્તિઓ સેવા કરવામાં અને તેમાં તમન્ના લગાવવામાં આવે છે. ગુરુ મહારાજ-સગુરુને કે પ્રભાવ છે અને તેને માટે કેટલું માન હોવું જોઈએ, એ આ પદ્યથી સ્પષ્ટ થાય છે. તીર્થપતિને મહિમા કેટલે મેટો છે, તે પણ આ ગાથાથી સ્પષ્ટ થાય છે. એ મહિમા મેરુ જેટલું છે એમ એને ખાતરી થતાં અને પિતાના ગુરુ પાસે એનું પ્રવચન સાંભળતાં એ રાજી થઈ જાય છે અને પિતાના કાર્યમાં લાગી જાય છે. તે આ દુનિ યાના ફાંદાઓ જુએ છે અને સર્વ પૌગલિક છે એમ તેને ખાતરીપૂર્વક જણાય છે અને પિતાની સેવાભાવનાના વિચારમાં એ દઢ થાય છે. ખરી પિછાન પોતાની જાતને ઓળખવામાં છે. એક જાણે તે સર્વને જાણે, એક આત્માને બરાબર પરિચય થતાં તે અનેક આત્માને પણ જાણે. એને પરિણામે એ સાચા દેવની સેવામાં ચાલુ રહ્યા કરે અને જે સેવાભાવની મુશ્કેલી અગાઉ જણાવી છે, તે હળવી થઈ જાય અને આ પ્રાણીનું કામ થઈ જાય. આત્માને બરાબર ઓળખવાની અત્ર પ્રેરણા છે. ઘણું જૂના કાળથી છુપાયેલું આત્મ-દ્રવ્ય પિતાની પાસે જ છે, અને પિતામાં જ ભરેલું છે એ જાણવાની અને એને ઓળખવાની બહુ જ જરૂર છે. એ જાણે એટલે સર્વ જાણ્યું અને એના જાણ્યા વગરના સર્વ પ્રયાસો નિરર્થક છે, એવું બરાબર સમજવું. માટે હદયને ખુલ્લા કરે અને આવડો મોટો મેરુ પર્વત, તેના સરખા પ્રભુના મહિમાને બરાબર જાણે અને પ્રભુસેવા માટે તૈયાર થઈ જાઓ. (૩) દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ, જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજે રે જેડ, જિનેશ્વર. ધર્મ ૦ ૪ અથ_આ પ્રાણી તે દોડતાં–નાસતાં-ભાગતાં દોડ્યો જ ગયે, એના મનની જેટલી દોટ હતી તેટલે તે ભાગી ગયે-દોડ્યો, પણ પિતાની નજીકમાં જ જે સૌહાર્દની ખાતરી છે તે તો વિચારો અને તે વિચાર કરી ગુરુ મહારાજ પાસેથી મળતું જ્ઞાન જેડી લેજે, જમાવજે. (૪) પાઠાંતર–“દેડિ” સ્થાને પ્રતિકાર “દોડીઓ” લખે છે; અર્થ ફરતો નથી. “દોડ” સ્થાને બીજા પાદમાં પ્રતકાર ‘દેડી' શબ્દ લખે છે. * પ્રતીત’ સ્થાને ‘પ્રતીતિ’ શબ્દ પ્રતમાં મૂકેલ છે. ૮ કડી' સ્થાને પ્રતવાળા “ટુકડી” શબ્દ લખે છે, બીજી પ્રતમાં ‘ફ્રેંકડી” પાઠ છે; ભીમશી માણેક એ પાઠ છાપે છે. તેને સ્થાને પ્રતવાળો “લેજો ” શબ્દ લખે છે. | શબ્દાર્થ–ડત = દેડતાં, ચાલતાં, વર્તાતાં. દેડિયો = દોડ્યો, આગળ વધ્યા. જેતી = જેટલી, જેવી. મનની = અંદરની. દોડ = નાસવું તે. પ્રેમ = આકર્ષણ, ખેંચાણ. પ્રતીત = પ્રતીતિ, ખાતરી, ચોખવટ. વિચારો = જાણો. ઓળખો. ટુકડી = નજીકની, પાસેની. ગુરુગમ = ગુરુ પાસે સમજણ લેવી તે. લેજે = સમજજે, જાણજો. જોડ = જેડી લેજે, એને સાથે રાખજે. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy